જાન્યુઆરી 21, 2025 8:13 પી એમ(PM) જાન્યુઆરી 21, 2025 8:13 પી એમ(PM)

views 2

પશ્ચિમ બંગાળ સરકારે કોલકાતા હાઇકોર્ટમાં આરજી કર દુષ્કર્મ અને હત્યા કેસમાં દોષિત સંજય રોયને મૃત્યુદંડની સજાની માંગ કરી

પશ્ચિમ બંગાળ સરકારે આજે કોલકાતા હાઇકોર્ટમાં આરજી કર બળાત્કાર અને હત્યા કેસમાં દોષિત સંજય રોયને મૃત્યુદંડની સજાની માંગ કરી છે.કોલકાતાના સિયાલદાહની સેશન્સ કોર્ટે ગઈકાલે આ કેસમાં સંજય રોયને આજીવન કેદની સજા ફટકારી હતી.કોર્ટે રાજ્ય સરકારને પીડિતાના પરિવારને 17 લાખ રૂપિયા આપવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

ઓક્ટોબર 10, 2024 3:01 પી એમ(PM) ઓક્ટોબર 10, 2024 3:01 પી એમ(PM)

views 4

પશ્ચિમ બંગાળમાં વિરોધ પ્રદર્શન કરી રહેલાં જુનિયર ડોક્ટરોની રાજ્ય સરકાર સાથેની મંત્રણા નિષ્ફળ ગઈ છે

પશ્ચિમ બંગાળમાં વિરોધ પ્રદર્શન કરી રહેલાં જુનિયર ડોક્ટરોની રાજ્ય સરકાર સાથેની મંત્રણા નિષ્ફળ ગઈ છે. ગઇ કાલે રાજ્ય સરકારનાં વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠક બાદ જુનિયર ડોક્ટરોએ આ મંત્રણાને નિરાશાજનક ગણાવી હતી. ડોક્ટરોએ આરોપ લગાવ્યો કે તેમને રાજ્ય સરકાર પાસેથી મૌખિક આશ્વાસન સિવાય કોઈ નક્કર જવાબ નથી મળ્યો. તેમણે જણાવ્યું કે સરકારે મેડિકલ કોલેજ પરિસરમાં તેમની સલામતીની માંગ પર લેખિત નિર્દેશ આપવાનો ઇનકાર કર્યો છે.

સપ્ટેમ્બર 13, 2024 2:28 પી એમ(PM) સપ્ટેમ્બર 13, 2024 2:28 પી એમ(PM)

views 3

આરજી કર હોસ્પિટલની ઘટના બાદ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે મુખ્યમંત્રી મમતા બેનર્જીના સામાજિક બહિષ્કારની જાહેરાત કરી

આરજી કર હોસ્પિટલની ઘટના બાદ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસે, મુખ્યમંત્રી મમતા બેનર્જીના સામાજિક બહિષ્કારની જાહેરાત કરી છે. રાજ્યપાલે ગુરુવારે સાંજે એક વિડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, તેઓ હવે કોઈપણ જાહેર કે સરકારી મંચ પર મુખ્યમંત્રીની સાથે નહીં જાય.રાજ્યપાલે કહ્યું,રાજ્યપાલ તરીકે હું મારી આંખો બંધ ના કરી શકું.બંગાળના લોકો સાથે ઉભા રહીને મેં નિર્ણય કર્યો છે કે, હું મુખ્યમંત્રીનો સામાજિક બહિષ્કાર કરીશ. જો મુખ્યમંત્રી કોઈપણ સરકારી કાર્યક્રમમાં હાજર રહેશે તો હું ત્યાં નહીં જઈશ.દરમિયાન આરોગ્ય...

ઓગસ્ટ 15, 2024 2:27 પી એમ(PM) ઓગસ્ટ 15, 2024 2:27 પી એમ(PM)

views 3

પશ્ચિમ બંગાળમાં મેડિકલ કોલેજના એક ડૉક્ટર સાથે થયેલ દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં સમાજના વિવિધ વર્ગના લોકો એ જાહેર પ્રદર્શન કર્યું

પશ્ચિમ બંગાળમાં મેડિકલ કોલેજના એક ડૉક્ટર સાથે થયેલ દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં સમાજના વિવિધ વર્ગના લોકો એ જાહેર પ્રદર્શન કર્યું હતું.. ગઈકાલે મધ્યરાત્રિએ મેડિકલ કોલેજની બહાર વિરોધ કરતાં લોકો ઉપર અસામાજિક તત્ત્વોએ હુમલો કર્યો હતો અને મેડિકલ કોલેજના ઘણા સાધનોને નુકશાન પહોંચાડ્યું હતું. સ્થિતિને કાબૂમાં લેતી વખતે કોલકાતા પોલીસના ડેપ્યુટી કમિશનર સહિત ઘણા પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થતાં પોલીસે અનેક ધરપકડ કરી હતી.