નવેમ્બર 5, 2024 10:05 એ એમ (AM) નવેમ્બર 5, 2024 10:05 એ એમ (AM)

views 4

દિવાળી રજાઓ બાદ વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પ્રચાર ફરી ચાલુ

દિવાળી રજાઓ બાદ વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પ્રચાર ફરી થયો છે. ગઈકાલે બનાસકાંઠાના ભાભર હરિધામ ગૌશાળા ખાતે જિલ્લા ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ તથા કેટલાંક ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના ટોચનાં નેતાઓએ વાવ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર માટે ચૂંટણી સભા ને સંબોધન કર્યું હતું. દરમિયાન, કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત પણ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. બનાસકાંઠાન...

ઓક્ટોબર 26, 2024 8:39 એ એમ (AM) ઓક્ટોબર 26, 2024 8:39 એ એમ (AM)

views 3

વિવિધ રાજ્યોની 47 વિધાનસભા બેઠકો અને કેરળની વાયનાડ સંસદીય બેઠક માટે પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ.

વિવિધ રાજ્યોની 47 વિધાનસભા બેઠકો અને કેરળમાં વાયનાડ સંસદીય બેઠક માટે પેટાચૂંટણી માટે ગઈકાલે નામાંકન પ્રક્રિયા સમાપ્ત થઈ. ઉત્તર પ્રદેશની નવ, રાજસ્થાનની સાત, પશ્ચિમ બંગાળની છ, આસામની પાંચ બેઠકો, બિહાર અને પંજાબની ચાર-ચાર, કર્ણાટકની ત્રણ, કેરળ, મધ્યપ્રદેશની અને સિક્કિમની બે-બે બેઠકો માટે પેટાચૂંટણી યોજાશે. આ ઉપરાંત, છત્તીસગઢ, ગુજરાત અને મેઘાલયમાં એક-એક સીટ માટે વિધાનસભાની પેટાચૂંટણી પણ યોજાશે. આ બેઠકો પર અને વાયનાડ સંસદીય મતવિસ્તારમાં પણ 13 તારીખે મતદાન થશે. આ દરમ્યાન મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા બેઠ...

ઓક્ટોબર 18, 2024 9:24 એ એમ (AM) ઓક્ટોબર 18, 2024 9:24 એ એમ (AM)

views 3

ઝારખંડ વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કા અને ઉત્તરપ્રદેશની પેટાચૂંટણી માટેનું જાહેરનામું આજે બહાર પડશે

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે. આ તબક્કામાં 13મી નવેમ્બરે 43 બેઠકો પર મતદાન થશે. 25મી ઓક્ટોબર નામાંકન ભરવાની છેલ્લી તારીખ છે. ઉમેદવારો સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી તેમના નામાંકન દાખલ કરી શકશે. 28મી ઓક્ટોબરના રોજ નામાંકન પત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ આ મહિનાની 30 તારીખ છે. ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ રહી છે. બીજા તબક્કાનું મતદાન 20મી નવેમ્બરે થશે અને 23મી નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે. આ વખ...