ઓગસ્ટ 1, 2024 1:55 પી એમ(PM) ઓગસ્ટ 1, 2024 1:55 પી એમ(PM)

views 4

મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે નીટ યુજીનું કાઉન્સેલિંગ 14 ઓગસ્ટથી શરૂ થશે

કાઉન્સેલિંગ MBBS, BDS, BHMS, BAMS, જેવા મેડિકલ અભ્યાસક્રમો માટે લેવાયેલી નીટ-યુજી માટેનું કાઉન્સેલિંગ 14 ઓગસ્ટથી શરૂ થશે. નેશનલ મેડિકલ કાઉન્સિલના સચિવ બી શ્રીનિવાસે જણાવ્યું કે, કાઉન્સેલિંગની પ્રક્રિયા બે મહિના સુધી ચાલુ રહેશે. ચાર તબક્કામાં કાઉન્સેલિંગ યોજવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ઉપલબ્ધ ડેટા અનુસાર કાઉન્સેલિંગ કરવામાં આવશે. શ્રીનિવાસે જણાવ્યું કે, દેશભરની લગભગ 710 મેડિકલ કોલેજોમાં લગભગ 1 લાખ 10 હજાર MBBS બેઠકોની ફાળવણી માટે કાઉન્સેલિંગ થશે. આ ઉપરાંત,આયુષ અને નર્સિંગની બેઠકો અને ...

જુલાઇ 22, 2024 2:20 પી એમ(PM) જુલાઇ 22, 2024 2:20 પી એમ(PM)

views 5

સર્વોચ્ચ અદાલતે નીટ યૂજી પેપર લીક મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સીને સવાલો પૂછ્યા

નીટ-યુજી કથિત પેપર ગેરરીતિ મામલે સુનાવણી કરતા સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રીય તપાસ સંસ્થા-NTA ને કેટલાક સવાલોના જવાબ આપવા જણાવ્યું છે. અદાલત સમક્ષ NTAએ સ્વીકાર્યું કે આઠ જેટલા કેન્દ્રોમાં ખોટા પેપર અપાયા હતા, જોકે તેમનું સ્તર, મૂળ પ્રશ્નોપત્રો જેટલું જ હતું. આથી એનટીએ એ વિદ્યાર્થીઓને ખોટા પ્રશ્નપત્રો આપવાનું જ યોગ્ય માન્યું. એનટીએ કાઉન્સિલે સ્વીકાર્યું કે કેનરા બૅંકના પેપર વાળા ઉમેદવારોની સંખ્યા 3000થી થોડી વધારે છે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે વ્યાપક સ્તરે પેપર લીક થયા હોવાના હજી સુધી કોઈ પુરાવા નથી. ...

જુલાઇ 19, 2024 2:13 પી એમ(PM) જુલાઇ 19, 2024 2:13 પી એમ(PM)

views 5

નીટ-યુજી નું પ્રશ્નપત્ર લીક થવાનાં કેસમાં સીબીઆઇએ રાંચી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસની એક વિદ્યાર્થીની ધરપકડ કરી

નીટ-યુજી પ્રવેશ પરિક્ષાનું પ્રશ્નપત્ર લીક થવાનાં કેસમાં સીબીઆઇએ રાંચી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસની એક વિદ્યાર્થીની ધરપકડ કરી છે. કોલેજની 2023ની બેચની એમબીબીએસ વિદ્યાર્થિની સુરભી કુમારીની સઘન પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઇએ તેની પાસેથી મોબાઇલ, લેપટોપ અને અન્ય વીજાણુ ઉપકરણો જપ્ત કર્યા છે. ઝારખંડનાં રામગઢ જિલ્લાની વતની સુરભિ કુમારીએ આ કેસનાં આરોપીઓ માટે નીટ પરિક્ષાનાં પ્રશ્નપત્રો ઉકેલ્યા હોવાનું કહેવાય છે.

જુલાઇ 11, 2024 4:46 પી એમ(PM) જુલાઇ 11, 2024 4:46 પી એમ(PM)

views 8

સર્વોચ્ચ અદાલતે નીટ યુજી પરિક્ષામાં કથિત ગેરરિતી મુદ્દે કરવામાં આવેલી સંખ્યાબંધ અરજીઓ પરની સુનાવણી 18 જુલાઇ પર મોકૂફ રાખી

સર્વોચ્ચ અદાલતે નીટ યુજી પરિક્ષામાં કથિત ગેરરિતી મુદ્દે કરવામાં આવેલી સંખ્યાબંધ અરજીઓ પરની સુનાવણી 18 જુલાઇ પર મોકૂફ રાખી છે. સીબીઆઇએ આ મુદ્દે તેનો સ્ટેટસ રિપોર્ટ રજૂ ન કર્યો હોવાથી મુખ્ય ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડની બનેલી બેન્ચે સુનાવણી મોકૂફ રાખી હતી. બેન્ચે જણાવ્યું હતું કે,કેન્દ્ર સરકાર અને એનટીએએ અદાલતનાં 8 જુલાઇનાં આદેશને અનુરુપ સોંગદનામા રજૂ કર્યા છે. જો કે, કેટલાંક ફરિયાદીઓ વતી હાજર રહેલા વકીલોને એ સોગંદનામા હજુ મળ્યા નથી.