માર્ચ 11, 2025 7:37 પી એમ(PM) માર્ચ 11, 2025 7:37 પી એમ(PM)

views 3

બલુચિસ્તાનમાં આતંકવાદીઓએ પેશાવર-ક્વેટા જાફર એક્સપ્રેસ પર હુમલો કર્યો- 450થી વધુ મુસાફરોને બંધક બનાવાયા

પાકિસ્તાનમાં, આજે બલુચિસ્તાનના માચ વિસ્તારમાં સશસ્ત્ર આતંકવાદીઓ દ્વારા પેશાવર-ક્વેટા જાફર એક્સપ્રેસ પર હુમલો કરી 450 થી વધુ મુસાફરોને બંધક બનાવાયા છે. આ હુમલામાં છ લશ્કરી કર્મચારીઓ માર્યા ગયા હતા. મીડિયા અહેવાલોમાં બલુચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદને ટાંકીને કહેવાયુ છે કે, બલુચિસ્તાન પ્રાંતના ક્વેટાથી ખૈબર પખ્તુનખ્વાના પેશાવર જઈ રહેલી ટ્રેન પર હુમલા દરમિયાન ભારે ગોળીબાર થયો હતો જેના કારણે તે પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ઘટના દરમિયાન આતંકવાદીઓ દ્વારા મહિલાઓ અને બાળકો સહિત અનેક મુસાફરોને બંધક બના...

ફેબ્રુવારી 14, 2025 6:22 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 6:22 પી એમ(PM)

views 15

પાકિસ્તાનમાં બલુચિસ્તાનના હરનાઈમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 11 કામદારોના મોત થયા અને સાત અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા

પાકિસ્તાનમાં બલુચિસ્તાનના હરનાઈમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 11 કામદારોના મોત થયા અને સાત અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ વિસ્તારમાં અગાઉ પણ બોમ્બ વિસ્ફોટની ઘણી ઘટનાઓ બની છે. આ હુમલાની જવાબદારી કોઈ આતંકવાદી જૂથે સ્વીકારી નથી. જોકે, બલુચિસ્તાનના અલગાવવાદી જૂથ, બલોચ લિબરેશન આર્મી, ભૂતકાળમાં આવા હુમલાઓને અંજામ આપવામાં સક્રિય રહ્યું છે. બલુચિસ્તાન પ્રાંતીય સરકારે આ હુમલાની નિંદા કરી છે અને ઘટનાની તાત્કાલિક...

જાન્યુઆરી 18, 2025 8:56 એ એમ (AM) જાન્યુઆરી 18, 2025 8:56 એ એમ (AM)

views 18

પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને 19 કરોડ પાઉન્ડના અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તેમની પત્ની બુશરા બીબીને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી

પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને 19 કરોડ પાઉન્ડના અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તેમની પત્ની બુશરા બીબીને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.ન્યાયાધીશ નાસિર જાવેદ રાણા દ્વારા અદિયાલા જેલ ખાતેના એક કામચલાઉ કોર્ટરૂમમાં ચુકાદો આપવામાં આવ્યો હતો, જ્યાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.જેલની સજાની સાથે, ઇમરાન ખાન માટે 10 લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ અને તેમની પત્ની માટે 5 લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.ફેબ્રુઆરી 2024 ના આ કેસમાં ...

નવેમ્બર 28, 2024 7:42 પી એમ(PM) નવેમ્બર 28, 2024 7:42 પી એમ(PM)

views 9

પાકિસ્તાને ગત જુલાઇ મહિનામાં આપેલી યાદી મુજબ પાકિસ્તાનની જેલમાં ગુજરાતના આશરે 139 સહિત કુલ 211 ભારતીય માછીમારો છે

પાકિસ્તાને ગત જુલાઇ મહિનામાં આપેલી યાદી મુજબ પાકિસ્તાનની જેલમાં ગુજરાતના આશરે 139 સહિત કુલ 211 ભારતીય માછીમારો છે. વિદેશરાજયમંત્રી કિર્તીવર્ધનસિંહે આજે રાજયસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, ભારતીય તટરક્ષકદળના જહાજ અને વિમાનો આંતરરાષ્ટ્રીય જળસરહદ નજીકના જળવિસ્તારમાં ચાંપતી નજર રાખીને ભારતીય માછીમારોને જરૂરી માર્ગદર્શન આપે છે. વિદેશરાજય મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ભારતે આ અંગેની વિગતો સમયાંતરે અને નિયમિત રીતે આપવા પાકિસ્તાની સત્તાવાળાઓને નિર્દેશ આપ્યો છ...

