ફેબ્રુવારી 23, 2025 8:23 એ એમ (AM) ફેબ્રુવારી 23, 2025 8:23 એ એમ (AM)

views 5

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વવિદ્યાલયના સંસ્કૃત, ભારતીય વિદ્યા અનુસ્નાતક વિભાગ અને શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય જૈનજ્ઞાન મંદિર પાટણના ઉપક્રમે આયોજિત 22મો ત્રિ-દિવસીય અખિલ ભારતીય હેમચંદ્રાચાર્ય સંસ્કૃત ઉદ્ઘાટન સમારોહ યોજાયો.

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વવિદ્યાલયના સંસ્કૃત, ભારતીય વિદ્યા અનુસ્નાતક વિભાગ અને શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય જૈનજ્ઞાન મંદિર પાટણના ઉપક્રમે આયોજિત 22મો ત્રિ-દિવસીય અખિલ ભારતીય હેમચંદ્રાચાર્ય સંસ્કૃત ઉદ્ઘાટન સમારોહ યોજાયો. આ પ્રસંગે વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. કિશોર પોરિયાએ હેમચંદ્રાચાર્યજી રચિત સાહિત્ય અને વ્યાકરણને તમામ ભાષાઓના હૃદયસમાન લેખાવ્યું હતું. તેમણે જણાવ્યું, જ્યારે કોઈ દેશમાં વિશ્વવિદ્યાલય ન હતી ત્યારે ભારતમાં સૌથી વધુ વિદ્યાલય અને ગુરુકુળ પરંપરા હતી. આપણી પાસે સંસ્કૃત પ્રાકૃત...

ફેબ્રુવારી 20, 2025 7:13 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 7:13 પી એમ(PM)

views 5

રાજ્યનું પ્રાચીન શહેર પાટણ આજે એક હજાર 280મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે

રાજ્યનું પ્રાચીન શહેર પાટણ આજે એક હજાર 280મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. પાટણ નગરપાલિકા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને શહેરની અનેક સંસ્થાઓ, વેપારી મહામંડળ અને નગરજનોના સંયુક્ત ઉપક્રમે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સાંભળીએ એક અહેવાલ... (વૉઈસકાસ્ટઃ રમેશ સોલંકી) (ઉલ્લેખનીય છે કે, વિક્રમ સંવત 802માં ચાવડા રાજવંશના વીર વનરાજ ચાવડા દ્વારા મહાવદ સાતમના દિવસે પાટણની સ્થાપના કરવામાં આવી હતી અને પોતાના મિત્ર અણહિલ ભરવાડના નામે પાટણનું નામ અણહિલવાડ પાટણ રખાયું હતું. ઈતિહાસકારોના મતે જેતે સમયે પા...

ફેબ્રુવારી 10, 2025 8:33 એ એમ (AM) ફેબ્રુવારી 10, 2025 8:33 એ એમ (AM)

views 9

પાટણના વડાવલીમાં તળાવમાં ડૂબી જતાં ચાર બાળકો સહિત પાંચનાં મોત

પાટણના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે તળાવમાં ડુબી જવાથી ચાર બાળકો સહિત પાંચ વ્યક્તિના મોત નિપજ્યાં છે. ગઈકાલે ગામના તળાવમાં એક વ્યક્તિનો પગ લપસી જતાં તેને  બચાવવા જતાં અન્ય ચાર વ્યક્તિ પણ ડૂબી ગયા હતા. ડૂબી ગયેલા પાંચ વ્યક્તિને ગામજનોએ બહાર કાઢી સારવાર માટે ચાણસ્મા મોકલી આપ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. અમારા જિલ્લા પ્રતિનિધી જણાવે છે કે, તળાવમાં ડૂબી જવાના કારણે જે મૃત્યુ પામ્યા છે તેમાં એક પરિવારના બે બાળકો અને તેની માતા સહિત ત્રણ વ્યક્તિ તેમજ અન્ય બે બાળકોનો સમાવેશ થાય છે.

જાન્યુઆરી 12, 2025 8:33 એ એમ (AM) જાન્યુઆરી 12, 2025 8:33 એ એમ (AM)

views 4

પાટણમાં લોકોને પતંગની દોરીથી સુરક્ષા મળે તે માટે અંબાજી શાકભાજી માર્કેટના વેપારી એસોસીએશન દ્વારા વિનામૂલ્યે સેફટીગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું.

પાટણમાં લોકોને પતંગની દોરીથી સુરક્ષા મળે તે માટે અંબાજી શાકભાજી માર્કેટના વેપારી એસોસીએશન દ્વારા વિનામૂલ્યે સેફટીગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.. પાટણના નાના વાહન ચાલકોની સલામતી માટે એક હજાર જેટલા સેફટી ગાર્ડ લાવીને શાકમાર્કેટ ખાતે વિનામૂલ્યે તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ આ સેફટી ગાર્ડનો લાભ લીધો હતો.

ડિસેમ્બર 25, 2024 8:19 એ એમ (AM) ડિસેમ્બર 25, 2024 8:19 એ એમ (AM)

views 5

પાટણ જિલ્લાની સિદ્ધપુર સરસ્વતી નદી પર રિવરફ્રન્ટ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

પાટણ જિલ્લાની સિદ્ધપુર સરસ્વતી નદી પર રિવરફ્રન્ટ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સિદ્ધપુર તાલુકામાં એક કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે આ મુજબ જણાવ્યું હતું. તેમણે રિવરફ્રન્ટ બનવાથી વિશ્વના લોકો શાંતિની શોધ માટે સિદ્ધપુર આવશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

