ઓગસ્ટ 15, 2024 7:56 પી એમ(PM) ઓગસ્ટ 15, 2024 7:56 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં પીએમ આવાસ ખાતે પેરિસ ઑલિમ્પિકમાં ભાગ લેનારા ભારતીય ખેલાડીઓને બિરાવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં પીએમ આવાસ ખાતે પેરિસ ઑલિમ્પિકમાં ભાગ લેનારા ભારતીય ખેલાડીઓને બિરાવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય યુવા બાબતો અને રમત-ગમત મંત્રી મનસુખ માંડવિયા અને ભારતીય ઑલિમ્પિક સંઘના અધ્યક્ષ પી. ટી ઉષા ઉપસ્થિત રહ્યા હતા. પેરિસ ઑલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ કુલ છ ચંદ્રકો જીત્યા છે. મનુ ભાકર, સરબજોતસિંહ, સ્વપ્નિલ કુશાલ, ભારતીય હૉકી ટીમ અને નિરજ ચોપડાએ ચંદ્રકો જીત્યા છે.

ઓગસ્ટ 8, 2024 2:16 પી એમ(PM) ઓગસ્ટ 8, 2024 2:16 પી એમ(PM)

views 7

પેરિસ ઑલિમ્પિકમાં નિરજ ચોપડા આજે પોતાનો ખિતાબ બચાવવા મેદાનમાં ઉતરશે

પેરિસ ઑલિમ્પિકમાં નિરજ ચોપડા આજે પોતાનો ખિતાબ બચાવવા મેદાનમાં ઉતરશે. તો પુરુષ હોકી ટીમ આજે કાંસ્ય ચંદ્રક માટે સ્પેન સામે સ્પર્ધામાં ઉતરશે. ભારતના એક માત્ર પુરુષ કુશ્તીબાજ અમન સહરાવત આજે બપોર બાદ પુરુષોની 57 કિલોગ્રામ વજન વર્ગ ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં ભાગ લેશે. મહિલા કુશ્તીબાજ અંશુ પણ મહિલાઓ માટેની 57 કિલોગ્રામ વજન વર્ગ ફ્રી સ્ટાઇલ સ્પર્ધા માટે મેદાનમાં ઉતરશે. વેઇટ લિફ્ટર એસ. મીરાબાઈ ચાનુ મહિલાઓની 49 કિલોગ્રામ ફાઇનલ સ્પર્ધામાં ચોથા સ્થાને રહ્યા. સ્પર્ધાના બીજા રાઉન્ડના અંતે ચાનુ 199 કિલોગ્રામનું વજ...

ઓગસ્ટ 6, 2024 2:40 પી એમ(PM) ઓગસ્ટ 6, 2024 2:40 પી એમ(PM)

views 11

પેરિસ ઑલિમ્પિકમાં આજે ભારત હોકી, એથ્લેટિક્સ, ટેબલ ટેનિસ અને કુસ્તીની રમતો રમશે

પેરિસ ઑલિમ્પિકમાં આજે ભારત હોકી, એથ્લેટિક્સ, ટેબલ ટેનિસ અને કુસ્તીની રમતો રમશે. હૉકીમાં ફાઇનલમાં સ્થાન મેળવવા માટે ભારતીય ટીમ આજે જર્મનીની ટીમનો મુકાબલો કરશે. ભારતીય સમય અનુસાર રાત્રે સાડા દસ વાગે સેમિફાઇનલ મેચ રમાશે. ટોકિયો ઑલિમ્પિક 2020માં કાંસ્ય ચંદ્રક જીતનારી ભારતીય ટીમ આ વખતે આગળ વધવાનો પ્રયાસ કરશે. સુવર્ણ ચંદ્રક માટે ભારતની આશા સમાન નિરજ ચોપરા આજથી ભાલાફેંકમાં તેમના અભિયાનની શરૂઆત કરી રહ્યા છે. બપોરે ત્રણ વાગીને 20 મિનિટે ગૃપ બીની ક્વૉલિફાઇંગ મેચમાં રમશે. એશિયન ગેમ્સમાં રજત ચંદ્રક વિજેતા ક...

ઓગસ્ટ 1, 2024 8:10 પી એમ(PM) ઓગસ્ટ 1, 2024 8:10 પી એમ(PM)

views 4

પેરિસ ઑલિમ્પિકમાં શૂટર સ્વપ્નિલકુશાલેએ પુરષોની 50 મીટર રાઇફલ3 પોઝિશન ફાઇનલમાં ભારત માટે ત્રીજો કાંસ્ય ચંદ્રક જીત્યો

પેરિસ ઑલિમ્પિકમાં આજનો દિવસભારતને ક્યાંક આશા તો ક્યાંક નિરાશા સાંપડી.ભારતીય શૂટર સ્વપ્નિલ કુશાલેએભારત માટે ત્રીજો કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.સ્વપ્નિલે પુરુષો માટેની 50 મીટરરાઇફલ 3 પોઝિશનની અંતિમ મેચમાં 195 અંક સાથે ત્રીજો ક્રમાંક હાંસલ કર્યો હતો. તેઓ ઓલિમ્પિકમાં પુરુષોની રાઇફલ શૂટિંગની આ શ્રેણીમાં ચંદ્રક જીતનારા પ્રથમ ભારતીયશૂટર છે.રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીસહિતના નેતાઓએ સ્વપ્નિલ કુસાલેને કાંસ્ય ચંદ્રક જીતવા બદલ શુભેચ્છા પાઠવી હતી.જોકે મહિલાઓન...