ઓગસ્ટ 6, 2024 7:16 પી એમ(PM)

views 20

રોજગાર સાથે જોડાયેલી પ્રોત્સાહન યોજના – ELI હેઠળ દેશમાં બે વર્ષમાં 2 કરોડથી વધુ નોકરીઓનું સર્જન કરવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક

રોજગાર સાથે જોડાયેલી પ્રોત્સાહન યોજના - ELI હેઠળ દેશમાં બે વર્ષમાં 2 કરોડથી વધુ નોકરીઓનું સર્જન કરવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ELI યોજનાના અમલીકરણ અંગે બેઠકના અધ્યક્ષસ્થાનેથી આ વાત કરી હતી. શ્રી માંડવિયાએ કેન્દ્રીય બજેટ 2024-25માં જાહેર કરાયેલી 'રોજગાર સાથે સંબંધિત પ્રોત્સાહન' ELI યોજના ઝડપથી અમલમાં મૂકવાની સૂચના આપી હતી. રોજગારીના સર્જનને સરળ બનાવવા અને નોકરીદાતાઓ અને કર્મચારીઓને પ્રોત્સાહન આપતી ELI યોજનાનો લાભ યોગ્ય લાભાર્થીઓ સુધી પહોં...

જુલાઇ 29, 2024 2:42 પી એમ(PM)

views 19

દેશમાં નોકરીઓની કોઈ અછત નથી :શ્રમ અને રોજગાર મંત્રી ડૉ.મનસુખ માંડવિયા

શ્રમ અને રોજગાર મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ આજે જણાવ્યું હતું કે દેશમાં નોકરીઓની કોઈ અછત નથી અને વર્તમાન સરકારના નીતિવિષયક પગલાંને કારણે દેશમાં બેરોજગારીનો દર ઘટીને 3.2 ટકા થયો છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પ્રશ્નોના જવાબ આપતા મંત્રીએ આશા વ્યક્ત કરી કે આગામી વર્ષોમાં બેરોજગારીનો દર 3 ટકાથી નીચે આવી જશે. આ વર્ષના કેન્દ્રીય બજેટની પ્રશંસા કરતા ડૉ.માંડવિયાએ કહ્યું કે, પ્રધાનમંત્રીનું પેકેજ પાંચવર્ષના સમયગાળામાં ચાર કરોડથી વધુ યુવાનોને રોજગાર અને કૌશલ્યની તકો પ્રદાન કરશે.તેમણે કહ્યું કે, લક્ષ્ય હાંસ...