નવેમ્બર 27, 2024 2:29 પી એમ(PM) નવેમ્બર 27, 2024 2:29 પી એમ(PM)

views 12

પાકિસ્તાનના સુરક્ષા દળોએ ઇસ્લામાબાદમાં ડી-ચોકની આસપાસના વિસ્તારોમાંથી ઇમરાનખાનના સેંકડો ટેકેદારોની ધરપકડ કરી

પાકિસ્તાનના સુરક્ષા દળોએ ઇસ્લામાબાદમાં ડી-ચોકની આસપાસના વિસ્તારોમાંથી ઇમરાનખાનના સેંકડો ટેકેદારોની ધરપકડ કરી હતી જેલમાં બંધ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનના સમર્થકો ઇસ્લામાબાદના ડી-ચોકમાં એકત્રિત થયા હતા અને ઇમરાનખાનની મુક્તિની માંગણી કરી રહ્યાં હતા. ગત મધ્યરાત્રિએ પોલીસે આ તમામ પ્રદર્શનકારીઓને હટાવવાનું શરુ કર્યુ હતું. આ વિસ્તારમાં લાઇટ બંધ કરવામાં આવી હતી અને ટોળાને વિખેરવા માટે સલામતી દળોએ ટીયરગેસ છોડ્યા હતા. ગઈકાલે ઇમરાનખાનની પત્ની બુશરા બીબીની આગેવાની હેઠળ હજારો વિરોધીઓ શહેરના સંવેદનશીલ વિ...

નવેમ્બર 15, 2024 7:21 પી એમ(PM) નવેમ્બર 15, 2024 7:21 પી એમ(PM)

views 10

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં છેલ્લા એક મહિનામાં લગભગ 20 લાખ લોકોએ શ્વાસ સંબંધિત સમસ્યાઓ માટેની તબીબી સારવાર લીધી છે

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં છેલ્લા એક મહિનામાં લગભગ 20 લાખ લોકોએ શ્વાસ સંબંધિત સમસ્યાઓ માટેની તબીબી સારવાર લીધી છે. સ્થાનિક આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, ધુમ્મસને કારણે લોકો શ્વસન, અસ્થમા અને હૃદય સંબંધિત બીમારીઓથી પીડાઈ રહ્યા છે. લાહોર અને મુલતાન વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરો છે.આરોગ્ય વિભાગના ડેટા દર્શાવે છે કે ઓક્ટોબરમાં પંજાબ પ્રાંતમાંથી 19 લાખ 34 હજાર કેસ નોંધાયા હતા, જેમાં 12 લાખ 62 હજાર કેસ એકલા લાહોરમાંથી હતા. ઓક્ટોબરમાં પંજાબ પ્રાંતમાં 5,000 થી વધુ દર્દીઓ સ્ટ્રોકનો શિકાર બન્યા હતા. લાહો...

નવેમ્બર 14, 2024 6:57 પી એમ(PM) નવેમ્બર 14, 2024 6:57 પી એમ(PM)

views 6

પાકિસ્તાનની એક અદાલતે આજે પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને તોશાખાના સંબંધિત અન્ય એક કેસમાં નિર્દોષ છોડવાની અરજીને ફગાવી દીધી છે

પાકિસ્તાનની એક અદાલતે આજે પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને તોશાખાના સંબંધિત અન્ય એક કેસમાં નિર્દોષ છોડવાની અરજીને ફગાવી દીધી છે. ખાસ ન્યાયાધીશ, સેન્ટ્રલ ઇસ્લામાબાદ દ્વારા સુનાવણી દરમિયાન તેમની વિનંતીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે આવતા સપ્તાહે સોમવારે તેમની સામે ઔપચારિક રીતે આરોપો ઘડવામાં આવશે. ઈમરાન અને તેની પત્ની પર સત્તામાં રહીને સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને સરકારી ભેટો રાખવા અને વેચવાનો આરોપ છે. જો કે, તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે આ આરોપોને નકારી કાઢ્...

