ઓક્ટોબર 18, 2024 9:40 એ એમ (AM) ઓક્ટોબર 18, 2024 9:40 એ એમ (AM)

views 4

અભિનેતા દેબરાજ રોયનું 69 વર્ષની વયે કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં નિધન

અભિનેતા દેબરાજ રોયનું 69 વર્ષની વયે કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. બંગાળી સિનેમા અને દૂરદર્શન ઉપરાંત દેબરાજ રોય ઓલ ઈન્ડિયા રેડિયો સાથે પણ સંકળાયેલા હતા. તેમણે 1970માં સત્યજીત રેની ફિલ્મ પ્રતિદ્વંડીથી પોતાની ફિલ્મી સફર શરૂ કરી હતી. દેબરાજ રોયે તરુણ મજુમદાર, વિભૂતિ લાહા અને તપન સિંહા જેવા પ્રખ્યાત નિર્દેશકો સાથે કામ કર્યું છે.

ઓક્ટોબર 10, 2024 8:41 એ એમ (AM) ઓક્ટોબર 10, 2024 8:41 એ એમ (AM)

views 8

પીઢ ઉદ્યોગપતિ અને દાતા રતન ટાટાનું મુંબઇમાં નિધન

સુપ્રસિધ્ધ પીઢ ઉદ્યોગપતિ અને દાતા રતન ટાટાનું ગઇ કાલે રાત્રે મુંબઇમાં અવસાન થયું હતું. તેઓ 86 વર્ષનાં હતા. તેઓ છેલ્લાં કેટલાંક દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને ગંભીર સ્થિતિમાં હતા. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરે એક નિવેદનમાં રતન ટાટાનાં અવસાનની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે, ઉત્કૃષ્ટતા, નિષ્ઠા અને નવીનીકરણ પ્રત્યેની અતૂટ પ્રતિબધ્ધતા સાથે રતન ટાટાનાં નેતૃત્વમાં ટાટા જૂથે તેની વૈશ્વિક ઉપસ્થિતિનું વિસ્તરણ કર્યું અને હંમેશા પોતાનાં નૈતિક દાયરા પ્રત્યે નિષ્ઠાવાન રહ્યા. તેમનાં પરિવાર...