સપ્ટેમ્બર 13, 2024 9:45 એ એમ (AM) સપ્ટેમ્બર 13, 2024 9:45 એ એમ (AM)

views 6

બ્રસેલ્સમાં આજથી શરૂ થતી 2024 ડાયમંડ લીગ ફાઇનલમાં ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપડા અને સ્ટીપલચેઝ રનર અવિનાશ સાબલે ભારતનું પ્રતિનિધિત્વ કરશે

બેલ્જિયમના બ્રસેલ્સમાં આજથી શરૂ થતી ડાયમંડ લીગ 2024ની ફાઇનલમાં પેરિસ ઓલિમ્પિક્સના રજતચંદ્રક વિજેતા ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપડા અને સ્ટીપલચેઝ રનર અવિનાશ સાબલે ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ વર્ષની ડાયમંડ લીગની અંતિમ સ્પર્ધા આલિયાન્ઝ મેમોરિયલ વેન ડેમેમાં ટોચના એથ્લેટ્સ તેમની રમતમાં જીત મેળવવા મેદાનમાં ઉતરશે. આજે ભારતીય સ્ટીપલ ચેઝર અવિનાશ સાબલે ડાયમંડ લીગની ફાઈનલમાં પદાર્પણ કરશે. હાલમાં 14મા ક્રમે રહેલા સાબલેને મજબૂત સ્પર્ધકોનો સામનો કરવો પડશે. આવતીકાલે બીજા દિવસે, નીરજ ચોપડા ભાલા ફેંકની ફાઇનલમાં ભાગ...

ઓગસ્ટ 23, 2024 8:24 એ એમ (AM) ઓગસ્ટ 23, 2024 8:24 એ એમ (AM)

views 3

સ્વીટ્ઝરલેન્ડના લુસાનેમાં આયોજીત ડાયમંડ લીગ ચેમ્પિયનશીપમાં નીરજ ચોપડા પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં બીજા સ્થાને રહ્યા.

સ્વીટ્ઝરલેન્ડના લુસાનેમાં આયોજીત ડાયમંડ લીગ ચેમ્પિયનશીપમાં નીરજ ચોપડા પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં બીજા સ્થાને રહ્યા.નીરજે આ સિઝનનો સર્વશ્રેષ્ઠ 89.48 મીટર સુધી ભાલો ફેંક્યો હતો.જ્યારે પીટર્સ એન્ડરસેન 90.61 મીટર સાથે પ્રથમ ક્રમાંકે રહ્યા હતા. નીરજ ચોપડા પાંચમી વાર ડાયમંડ લીગમાં ભાગ લઈ રહ્યા છે.