નવેમ્બર 14, 2024 7:29 પી એમ(PM) નવેમ્બર 14, 2024 7:29 પી એમ(PM)

views 4

પાટણ જિલ્લાના સિધ્ધપુર ખાતે આજથી કાર્તિક પૂર્ણિમાના મેળાનો શુભારંભ થયો છે

પાટણ જિલ્લાના સિધ્ધપુર ખાતે આજથી કાર્તિક પૂર્ણિમાના મેળાનો શુભારંભ થયો છે. સરસ્વતી નદીના પટમાં ભરાતા આ સાત દિવસના લોક મેળાને સિધ્ધપુરના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે વિધિવત રીતે ખુલ્લો મૂક્યો હતો. વર્ષોની પરંપરા મુજબ કારતક મહિનામાં પૂનમ નિમિત્તે સિધ્ધપુરમાં ભવ્ય લોકમેળો ભરાય છે. જેમાં પાટણ જિલ્લા સહિત આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો તેમના સ્વજનોની તર્પણ વિધિ માટે ઉમટી પડતા હોય છે. આ મેળામાં મોટા પ્રમાણમાં શેરડીનું વેચાણ થતું હોય તેને શેરડીયા મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. ...

ઓક્ટોબર 17, 2024 8:19 એ એમ (AM) ઓક્ટોબર 17, 2024 8:19 એ એમ (AM)

views 3

પાટણના વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ ખોરાક દિવસ નિમિત્તે યોજાયેલા જાગૃતિ કાર્યક્રમમાં નિષ્ણાતોએ લોકોને ખાદ્ય સલામતી અંગેની મહત્વની માહિતી આપી.

પાટણના વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ ખોરાક દિવસ નિમિત્તે યોજાયેલા જાગૃતિ કાર્યક્રમમાં નિષ્ણાતોએ લોકોને ખાદ્ય સલામતી અંગેની મહત્વની બાબતોની માહિતી આપી હતી. વિજ્ઞાન કેન્દ્રના પ્રૉજેક્ટ ડાયરેકટર ડો. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે દર વર્ષે 60 કરોડ જેટલા લોકો દૂષિત ખોરાકથી બીમાર પડે છે, જેના કારણે ચાર લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે. આ વૈશ્વિક સમસ્યાનો સામનો કરવા, ખોરાકની સલામતીમાં સુધારો લાવવો અને બીમારીઓને ઘટાડવા જાગૃતિ સાથે ખોરાકનું સંચાલન કરવાનું જણાવ્યું હતું.

ઓક્ટોબર 10, 2024 7:37 પી એમ(PM) ઓક્ટોબર 10, 2024 7:37 પી એમ(PM)

views 4

પાટણમાં યોજાઈ રહેલા 10 દિવસીય NCC શિબિરના ભાગરૂપે આજે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હોલ ખાતે તાલીમાર્થીઓએ દેશની વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી

પાટણમાં યોજાઈ રહેલા 10 દિવસીય NCC શિબિરના ભાગરૂપે આજે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હોલ ખાતે તાલીમાર્થીઓએ દેશની વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી છે. યુનિવર્સીટીના કુલપતિ કે સી પોરીયાએ કેડેટ્સ સાથે સંવાદ કરતાં, યુવાનોને રાષ્ટ્ર સેવા માટે તેમજ સમાજ ઉપયોગી કાર્યોમાં હમેશા અગ્રેસર રહેવા અનુરોધ કર્યો હતો. કેમ્પના વરિષ્ઠ અધિકારી કર્નલ એસ કે દહિયાએ જણાવ્યું હતું કે, આ પ્રકારના શિબીરો ભવિષ્યના જવાબદાર નાગરિક ઘડવામાં મહત્વનું કામ કરે છે અને લશ્કરી તાલીમમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે પ્ર...

સપ્ટેમ્બર 9, 2024 4:03 પી એમ(PM) સપ્ટેમ્બર 9, 2024 4:03 પી એમ(PM)

views 4

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ દિવસની આંતર-કૉલેજ કબડ્ડી સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ દિવસની આંતર-કૉલેજ કબડ્ડી સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો છે. આ અંગે યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑફ ફિઝિકલ એજ્યુકેશનના નિયામક ડૉ. ચિરાગ પટેલે જણાવ્યું કે, સ્પર્ધામાં પાંચ જિલ્લાની કૉલેજની કુલ 92 ટીમ અને એક હજાર 104 ખેલાડી ભાગ લઈ રહ્યા છે. 11 સપ્ટેમ્બરે વિદ્યાર્થિનીઓની સ્પર્ધાનો પ્રારંભ થશે. સ્પર્ધાના અંતે ભાગ લેનારા ખેલાડીઓમાંથી એક-એક ટીમ પસંદ કરાશે અને તે આંતર યુનિવર્સિટીકક્ષાએ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે

સપ્ટેમ્બર 5, 2024 8:12 પી એમ(PM) સપ્ટેમ્બર 5, 2024 8:12 પી એમ(PM)

views 4

રાજ્ય સરકારની સંસ્થાઓ ખાતે પશુઓમાં સેક્સડ સીમેન ડોઝથી કૃત્રિમ બીજદાન કરવા માટે હાલમાં લેવામાં આવતી ફી ૩૦૦ રૂપિયાથી ઘટાડીને ૫૦ રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો

રાજ્ય સરકારની સંસ્થાઓ ખાતે પશુઓમાં સેક્સડ સીમેન ડોઝથી કૃત્રિમ બીજદાન કરવા માટે હાલમાં લેવામાં આવતી ફી ૩૦૦ રૂપિયાથી ઘટાડીને ૫૦ રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.. પાટણ ખાતે સેક્સડ સીમેન લેબોરેટરીમાં એક સેક્સડ સીમેન ડોઝના ઉત્પાદન માટેનો રાજ્ય સરકારનો પડતર ખર્ચ ૭૧૦ રૂપિયા જેટલો છે.