ડિસેમ્બર 28, 2024 8:15 એ એમ (AM)

views 15

આજે પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહનસિંહના અંતિમ સંસ્કાર કરાશે

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહની અંતિમ યાત્રા આજે સવારે સાડા નવ વાગ્યે નવી દિલ્હીના કૉંગ્રેસ મુખ્યમથક ખાતેથી નીકળી સ્મશાન ઘાટ પહોંચશે. ડૉ. મનમોહન સિંહના રાજકીય સન્માન સાથે આજે અંતિમ સંસ્કાર કરાશે. આજે સવારે તેમના પાર્થિવ શરીરને તેમના આવાસથી કૉંગ્રેસ કાર્યાલય ખાતે લઈ જવાશે અને ત્યાં સામાન્ય નાગરિકો અને પક્ષના કાર્યકર્તાઓ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. કૉંગ્રેસ કાર્ય સમિતિ- સીડબલ્યુસી એ ગઈકાલે ડૉ. મનમોહન સિંહના અવસાન પર એક શોક પ્રસ્તાવ પસાર કર્યો હતો. પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહના અંતિ...

જુલાઇ 27, 2024 8:31 એ એમ (AM)

views 153

આવતીકાલે પ્રધાનમંત્રી મોદી ‘મન કી બાત’ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. અગિયાર વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ તેનો ગુજરાતીમાં ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે આઠ વાગે રાજ્યના બધા જ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન એઆઈઆર મોબાઇલ એપ પર પ્રસારિત કરાશે. આ ઉપરાંત આકાશવાણી સમાચાર, દૂરદર્...