સપ્ટેમ્બર 10, 2024 2:40 પી એમ(PM) સપ્ટેમ્બર 10, 2024 2:40 પી એમ(PM)

views 8

પેરિસ પેરાલિમ્પિક્સમાં 29 ચંદ્રકોની ઐતહાસિક સિધ્ધિ બાદ ભારતીય ખેલાડીઓ સ્વદેશ પરત ફર્યા

પેરિસ પેરાલિમ્પિક્સમાંથી ભારતીય ખેલાડીઓ આજે નવી દિલ્હી પરત આવ્યા છે. ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર ઢોલ-નગારા અને ફુલહાર સાથે તેમનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. આ પેરાલિમ્પિક્સમાં ભારતે અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરી 7 સુવર્ણ, 9 રજત અને 13 કાંસ્ય સહીત કુલ 29 ચંદ્રકો જીતીને દેશ માટે નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી છે

સપ્ટેમ્બર 6, 2024 9:42 એ એમ (AM) સપ્ટેમ્બર 6, 2024 9:42 એ એમ (AM)

views 3

પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ગઈકાલે કપિલ પરમારે પેરા જુડો મેન્સ J1- 60 કિલોગ્રામ ઈવેન્ટમાં બ્રાઝિલના એલિલ્ટન ડી ઓલિવિરાને 10-0થી હરાવીને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.

પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ગઈકાલે કપિલ પરમારે પેરા જુડો મેન્સ J1 - 60 કિલોગ્રામ ઈવેન્ટમાં બ્રાઝિલના એલિલ્ટન ડી ઓલિવિરાને 10-0થી હરાવીને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.જુડોમાં ભારતનો આ પ્રથમ પેરાલિમ્પિક ચંદ્રક છે. તેમની આ જીત બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભારતના રાષ્ટ્રપતિ, દ્રૌપદી મુર્મુ અને યુવા બાબતો અને રમતગમત મનસુખ માંડવિયાએ કપિલ પરમારની પ્રશંસા કરી હતી.

સપ્ટેમ્બર 5, 2024 8:33 પી એમ(PM) સપ્ટેમ્બર 5, 2024 8:33 પી એમ(PM)

views 4

પેરિસ પેરાલિમ્પિક્સનાં આઠમા દિવસે આજે ભારતીય ખેલાડીઓ શૂટિંગ, તિરંદાજી, એથ્લેટિક્સ, પાવર લિફ્ટિંગ અન જુડો સહિતની રમતોમાં મુકાબલો કરશે

પેરિસ પેરાલિમ્પિક્સનાં આઠમા દિવસે આજે ભારતીય ખેલાડીઓ શૂટિંગ, તિરંદાજી, એથ્લેટિક્સ, પાવર લિફ્ટિંગ અન જુડો સહિતની રમતોમાં મુકાબલો કરશે. પેરા-જુડો પુરુષ 60 કિલો J1 સેમિફાઇનલમાં કપિલ પરમાર ઇરાનના ખોરામ બાનિટાબા સામે હારી ગયા છે. તેઓ હવે કાંસ્ય ચંદ્રક માટે બ્રાઝિલના ખેલાડી સામે રમશે. પેરા-જુડો મહિલા- 48 કિલોગ્રામ J2 ક્વાર્ટરફાઇનલ્સમાં ત્રણ યલો કાર્ડ મળ્યા બાદ કોકિલા કૌશિકલતે સ્પર્ધામાંથી બહાર થઈ ગયા હતા.

સપ્ટેમ્બર 3, 2024 8:11 પી એમ(PM) સપ્ટેમ્બર 3, 2024 8:11 પી એમ(PM)

views 6

પેરિસ પેરાલિમ્પિક્સમાં આજે છઠ્ઠા દિવસે ભારતીય ટીમ નિશાનેબાજી, તીરંદાજી અને એથ્લેટિક્સ સહિતની વિવિધ સ્પર્ધામાં મેડલ જીતવા મેદાને ઉતરશે

પેરિસ પેરાલિમ્પિક્સમાં આજે છઠ્ઠા દિવસે ભારતીય ટીમ નિશાનેબાજી, તીરંદાજી અને એથ્લેટિક્સ સહિતની વિવિધ સ્પર્ધામાં મેડલ જીતવા મેદાને ઉતરશે. તીરંદાજીમાં પૂજા મહિલાઓની વ્યક્તિગત રિકર્વ ઓપન ક્વાર્ટરફાઇનલ્સમાં ભાગ લેશે. આ ઉપરાંત, દિપ્તી જીવનજી મહિલાઓની 400 મીટર ટી-20 ફાઇનલમાં અને મેરિયપ્પન થંગાવેલુ, શરદ કુમાર અને શૈલેષ કુમાર પુરુષોના ઊંચા કૂદકાની ટી-63 ફાઇનલમાં રમશે. ભારત હાલ ત્રણ સુવર્ણચંદ્રક સહિત 15 ચંદ્રકો સાથે આ સ્પર્ધામાં 15મા ક્રમે છે. દરમિયાન, રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક અધ્યક્ષ નીતા અંબાણીએ પેર...