માર્ચ 5, 2025 7:23 પી એમ(PM) માર્ચ 5, 2025 7:23 પી એમ(PM)

views 1

પંજાબના અમૃતસરનાં જંડિયાલાના એક ગામમાંથી પોલીસે 23 કિલો હેરોઈન જપ્ત કર્યું

પંજાબના અમૃતસરનાં જંડિયાલાના એક ગામમાંથી પોલીસે 23 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. પોલીસ ઉપ મહાનિરીક્ષક સતિન્દર સિંહે જણાવ્યું હતું કે અગાઉથી મળેલી માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને 23 જેટલા હેરોઇનનાં પેકેટ મળી આવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોલીસે આરોપીને પકડવા માટે તપાસ હાથ ધરી છે.

ફેબ્રુવારી 25, 2025 8:16 પી એમ(PM) ફેબ્રુવારી 25, 2025 8:16 પી એમ(PM)

views 3

પંજાબમાં, ગેરકાયદેસર ટ્રાવેલ એજન્ટો સામે દિવસભર રાજ્ય સ્તરીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

પંજાબમાં, ગેરકાયદેસર ટ્રાવેલ એજન્ટો સામે દિવસભર રાજ્ય સ્તરીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 1,274 ઇમિગ્રેશન કંપનીઓ સામે દરોડા પાડવામાં આવ્યા હતા. ડિફોલ્ટરો શોધી કાઢનારા સાત ટ્રાવેલ એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે. આ કામગીરીનું નિરીક્ષણ કરનારા સ્પેશિયલ ડીજીપી કાયદો અને વ્યવસ્થા, અર્પિત શુક્લાએ ખુલાસો કર્યો હતો કે ગેરકાયદેસર ટ્રાવેલ એજન્ટો સામે 24 ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ પણ નોંધવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે તમામ જિલ્લાના પોલીસ વડાઓને તેમના સંબંધિત અધિકારક્ષેત્રોમાં તમામ ઇમિગ્રેશન અને ટ્રાવેલ એજન્...

ફેબ્રુવારી 14, 2025 7:24 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 7:24 પી એમ(PM)

views 3

પંજાબ પોલીસે અમૃતસર જઈ રહેલા ડ્રગ તસ્કર પાસેથી 30 કિલો હેરોઈન જપ્ત કર્યું

પંજાબ પોલીસે અમૃતસર જઈ રહેલા ડ્રગ તસ્કર પાસેથી 30 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. આ વર્ષે રાજ્યમાં હેરોઈનની આ સૌથી મોટી જપ્તી છે. પોલીસ મહાનિર્દેશકગૌરવ યાદવે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપીઓએ ડ્રોન દ્વારા સરહદ  પારથી આ ડ્રગ મેળવ્યું હતું. દાણચોરીના નેટવર્ક અંગે આરોપીને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

ફેબ્રુવારી 14, 2025 2:28 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 2:28 પી એમ(PM)

views 2

પંજાબ સરકારે એસિડ હુમલાના પીડિતોને નાણાકીય સહાય આપવાની યોજનાનાં સુધારો કર્યો

પંજાબ સરકારે એસિડ હુમલાના પીડિતોને નાણાકીય સહાય આપવાની યોજનાનાં સુધારો કર્યો છે. હવેથી મહિલાઓ ઉપરાંત પુરુષો અને ટ્રાન્સજેન્ડર્સ પિડીતોને પણ યોજનામાં સમાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, માસિક નાણાકીય સહાય 8000 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. ગઈકાલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ યોજનાનું નામ બદલીને 'પંજાબ ફાઇનાન્સિયલ આસિસ્ટન્સ ટુ એસિડ વિક્ટિમ સ્કીમ 2024' રાખવામાં આવ્યું છે.

જાન્યુઆરી 31, 2025 7:28 પી એમ(PM) જાન્યુઆરી 31, 2025 7:28 પી એમ(PM)

views 5

પંજાબના ફિરોઝપુરમાં આજે સવારે ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 12 લોકોનાં મૃત્યુ થયા છે અને નવને ઇજા થઈ

પંજાબના ફિરોઝપુરમાં આજે સવારે ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 12 લોકોનાં મૃત્યુ થયા છે અને નવને ઇજા થઈ છે. પાંચ લોકોનાં ઘટના સ્થળે અને બાદમાં ગંભીર ઇજાને કારણેસાત લોકોનાં મૃત્યુ થયા છે. ઇજાગ્રસ્તોને ફીરોઝપુર અને ફરિદકોટમાં વિવિધ હોસ્પિટલોમાંદાખલ કરવામાં આવ્યા છે. પોલિસ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે 20 પ્રવાસીને લઈને જઈ રહેલી પિક અપ વાન ટ્રકસાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. તમામ પ્રવાસીઓ કોઈ પ્રસંગમાં વેઇટર તરીકેનુંકામ કરવા જઈ રહ્યા હતા. રાજ્ય સરકારે મૃતકનાં નજીકનાં સગાને બે લાખ રૂપિયાનુ વળતરઆપવાની જાહેરાત ...

