માર્ચ 28, 2025 6:31 પી એમ(PM)

views 12

છોટાઉદેપુર જિલ્લામાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશિપ- CGMS ની પરીક્ષા હવે ૧૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ યોજાશે

જિલ્લા શિક્ષણાધિકારી, છોટાઉદેપુરની યાદીમાં જણાવાયું છે કે છોટાઉદેપુર જિલ્લામાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશિપ- CGMS ની પરીક્ષા આવતીકાલે યોજાવાની હતી. જે ૧૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ શનિવારે યોજાશે. આ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ દ્વારા અગાઉ ફોર્મ ભરવામાં આવ્યા છે તે વિદ્યાર્થીઓએ ફરી ફોર્મ ભરવાના રહેશે નહિ. માત્ર આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ ૯માં પ્રવેશ પણ આ મેરીટને આધારે ફાળવવાને કારણે કોઈ વિદ્યાર્થીએ અગાઉ ફોર્મ ભરેલ નથી તે ૭ એપ્રિલ ૨૦૨૫ સુધી ફોર્મ ભરી શકશે

ફેબ્રુવારી 18, 2025 9:54 એ એમ (AM)

views 55

રાજ્યમાં ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષાનું સમયપત્રક જાહેર

રાજ્યની તમામ માધ્યમની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓનાં ધોરણ ત્રણથી ધોરણ 8 સુધીનાં વિદ્યાર્થીઓની દ્વિતીય સત્રાંત પરીક્ષા 7 એપ્રિલથી 25 એપ્રિલ દરમિયાન યોજાશે. સમગ્ર રાજ્યની શાળાઓમાં એકસૂત્રતા રહે તે માટેનું સમાન સમયપત્રક જારી કરવામાં આવ્યું છે. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આ પરીક્ષા માટે ધોરણવાર અને વિષયવાર પરિરૂપ રાજ્યકક્ષાએથી તૈયાર કરીને તમામ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનને આપવામાં આવ્યું છે.

ફેબ્રુવારી 14, 2025 6:46 પી એમ(PM)

views 11

આવતીકાલથી દેશભરમાં ધો.10-12ની CBSE બોર્ડની પરીક્ષામાં  44 લાખ જેટલા વિદ્યાર્થીઓ અલગ-અલગ 204 જેટલા વિષયોમાં પરીક્ષા આપશે

આવતીકાલથી દેશભરમાં ધો.10-12ની CBSE બોર્ડની પરીક્ષામાં  44લાખ જેટલા વિદ્યાર્થીઓ અલગ-અલગ 204 જેટલા વિષયોમાં પરીક્ષા આપશે.પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે. જેનો સમય સવારે 10.30થી 1.30 વાગ્યાનો છે.આ વર્ષથી તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી મોનિટરિંગ ઓફિસર મૂકવાનો નવો નિયમ બનાવવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રમાં 240 વિદ્યાર્થીઓ અથવા 10 ક્લાસરૂમ વચ્ચે એક સીસીટીવી મોનિટરિંગ ઓફિસરને ફરજ સોંપવામાં આવશે. રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં 48 પરીક્ષા કેન્દ્રો ઉપર સીબીએસઈની પરીક્ષા શરૂ થશે. જેમાં ધ...

ફેબ્રુવારી 6, 2025 7:46 પી એમ(PM)

views 11

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12ની મુખ્ય પરીક્ષા 27મી ફેબ્રુઆરીથી શરૂ થશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12ની મુખ્ય પરીક્ષા 27મી ફેબ્રુઆરીથી શરૂ થશે. આ પરીક્ષાના સંચાલન માટે ઝોન મુજબ પરીક્ષા કેન્દ્ર, કેન્દ્રવાર પરીક્ષાર્થીઓ, બ્લોક બિલ્ડીંગની સંખ્યા, વિષયવાર નોંધાયેલા પરીક્ષાર્થીઓ વગેરેની માહિતી અને જિલ્લા કક્ષાની કામગીરીની વિગતો ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેના માટે બોર્ડ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જે બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પ્રસિદ્ધ કરવામાં આવી છે.

ડિસેમ્બર 27, 2024 7:18 પી એમ(PM)

views 18

રાજ્યમાં આ રવિવારે કંડક્ટર કક્ષાની OMR આધારિત લેખિત પરીક્ષા યોજાશે

રાજ્યમાં આ રવિવારે કંડક્ટર કક્ષાની OMR આધારિત લેખિત પરીક્ષા યોજાશે. આ પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા અનુસૂચિત જાતિ- SC અને અનુસૂચિત જનજાતિ- STના ઉમેદવારોને આવવા જવા માટે ગુજરાત એસ. ટી. નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તે મુજબ SC, ST વર્ગના ઉમેદવારોને વિનામૂલ્યે પરીક્ષા કેન્દ્ર સુધી લાવવા અને લઈ જવા સુવિધા અપાશે. તેમજ ઉમેદવારોને કોઈ અગવડ ન પડે તે માટે તમામ વિભાગને સૂચના આપવામાં આવી છે એમ એસ. ટી. નિગમની યાદીમાં જણાવાયું છે.

જુલાઇ 26, 2024 9:25 એ એમ (AM)

views 20

28મી એ પેટા હિસાબનીશ અને હિસાબનીશની પરીક્ષા લેવાશે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી 28 જૂલાઈના રોજ યોજાનાર પેટા હિસાબનીશ તથા હિસાબનીશની ભરતી પરીક્ષા રાબેતા મુજબ લેવાશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે સોશિયલ મીડિયામાં માહિતી આપતાં જણાવ્યું કે, હવામાન ખાતાની માહિતી મુજબ 28 જુલાઇ સુધીમાં વરસાદ પ્રમાણસર હોવાથી પરીક્ષા 28 જુલાઈએ લેવાશે. જો કે, વરસાદના કારણે જો બસ અને રેલવે સેવા પ્રભાવિત થાય તો પરીક્ષા મોકુફ રાખવા અંગે નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હિસાબનીશ તથા પેટા હિસાબનીશની 266 જગ્યાઓ માટે ત્રણ તબક્કામાં ભરતી પરીક્ષા...