સપ્ટેમ્બર 9, 2024 3:06 પી એમ(PM) સપ્ટેમ્બર 9, 2024 3:06 પી એમ(PM)

views 8

આંધ્રપ્રદેશમાં આવેલા પૂરના કારણે લગભગ 6 લાખ લોકો પ્રભાવિત થયા

આંધ્રપ્રદેશમાં આવેલા પૂરના કારણે લગભગ 6 લાખ લોકો પ્રભાવિત થયા છે અને હજુ પણ અનેક લોકો પૂરમાં ફસાયેલા છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ ગઈકાલે વિજયવાડા કલેક્ટર કચેરી ખાતે પત્રકારોને આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, હવામાનમાં પરિવર્તન અને વાદળ ફાટવાના કારણે રાજ્યમાં અતિશય વરસાદ થયો છે. શ્રી નાયડુએ કહ્યું કે પૂર પ્રભાવિત લોકોને રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે અને પરિસ્થિતિ કાબૂમાં છે. મુખ્યમંત્રીએ શ્રીકાકુલમ અને ASR જિલ્લામાં વધુ વરસાદ અંગે ચેતવણી આપતા કહ્યું હતું કે...

સપ્ટેમ્બર 2, 2024 3:06 પી એમ(PM) સપ્ટેમ્બર 2, 2024 3:06 પી એમ(PM)

views 6

આંધ્રપ્રદેશના રાજ્યપાલે વિજયવાડા અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ અને પૂરના કારણે અસરગ્રસ્ત થયેલા સામાન્ય જનજીવન અંગે ચિંતા વ્યક્ત કરી

આંધ્રપ્રદેશના રાજ્યપાલ એસ. અબ્દુલ નઝીરે વિજયવાડા અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ અને પૂરના કારણે અસરગ્રસ્ત થયેલા સામાન્ય જનજીવન અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, પાણીમાં ડૂબેલા વિસ્તારમાં રહેનારા લોકોએ બચાવ માટે તાત્કાલિક સરકારી અધિકારીઓનો સંપર્ક કરવો જોઈએ. રાજ્યપાલે વરસાદ સાથે સંબંધિત ઘટનાઓમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે પણ દુઃખ વ્યક્ત કરી તેમના પરિવારને સંવેદના પાઠવી હતી.

જુલાઇ 15, 2024 3:11 પી એમ(PM) જુલાઇ 15, 2024 3:11 પી એમ(PM)

views 9

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે આસામ,ગુજરાત અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને રાજ્યોમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે આજે આસામ,ગુજરાત અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને રાજ્યોમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી. શ્રી શાહે આ રાજ્યોમાં વધેલા પાણીના સ્તર વિશે માહિતી મેળવી.ગૃહ મંત્રીએ તેમને કેન્દ્ર તરફથી શક્ય તમામ સહાય પૂરી પાડવાની ખાતરી આપી..

જુલાઇ 9, 2024 4:12 પી એમ(PM) જુલાઇ 9, 2024 4:12 પી એમ(PM)

views 24

ઉત્તર પ્રદેશમાં પૂરને કારણે છ જિલ્લાના 200થી વધુ ગામ પ્રભાવિત થયા

ઉત્તર પ્રદેશમાં પૂરને કારણે છ જિલ્લાના 200થી વધુ ગામ પ્રભાવિત થયા છે. પૂરને પગલે નેપાળની નદીઓ બેકાબૂ બની છે, જેની અસર ઉત્તર પ્રદેશના નીચાણવાળા વિસ્તારોમાં અસર થઈ છે. રાજ્ય અને રાષ્ટ્રીય આફત નિવારણની ટુકડીઓ રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે. પિલિભિત જિલ્લામાં બચાવ કામગીરીમાં વાયુ સેનાની ટુકડીઓ જોડાઈ હતી. પિલિભિત, લખીમપુરી, કુશિનગર, બલરામપુર, શ્ર્વસ્તી અને ગોન્ડા જિલ્લાઓમાં કાંઠા વિસ્તારોમાં પાણી ભરાયા છે. એકલા શ્રવસ્તીમાં 44 હજાર લોકોને જ્યારે લખિમપુરમાં 30 હજાર લોકો અસરગ્રસ્ત છે. હવામાન વિભાગે ...

જુલાઇ 2, 2024 7:59 પી એમ(PM) જુલાઇ 2, 2024 7:59 પી એમ(PM)

views 16

દક્ષિણ બ્રાઝિલમાં ભારે પૂરને પગલે 179 લોકોનાં મૃત્યુ

દક્ષિણ બ્રાઝિલમાં ભારે પૂરને પગલે 179 લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે 33 લોકો ગૂમ થયાના અહેવાલ છે. સ્થાનિક એજન્સી અનુસાર દક્ષિણ બ્રાઝિલના રિયો ગ્રાન્દે દો સુલનો 90 ટકા વિસ્તાર પૂરને પગલે પ્રભાવિત છે. દક્ષિણ પ્રાંતમાં આવેલી નદી બેકાબૂ થતાં પૂરના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયા હતા, જ્યારે કેટલાક સ્થળોએ ભૂસ્ખલનના અહેવાલ છે. બે મહિનાથી પ્રભાવિત આ પ્રાંતમાં અંદાજે 20 લાખ ઘરોને અસર થવા પામી છે, જ્યારે કે સાડા ચાર લાખ લોકોને બચાવાયા છે.