સપ્ટેમ્બર 2, 2024 3:31 પી એમ(PM) સપ્ટેમ્બર 2, 2024 3:31 પી એમ(PM)

views 6

જામનગર જિલ્લા પંચાયતની પશુપાલન શાખાની 12 ટીમે ફિલ્ડમાં જઈને પશુઓનું રસીકરણ હાથ ધર્યું

તાજેતરમાં ભારે વરસાદને કારણે પશુઓના આરોગ્ય ઉપર વિપરિત અસર પડી છે. જામનગર જિલ્લા પંચાયતની પશુપાલન શાખાની 12 ટીમે ફિલ્ડમાં જઈને પશુઓનું રસીકરણ હાથ ધર્યું છે. પશુપાલન શાખાના કર્મચારીઓ દ્વારા કૃમિનાશક દવાનું વિતરણ હાલમાં કરવામાં આવી રહ્યું છે. જિલ્લા પંચાયતના પશુ ડૉક્ટર્સની ટીમો દ્વારા રસીકરણ, પશુ સારવાર તેમજ પશુ મૃત્યુ સર્વેક્ષણની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.