જાન્યુઆરી 23, 2025 2:05 પી એમ(PM) જાન્યુઆરી 23, 2025 2:05 પી એમ(PM)

views 5

પંજાબમાં, સરહદ સુરક્ષા દળ અને પંજાબ પોલીસે અમૃતસર અને ફાઝિલ્કાના સરહદી જિલ્લાઓમાં સંયુક્ત કાર્યવાહી દરમિયાન એક ભારતીય દાણચોરની ધરપકડ કરી છે

પંજાબમાં, સરહદ સુરક્ષા દળ અને પંજાબ પોલીસે અમૃતસર અને ફાઝિલ્કાના સરહદી જિલ્લાઓમાં સંયુક્ત કાર્યવાહી દરમિયાન એક ભારતીય દાણચોરની ધરપકડ કરી છે. તેની પાસેથી માદક પદાર્થ , બે ડ્રોન અને ચાર પિસ્તોલ મળી આવ્યા હતા. અમારા જલંધરના પ્રતિનિધિને BSFના સૂત્રોએ જણાવ્યું છે કે, ગુપ્ત માહિતીના આધારે તેઓએ આ કાર્યવાહી કરી હતી. જેના પરિણામે એક દાણચોરની ધરપકડ કરવામાં આવી હતી અને સરહદ પારથી દાણચોરી કરાયેલા શસ્ત્રો અને ડ્રોન જપ્ત કરવામાં આવ્યા હતા.

ડિસેમ્બર 30, 2024 6:32 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 6:32 પી એમ(PM)

views 3

પંજાબમાં ખેડૂત સગંઠનો દ્વારા પાક માટે ટેકાના ભાવની કાયદેસર ગેરંટીની માંગને લઈને બંધનું એલાન આપવામાં આવ્યું

પંજાબમાં ખેડૂત સગંઠનો દ્વારા પાક માટે ટેકાના ભાવની કાયદેસર ગેરંટીની માંગને લઈને બંધનું એલાન આપવામાં આવ્યું હતું .જે શાંતિપૂર્ણ રીતે પૂરું થયું છે.આ બંેધના કારણે રેલવે અને રસ્તાઓ ઉપકરનો  ટ્રાફિક ખોરવાયો હતો અને સામાન્ય લોકોને મુશ્કેલી પડી હતી. જો કે, એમ્બ્યુલન્સ સહિત ની ઇમરજન્સી સેવાઓ કાર્યરત  રહી હતી. હવે વાહનવ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવ્યો છે.

ડિસેમ્બર 26, 2024 2:10 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 2:10 પી એમ(PM)

views 1

પંજાબના પાણી પૂરવઠા અને સ્વચ્છતા મંત્રી હરદીપસિંહ મુંડિયાને કહ્યું કે,પંજાબ દેશનું પાંચમું એવું રાજ્ય બન્યું છે

પંજાબના પાણી પૂરવઠા અને સ્વચ્છતા મંત્રી હરદીપસિંહ મુંડિયાને કહ્યું કે,પંજાબ દેશનું પાંચમું એવું રાજ્ય બન્યું છે, જેણે ગ્રામીણ ઘરોમાં 100 ટકા પાઈપથી પાણી પૂરવઠાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. કેન્દ્ર સરકારની યોજના ‘હર ઘર જલ’ અંતર્ગત આ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. તેમણે કહ્યું, રાજ્યના એક હજાર 706 ગામમાં પાણીની અછતને દૂર કરવા 2 હજાર 174 કરોડ રૂપિયાના ખર્ચથી 15 મુખ્ય નહેર જળ પરિયાજનાઓ ચાલી રહી છે. આ પરિયોજનાઓથી અંદાજે 25 લાખ વસતિ અને ચાર લાખ પરિવારોને પીવાનું શુદ્ધ પાણી મળશે. શ્રી સિંહે કહ્યું, સ્વચ્છ ભ...