ઓક્ટોબર 23, 2024 7:22 પી એમ(PM) ઓક્ટોબર 23, 2024 7:22 પી એમ(PM)

views 2

16માં નાણા પંચની કેન્દ્રીય ટુકડીએ આજે જૂનાગઢ જિલ્લાના સાસણગીરની મુલાકાત લીધી

16માં નાણા પંચની કેન્દ્રીય ટુકડીએ આજે જૂનાગઢ જિલ્લાના સાસણગીરની મુલાકાત લીધી હતી. જિલ્લાના અમારા પ્રતિનિધિ સંજીવ મહેતા જણાવે છે કે પંચના અધ્યક્ષ ડો.અરવિંદ પાનાગરિયા અને સભ્યો જ્યોર્જ મેથ્યૂ, ડૉ. મનોજ પંડા અને સૌમ્યકાંતિ ઘોષ સાથે ટીમનાં સભ્યોએ ગીરની આગવી ઓળખ એવા ધમાલનૃત્યને નિહાળી ગીરની સંસ્કૃતિનાં દર્શન કર્યા હતા. ઉપરાંત સાસણ સિંહ સદન ખાતેની મુલાકાત દરમિયાન નાયબ વન સંરક્ષક ડૉ. રામ મોહન દ્વારા વિશ્વમાં એક માત્ર સાસણમાં જોવા મળતા એશિયાટીક સિંહ તથા સાસણ ગીર અભ્યારણ્યમાં વસવાટ કરતા અન્ય વન્ય પ્રાણીઓ...

ઓક્ટોબર 23, 2024 3:32 પી એમ(PM) ઓક્ટોબર 23, 2024 3:32 પી એમ(PM)

views 3

16મા નાણા પંચની કેન્દ્રીય ટુકડીએ આજે ગીરસોમનાથ જિલ્લાની મુલાકાત લીધી

16મા નાણા પંચની કેન્દ્રીય ટુકડીએ આજે ગીરસોમનાથ જિલ્લાની મુલાકાત લીધી હતી. જિલ્લાના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે, વેરાવળ તાલુકામાં આવેલા કાજલી ગામે નાણા પંચે રાજ્ય અને કેન્દ્ર પુરસ્કૃત વિવિધ યોજનાઓના ગામમાં અમલવારી અને તેની પ્રગતિ અંગે માહિતી મેળવી હતી. તેમજ ગ્રામજનો સાથે સંવાદ કરી યોગ્ય સંશાધન, પ્રાપ્ત ભંડોળ અને વિકાસના વિવિધ કામન અંગે પૂછપરછ કરી હતી. ઉપરાંત નાણા પંચની ટુકડીએ કાજલી પ્રાથમિક શાળા, સેગ્રિગેશન શેડ, કમ્પોસ્ટ પીટની મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. ઉપરાંત પ...