ડિસેમ્બર 10, 2024 9:44 એ એમ (AM) ડિસેમ્બર 10, 2024 9:44 એ એમ (AM)

views 4

સરકાર આગામી 3 વર્ષમાં 2 લાખ વીમા સખીઓ અથવા વીમા એજન્ટોની નિમણૂક કરવાની યોજના ધરાવે છે: નાણા મંત્રી નિર્મલા સીતારમણ

નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે, સરકાર આગામી ત્રણ વર્ષમાં 2 લાખ વીમા સખીઓ અથવા વીમા એજન્ટોની નિમણૂક કરવાની યોજના ધરાવે છે. ગઈ કાલે હરિયાણાના પાણીપતમાં 'બીમા સખી યોજના' શરૂ કરવા માટેના એક સમારોહને સંબોધતા શ્રીમતી સીતારમણે કહ્યું, આ વર્ષે 25 હજાર વીમા સખીઓની નિમણૂક કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલાઓમાં નાણાકીય સાક્ષરતા અને વીમા જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે ગઈ કાલે પાણીપતમાં વીમા સખી યોજના શરૂ કરી. ભારતીય જીવન વીમા નિગમની આ પહેલ 18 થી 70 વર્ષની વય જૂથની મહિલાઓને સશક્ત બનાવશે.

સપ્ટેમ્બર 26, 2024 2:32 પી એમ(PM) સપ્ટેમ્બર 26, 2024 2:32 પી એમ(PM)

views 5

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે સમરકંદમાં ઉઝબેકિસ્તાનના પ્રમુખ શાવકત મિરિઝીયોયેવ સાથે મુલાકાત કરી

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે સમરકંદમાં ઉઝબેકિસ્તાનના પ્રમુખ શાવકત મિરિઝીયોયેવ સાથે મુલાકાત કરી હતી. નાણામંત્રીએ આ બેઠકમાં જણાવ્યું કે, બંને દેશો વચ્ચે નવા ક્ષેત્રોમાં જોડાણ કરવા અંગે ઉઝબેકિસ્તાનના નાયબ પ્રધાનમંત્રી અને વેપાર તથા ઉદ્યોગ મંત્રી સાથે ફળદાયી મંત્રણા થઈ હતી. આ ક્ષેત્રોમાં ડિજિટલ ટેકનોલોજી, ફિનટેક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પુનઃપ્રાપ્ય ઉર્જા, નાગરિક વપરાશ માટે પરમાણુ ઊર્જાનો ઉપયોગ, આરોગ્ય સંભાળ અને ઔષધિનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે સુશ્રી સીતારમણ એશિયન ઇન્ફ્રાસ્ટ્ર...