જાન્યુઆરી 31, 2025 6:35 પી એમ(PM)

views 16

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે અંદાજપત્ર રજૂ કરશે

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે અંદાજપત્ર રજૂ કરશે. ગુજરાતના વેપાર ઉદ્યોગો બજેટમાં પોતાનાં સેક્ટર માટે સાનૂકૂળ જાહેરાતોની અપેક્ષા રાખે છે. અમદાવાદના ટિમ્બર વેપારી અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી-GCCIના હોદ્દેદ્દાર ચિંતન શેઠે આશા વ્યક્ત કરી હતી કે, ફર્નિચરનાં ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય તો ટિમ્બર ઉદ્યોગને મોટો લાભ થશે. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી FICCI ગુજરાતની મેન્યુફેક્ચરિંગ ટાસ્કફોર્સના ચેરમેન સચિન પટેલે જણાવ્યું કે, બજેટમાં સુક્ષ્મ અને લઘુ એકમોન...

જાન્યુઆરી 29, 2025 2:07 પી એમ(PM)

views 14

પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી બજેટ રજૂ કરશે

પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી બજેટ રજૂ કરવાના છે ત્યારે તેલંગાણાના ઉદ્યોગપતિઓ અપેક્ષા રાખી રહ્યા છે કે, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન કરદાતાઓ અને ઉદ્યોગો માટે પ્રોત્સાહનોની જાહેરાત કરશે. રાજ્યના મલ્કજગિરી જિલ્લાના ઉદ્યોગપતિ ચેરુવુ રામબાબુ સૂચન કરી રહ્યા છે કે સ્થાનિક કર્મચારીઓને લાભ આપવા માટે કલ્યાણકારી કાર્યક્રમોને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગેરંટી કાર્યક્રમ હેઠળ રોજગાર યોજનાઓ સાથે જોડવા જોઈએ. તેમણે એવું પણ સૂચન કર્યું કે, સરકારે એવા ઉદ્યોગપતિઓને પ્રોત્સાહન આપવા વિશે વિચારવુ...

જાન્યુઆરી 24, 2025 7:09 પી એમ(PM)

views 14

નવસારી જિલ્લામાં આદિજાતિ વિસ્તારનાં સર્વાંગી વિકાસ માટે ન્યુ ગુજરાત પેટર્ન 2024-25 યોજના હેઠળ 35 કરોડ રૂપિયાથી વધુની જોગવાઈના 701 કામોને બહાલી આપવામાં

નવસારી જિલ્લામાં આદિજાતિ વિસ્તારનાં સર્વાંગી વિકાસ માટે ન્યુ ગુજરાત પેટર્ન 2024-25 યોજના હેઠળ 35 કરોડ રૂપિયાથી વધુની જોગવાઈના 701 કામોને બહાલી આપવામાં આવી. નાણામંત્રી કનુ દેસાઈના અધ્યક્ષસ્થાને મળેલી નવસારી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં વલસાડના ધારસભ્ય ધવલ પટેલ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

જાન્યુઆરી 7, 2025 9:58 એ એમ (AM)

views 48

કેન્દ્રીય બજેટ 2025-26 માટે નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં બજેટ પૂર્વેનો પરામર્શ ગઇકાલે નવી દિલ્હી ખાતે પૂર્ણ થયો

કેન્દ્રીય બજેટ 2025-26 માટે નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં બજેટ પૂર્વેનો પરામર્શ ગઇકાલે નવી દિલ્હી ખાતે પૂર્ણ થયો. રૂબરૂ પરામર્શ દરમિયાન, ખેડૂત સંગઠનો અને કૃષિ અર્થશાસ્ત્રીઓ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્ર સહિત વિવિધ 9 હિસ્સેદારોના જૂથોમાં સો કરતાં વધુ નિષ્ણાતો અને પ્રતિનિધિઓએ બેઠકોમાં ભાગ લીધો હતો. સુશ્રી સીતારમણે નિષ્ણાતો અને પ્રતિનિધિઓને ખાતરી આપી હતી કે, બજેટ તૈયાર કરતી વખતે તેમના સૂચનોની કાળજીપૂર્વક તપાસ કરવામાં આવશે અને ધ્યાનમાં લેવામાં આવશે. 10મી જાન્યુઆરીથી, નાગરિકો MyGov પ્લેટફોર્...

ડિસેમ્બર 6, 2024 7:43 પી એમ(PM)

views 11

કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમને આજે દિલ્હીમાં અગ્રણી અર્થશાસ્ત્રીઓની બેઠક બોલાવીને આગામી કેન્દ્રિય અંદાજપત્ર અંગે મસલતો કરી

કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમને આજે દિલ્હીમાં અગ્રણી અર્થશાસ્ત્રીઓની બેઠક બોલાવીને આગામી કેન્દ્રિય અંદાજપત્ર અંગે મસલતો કરી છે. આ પ્રસંગે નાણારાજયમંત્રી પંકજ ચૌધરી, નાણાં સચિવ અને મુખ્ય આર્થિક સલાહકાર બેઠકમાં સહભાગી થયા હતા.

સપ્ટેમ્બર 24, 2024 10:42 એ એમ (AM)

views 16

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજથી ઉઝબેકિસ્તાનની પાંચ દિવસની મુલાકાતે જશે

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજથી ઉઝબેકિસ્તાનની પાંચ દિવસની મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન, નાણામંત્રી આવતીકાલે અને ગુરુવારે સમરકંદમાં એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) ના બોર્ડ ઓફ ગવર્નર્સની 9મી વાર્ષિક બેઠકમાં હાજરી આપશે સુશ્રી સીતારમણ ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય રોકાણ સંધિ (BIT) પર પણ હસ્તાક્ષર કરશે.

જુલાઇ 24, 2024 2:14 પી એમ(PM)

views 18

અંદાજપત્ર ભેદભાવપૂર્ણ હોવાના વિપક્ષના આરોપોને નાણામંત્રી નિર્મલા સીતારમણે ફગાવ્યા

ઇન્ડિયા બ્લૉકના નેતાઓએ અંદાજપત્રમાં વિપક્ષ શાસિત રાજ્યોને ભંડોળની ફાળવણીને ભેદભાવપૂર્ણ ગણાવતા સંસદ બહાર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વિપક્ષ તમામ રાજ્યો સાથે સમાન વ્યવહાર થાય તેવી માગ કરી રહ્યો છે. પત્રકારો સાથેની વાતચીતમાં કૉંગ્રેસના નેતા મલ્લિકા અર્જૂન ખડગેએ કહ્યું કે જો સરકાર વિપક્ષની સત્તા હોય તેવા રાજ્યોને અન્યાય કરશે તો તેઓ સંસદની અંદર અને બહાર વિરોધ કરશે.