ઓગસ્ટ 28, 2024 7:46 પી એમ(PM) ઓગસ્ટ 28, 2024 7:46 પી એમ(PM)

views 16

પેરિસમાં આજે પેરાલિમ્પિક્સ રમત 2024નો ઉદ્ઘાટન સમારોહ ભારતીય સમય અનુસાર રાત્રે સાડા 11 વાગ્યે યોજાશે

પેરિસમાં આજે પેરાલિમ્પિક્સ રમત 2024નો ઉદ્ઘાટન સમારોહ ભારતીય સમય અનુસાર રાત્રે સાડા 11 વાગ્યે યોજાશે. ભારત તરફથી ભાલાફેંક ખેલાડી સુમિત અંતિલ અને શૉટપૂટ ખેલાડી ભાગ્યશ્રી જાધવ ધ્વજવાહક રહેશે. આ વખતે પેરાલિમ્પિક્સ માટે કુલ 84 ખેલાડીનું ભારતીય દળ 12 વિવિધ રમતમાં ભાગ લેશે. આ વખતે 32 મહિલા પેરા-એથલિટ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ગઈ પેરાલિમ્પિક્સ રમતમાં ભારત તરફથી 54 ખેલાડીનું દળ રમવા ગયું હતું. ત્યારે કુલ 19 ચંદ્રક જીતવામાં સફળતા મળી હતી