સપ્ટેમ્બર 29, 2024 10:33 એ એમ (AM) સપ્ટેમ્બર 29, 2024 10:33 એ એમ (AM)

views 33

પાકિસ્તાનની સરહદ પાર આતંકવાદની નીતિ ક્યારેય સફળ નહીં થાય : ડૉ. એસ. જયશંકર

પાકિસ્તાનની સરહદ પાર આતંકવાદની નીતિ ક્યારેય સફળ નહીં થાય અને તેના નિશ્ચિત પરિણામો આવશે તેમ વિદેશમંત્રી ડૉ. એસ જયશંકરે જણાવ્યું છે. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના 79માં સત્રને સંબોધન કરતા તેમણે આ વાત કહી. ડૉ. જયશંકરે જણાવ્યું કે બંને દેશો વચ્ચે ઉકેલવા માટેના મુદ્દાઓમાં પાકિસ્તાન દ્વારા ગેરકાયેદસર ભારતીય વિસ્તારનો કબ્જો તેમજ આતંકવાદમાં તેની સંડોવણીને બંધ કરવા જેવા મુદ્દાઓ સામેલ છે. વિદેશમંત્રીએ પાડોશી દેશની ટીકા કરતા કહ્યું કે પાકિસ્તાનના દુષ્કૃત્યોથી અન્ય પાડોશી દેશોને પણ અસર થઈ છે. તેમણ...

ઓગસ્ટ 27, 2024 2:32 પી એમ(PM) ઓગસ્ટ 27, 2024 2:32 પી એમ(PM)

views 9

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં હિંસાની વિવિધ ઘટનાઓમાં 70 થી વધુ લોકોનો મોત નિપજ્યાં

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં હિંસાની વિવિધ ઘટનાઓમાં 70 થી વધુ લોકોનો મોત નિપજ્યાં છે. મીડિયાના અહેવાલ અનુસાર, લાસબેલા જિલ્લાના બેલા શહેરમાં મુખ્ય હાઇવે પર વાહનો પર કરવામાં આવેલા હુમલામાં 14 સૈનિકો અને પોલીસ કર્મચારીઓ સહિત 21 આતંકવાદીઓ માર્યા ગયા હતા. અન્ય એક ઘટનામાં, હથિયારબંધ માણસોએ મુસાખેલ જિલ્લામાં આંતર-પ્રાંતીય ધોરીમાર્ગ પરથી પસાર થતી ટ્રક અને બસમાંથી મુસાફરોને નીચે ઉતારી તેમની ઓળખ તપાસી અને પછી તેમના પર ગોળીબાર કર્યો હતો જેમાં 23 લોકો માર્યા ગયા છે. કલાતમાં, પોલીસ ચોકી અને હાઇવે પર થયેલ...

ઓગસ્ટ 26, 2024 3:34 પી એમ(PM) ઓગસ્ટ 26, 2024 3:34 પી એમ(PM)

views 9

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં મુસખેલ જિલ્લામાં બંદૂકધારીઓએ 23 લોકોની હત્યા કરી

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં મુસખેલ જિલ્લામાં બંદૂકધારીઓએ 23 લોકોની હત્યા કરી છે. હૂમલાખોરોએ ટ્રક અને બસમાંથી પ્રવાસીઓની ઓળખ પૂછીને ગોળીબાર કર્યો હતો. આસિસ્ટન્ટ કમિશનર મુસાખાલી નજીક કાકરે જણાવ્યું કે, સશસ્ત્ર હૂમલાખોરોએ મુસખેલમાં ધોરી માર્ગમાં અવરોધ ઊભો કરીને ટ્રકો અને બસમાંથી પ્રવાસીને નીચે ઉતાર્યા હતા અને તેમનાં પર ગોળીબાર કર્યો હતો. મૃતકો પાકિસ્તાનના પંજાબ પ્રાંતના હતા. માધ્યમોના અહેવાલ પ્રમાણે સશસ્ત્ર દળોએ 10 વાહનોને પણ આગ ચાંપી હતી.