જાન્યુઆરી 6, 2025 9:16 એ એમ (AM) જાન્યુઆરી 6, 2025 9:16 એ એમ (AM)

views 7

એમડી – એમએસ માં ઓલ ઈન્ડિયા ક્વોટામાં પીજી નીટ પર્સન્ટાઇલમાં ઘટાડો કરાશે

પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલમાં MD અને MSમાં પ્રવેશ માટેના બે તબક્કા પૂર્ણ થયા બાદ ઓલ ઈન્ડિયા ક્વોટાની 10 હજારથી વધુ બેઠકો ખાલી પડી હોવાથી કેન્દ્ર સરકારે હવે પ્રવેશ માટેની લાયકાત એટલે કે પીજી નીટના પર્સન્ટાઈલમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત ત્રીજા તબક્કામાં સામાન્ય કેટેગરીમાં 15 અને અનામત કેટેગરીમાં 10 પર્સન્ટાઈલ માર્ક ધરાવતા વિદ્યાર્થીઓને પણ પ્રવેશ મળશે. પ્રવેશ માટે 8 જાન્યુઆરીથી આ વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. રાજ્યમાં પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલની 2101 બેઠકો પરથી બે તબક્કાના ...

જુલાઇ 16, 2024 4:25 પી એમ(PM) જુલાઇ 16, 2024 4:25 પી એમ(PM)

views 9

નીટ પરીક્ષાના પેપર લિક કેસમાં હઝારીબાગમાંથી વધુ એક આરોપીની ધરપકડ

નિટ પેપર લીક કેસમાં સી.બી.આઈ, ગત રાત્રીએ દિલ્હીના હજારીબાગ ખાતેના ગેસ્ટ હાઉસમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. ઝડપાયેલ આરોપી પાસેથી કેટલાક મહત્વપૂર્ણ પુરાવાઓ પણ હાથ લાગ્યા છે. હજારીબાગથી અત્યારસુધી પાંચ વ્યક્તિઓની ધરપકડ થઇ ચુકી છે.

જુલાઇ 11, 2024 4:22 પી એમ(PM) જુલાઇ 11, 2024 4:22 પી એમ(PM)

views 9

નીટ – યૂજી પેપરમાં કથિત ગેરરીતિ મામલાની સુનાવણી સર્વોચ્ચ અદાલતમાં થઈ રહી છે

નીટ – યૂજી પેપરમાં કથિત ગેરરીતિ મામલાની સુનાવણી સર્વોચ્ચ અદાલતમાં થઈ રહી છે. ગઈકાલે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય પરિક્ષા સંસ્થા- NTAએ સોગંદનામું દાખલ કર્યું હતું. અગાઉ આઠમી જુલાઈના રોજ આ કેસમાં થયેલી સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને NTAને આ મામલે વિસ્તૃત અહેવાલ રજૂ કરવા નિર્દેશ આપ્યા હતા. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, IIT મદ્રાસના નિષ્ણાતો દ્વારા માહિતીનું પૃથ્થકરણ કરાયું છે, જે અનુસાર પરીક્ષામાં મોટા પાયે ગેરરિતિના કોઈ જ સંકેત નથી. નીટ પેપર લીકના ટેલિગ્રામ ગ્રૂપમાં ફરી રહેલા વાઇરલ વ...

જુલાઇ 8, 2024 8:02 પી એમ(PM) જુલાઇ 8, 2024 8:02 પી એમ(PM)

views 1

સર્વોચ્ચ અદાલતે NEET UG પરીક્ષામાં ગેરરીતિ અંગે કેન્દ્ર સરકાર, NTA અને CBI પાસેથી અહેવાલ માગ્યો

સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય પરિક્ષા સંસ્થા- એનટીએને નીટ યુજી પેપર ગેરરિતી કેસમાં અહેવાલરજૂ કરવા જણાવ્યું છે. અદાલતે સીબીઆઇને આ કેસમાં તેણે અત્યાર સુધી કરેલી તપાસઅંગેનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા પણ નિર્દેશ આપ્યો છે. અદાલતે એનટીએ, કેન્દ્ર સરકાર અને સીબીઆઇને બુધવારે સાંજેપાંચ વાગ્યા સુધીમાં તેમનાં અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. આ કેસમાં વધુ સુનાવણીગુરૂવારે થશે.નીટ યુજી પરિક્ષામાં ગેરરિતીઅને અનિયમિતતા થઈ હોવાનો આક્ષેપ કરતી અને નવેસરથી પરિક્ષા લેવાનો નિર્દેશ આપવાનીમાંગણી કરતી સંખ્યાબંધ અ...

જુલાઇ 2, 2024 7:47 પી એમ(PM) જુલાઇ 2, 2024 7:47 પી એમ(PM)

views 4

નીટ પરીક્ષા ગેરરીતિ  સંદર્ભે પંચમહાલના ગોધરામાં સતત આઠમા દિવસે તપાસ યથાવત

નીટ પરીક્ષા ગેરરીતિ  સંદર્ભે પંચમહાલના ગોધરામાં સતત આઠમા દિવસે તપાસ યથાવત રહી છે. સીબીઆઈએ  ગોધરાની જય જલારામ શાળાનાસંચાલક દિક્ષિત પટેલ અને અન્ય 4 આરોપીઓને સાથે રાખીને પૂછપરછકરી નિવેદન લીધા હતા. દરમિયાન  ગુજરાત અને અન્યરાજ્યોના વિદ્યાર્થીઓને નોટીસ આપી બોલાવીને પૂછપરછ કરી હતી. ઉલ્લેખનીય છે કે પાંચ આરોપીઓમાં ગોધરા નીટ પરીક્ષાના કેન્દ્ર ખાતેડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ તરીકે તુષાર ભટ્ટ ફરજ બજાવતા હતા. આ કેન્દ્રમાં નીટનીપરીક્ષા દરમિયાન ચોરી કરાવવા વચેટિયાની ભૂમિકા ભજવનાર આરીફ નુર મોહમ્મદ વોરા અનેઆનંદ વિભ...

જૂન 25, 2024 7:38 પી એમ(PM) જૂન 25, 2024 7:38 પી એમ(PM)

views 14

ગોધરામાં નીટની પરીક્ષામાં ગેરરીતીના મામલે ગોધરા પહોંચેલી સીબીઆઇની ટીમે તપાસ શરૂ કરી

ગોધરામાં નીટની પરીક્ષામાં ગેરરીતીના મામલે ગોધરા પહોંચેલી સીબીઆઇની ટીમે તપાસ શરૂ કરી દીધી છે... ગઇકાલે જે ફરિયાદની નકલ અને દસ્તાવેજો હસ્તગત કરવામાં આવ્યા છે તેની તપાસ સીબીઆઇની ટીમ કરી રહી છે. આ ઉપરાંત જે નિવેદનો લેવાયા છે તેની પણ વિગતવાર માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.. આ કૌભાંડમાં ગોધરા સબ જેલમાં બંધ રહેલા પાંચ આરોપીઓની પુન: પૂછપરછ કરવામાટે સીબીઆઇની ટીમ અદાલતની મંજૂરી લીધા બાદ આ પાંચ આરોપીઓના ટ્રાન્ઝિટ રિમાન્ડ પણ મેળવે એવી કાયદાકીય શક્યતાઓ જણાઇ રહી છે..