ફેબ્રુવારી 13, 2025 7:51 પી એમ(PM)

views 10

પંચમહાલના શહેરાની સરકારી વિનયન કૉલેજ ખાતે આપત્તિ વ્યવસ્થાપન અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો

પંચમહાલના શહેરાની સરકારી વિનયન કૉલેજ ખાતે આપત્તિ વ્યવસ્થાપન અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને આગ સલામતી, પ્રાથમિક સારવારની તાલીમ, સર્પ દંશ અને મધમાખી દંશ અંગેની તાલીમ અને જાણકરી અપાઈ હતી. આ કાર્યક્રમમાં કૉલેજના N.S.S સહિતના અંદાજે કુલ ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ, કૉલેજના પ્રાધ્યાપક તથા અન્ય સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.

જાન્યુઆરી 4, 2025 8:43 એ એમ (AM)

views 11

પંચમહોત્સવ અંતર્ગત બાળકો માટે નેચર ટ્રેઈલ યોજાઈ

પંચમહાલમાં પંચમહોત્સવના બીજા દિવસે ગઇકાલે હાલોલ પ્રાંત અધિકારી અને વન વિભાગના કર્મચારીઓ દ્વારા બાળકો માટે નેચર ટ્રેઇલ યોજવામાં આવી હતી. અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે, આ નેચર ટ્રેઇલમાં જેપુરા પ્રાથમિક શાળાના બાળકોને માંડવી ઇકો ટુરીઝમ સાઈટ ખાતે આવેલા બટર ફ્લાય બગીચાની મુલાકાત કરાવવામાં આવી હતી. તેમજ વન વિભાગના અધિકારી દ્વારા બાળકોને વિલુપ્ત થવાના આરે રહેલા પ્રાણીઓ અને વનસ્પતિઓ તેમજ પ્રકૃતિના જતન અંગે માહિતી આપવામાં આવી હતી.

ડિસેમ્બર 19, 2024 4:12 પી એમ(PM)

views 9

પંચમહાલ જિલ્લામાં પૂરવઠા વિભાગે 73 બનાવટી રાશનકાર્ડ ધારકોના નામે સરકારી અનાજનું બારોબાર વેચાણ કરવાનું કૌભાંડ પકડી પાડ્યું છે

પંચમહાલ જિલ્લામાં પૂરવઠા વિભાગે 73 બનાવટી રાશનકાર્ડ ધારકોના નામે સરકારી અનાજનું બારોબાર વેચાણ કરવાનું કૌભાંડ પકડી પાડ્યું છે. પંચમહાલના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે, ‘આઠ ફેબ્રુઆરી 2024એ ગોધરાણી ધી નવયુગ ગ્રાહક સહકારી મંડળી લિમિટેડની રાહતદરના અનાજની દુકાન પર પૂરવઠા વિભાગની ટુકડીએ તપાસ કરી હતી. દરમિયાન 73 બનાવટી રાશનકાર્ડ મળ્યા હતા. આ રાશનકાર્ડના આધારે સરકારી અનાજનું વેચાણ થતું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. પૂરવઠા વિભાગે 2011થી જાન્યુઆરી 2024 સુધીમાં મળવાપાત્ર અનાજની બજાર ભાવ કરતા...

ડિસેમ્બર 12, 2024 7:41 પી એમ(PM)

views 8

પંચમહાલ જિલ્લાના 06 વર્ષથી 60 વર્ષની વયજૂથના લોકો માટે કલા મહાકુંભ 2024-25 યોજાશે

પંચમહાલ જિલ્લાના 06 વર્ષથી 60 વર્ષની વયજૂથના લોકો માટે કલા મહાકુંભ 2024-25 યોજાશે. રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ- ગાંધીનગર તથા કમિશનર તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી- ગાંધીનગર દ્વારા આયોજીત આ કળા મહાકુંભમાં 6 થી 14 વર્ષ, 15 થી 20 વર્ષ, 21 થી 59 વર્ષ અને 60 વર્ષથી ઉપર એમ ચાર કેટેગરીમાં સ્પર્ધા યોજાશે

ડિસેમ્બર 10, 2024 10:12 એ એમ (AM)

views 9

પંચમહાલ જિલ્લાના રામપુરા ખાતે યોજાયેલા ઔદ્યોગિક ભરતી મેળામાં 314 ઉમેદવારોની પસંદગી કરાઈ

પંચમહાલ જિલ્લાના રામપુરા ખાતે યોજાયેલા ઔદ્યોગિક ભરતી મેળામાં 314 ઉમેદવારોની પસંદગી કરાઈ છે. અમારા પ્રતિનિધી જણાવે છે કે, જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આયોજીત આ મેળામાં 382 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 9 નોકરીદાતાઓ દ્વારા 314 ઉમેદવારોની સ્થળ પર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.

ડિસેમ્બર 8, 2024 8:21 એ એમ (AM)

views 8

પંચમહાલ જિલ્લામાં ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાના અસરકારક અમલીકરણ કરવાના હેતુથી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેકટર એચ.ટી.મકવાણાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

પંચમહાલ જિલ્લામાં 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાના અસરકારક અમલીકરણ કરવાના હેતુથી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેકટર એચ.ટી.મકવાણાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં મધ્યાહન ભોજન યોજનાના નાયબ મામલતદાર અને સુપરવાઇઝર તથા સંબંધિત અધિકારીઓને યોજનાના સફળ અમલીકરણ માટે નાયબ કલેકટર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. નોંધનીય છે કે, રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકા થી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપર...

નવેમ્બર 14, 2024 7:12 પી એમ(PM)

views 13

પંચમહાલ જિલ્લામાં પ્રસિદ્ધ તાજપુરા નારાયણધામ આશ્રમ ખાતે આવતીકાલે યોજાનાર અન્નકૂટ ના તહેવારમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોઈ વાહન વ્યવહાર અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે એક જાહેરનામું બહાર પાડ્યુ

પંચમહાલ જિલ્લામાં પ્રસિદ્ધ તાજપુરા નારાયણધામ આશ્રમ ખાતે આવતીકાલે યોજાનાર અન્નકૂટ ના તહેવારમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોઈ વાહન વ્યવહાર અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે એક જાહેરનામું બહાર પાડ્યુ છે. આવતીકાલે હાલોલ તાલુકાના વાંસેતી ગામની ચોકડીથી તાજપુરા નારાયણધામ આશ્રમ સુધી ફકત આવવા માટે તેમજ તાજપુરા નારાયણધામ આશ્રમથી ઘોડી ગામ થઈ હાલોલ/વડોદરા તરફ ફકત પરત જવા માટે ગોપીપુરા ચોકડી સુધીનો રસ્તો એકતરફી રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.