ફેબ્રુવારી 17, 2025 10:11 એ એમ (AM) ફેબ્રુવારી 17, 2025 10:11 એ એમ (AM)

views 24

દિલ્હીમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.0 ની તીવ્રતા

આજે સવારે નવી દિલ્હી અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં 4.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, આ ભૂકંપ સવારે 5:36 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર દિલ્હી નજીક પાંચ કિલોમીટરની ઊંડાઈએ હોવાનું કહેવાય છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ વધુમાં જણાવ્યું હતું કે દિલ્હી, નોઈડા, ઈન્દિરાપુરમ અને એનસીઆર ના અન્ય વિસ્તારોમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર 28.59 ઉત્તર અક્ષાંશ અને 77.16 પૂર્વ રેખાંશ પર હતું. જો કે હજુ સુધી સંપત્તિ કે જાનહાનિના કોઈ અહેવાલ મળ્યા નથી.

ડિસેમ્બર 6, 2024 11:02 એ એમ (AM) ડિસેમ્બર 6, 2024 11:02 એ એમ (AM)

views 8

પીએમ મોદી આજે અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. ત્રણ દિવસીય આ ઉત્સવમાં ઉત્તર-પૂર્વના તમામ આઠ રાજ્યોની સંસ્કૃતિ, કાપડ ઉદ્યોગ, હસ્તકલા, પ્રવાસન સ્થળો અને અન્ય ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવશે. 250 થી વધુ કારીગરો અનન્ય હસ્તકલા, હેન્ડલૂમ અને 34 GI-ટેગવાળી વસ્તુઓ સહિત કૃષિ-બાગાયત ઉત્પાદનોનું પ્રદર્શન કરશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં ફેશન શો, ડિઝાઇન કોન્ક્લેવ, ખરીદનાર-વિક્રેતા બેઠકનું પણ આયોજન કરવામાં આવશે.

ઓક્ટોબર 31, 2024 7:38 પી એમ(PM) ઓક્ટોબર 31, 2024 7:38 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ અને ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નવી દિલ્હીના પટેલ ચોક ખાતે અને વર્તમાન અને ભૂતપુર્વ સાંસદો સહિતનાં મહાનુભાવોએ સંવિધાન સદનનાં મધ્યસ્થ ખંડમાં સરદાર પટેલનાં તૈલ ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ અને ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નવી દિલ્હીના પટેલ ચોક ખાતે અને વર્તમાન અને ભૂતપુર્વ સાંસદો સહિતનાં મહાનુભાવોએ સંવિધાન સદનનાં મધ્યસ્થ ખંડમાં સરદાર પટેલનાં તૈલ ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓએ દિલ્હીમાં શક્તિ સ્થળ પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ઈન્દિરા ગાંધી સ્મારક ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ઓક્ટોબર 8, 2024 2:06 પી એમ(PM) ઓક્ટોબર 8, 2024 2:06 પી એમ(PM)

views 11

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં વર્ષ 2022ના 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં વર્ષ 2022 માટેનાં 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરશે.આ પ્રસંગે, સુપ્રસિદ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તીને સિનેમા ક્ષેત્રે સર્વોચ્ચ એવા દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.રિષભ શેટ્ટીને કન્નડ ફિલ્મ કન્તારામાં ઉત્તમઅભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર એનાયત કરવામાં આવશે.તામિલ ફિલ્મ થિરુચિત્રામ્બલમ માટે નિત્યા મેનન અને ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનાં પુરસ્કાર એનાયત કરવામાં આવશે.સંગીતમાં અરિજીત સિંહ શ્રેષ...

સપ્ટેમ્બર 19, 2024 2:27 પી એમ(PM) સપ્ટેમ્બર 19, 2024 2:27 પી એમ(PM)

views 11

નવી દિલ્હીમાં આજથી ચાર દિવસનાં કાર્યક્રમ વર્લ્ડ ફુડ ઇન્ડિયા 2024નો પ્રારંભ થશે

નવી દિલ્હીમાં આજથી ચાર દિવસનાં કાર્યક્રમ વર્લ્ડ ફુડ ઇન્ડિયા 2024નો પ્રારંભ થશે. ખાદ્ય સંસ્કરણ ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું છે કે, આ કાર્યક્રમમાં 90થી વધુ દેશો, 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ તથા 18 કેન્દ્રીય મંત્રાલયો ભાગ લેશે. આ કાર્યક્રમના સહભાગી દેશ જાપાન અને કેન્દ્ર દેશ વિયેતનામ તથા ઇરાન છે. આ કાર્યક્રમમાં ખાદ્ય સંસ્કરણ ક્ષેત્રમાં નવીનીકરણ અને ટેકનોલોજી પ્રદર્શિત કરવામાં આવશે. અન્ન પ્રક્રિયા ક્ષેત્રમાં વૈશ્વિક કેન્દ્ર તરીકે ભારતની ઊભરતી ભૂમિકા પર પ્રકાશ પાડવાનો આ મહત્વપૂર્ણ પ્રસંગ છે.

જુલાઇ 27, 2024 8:03 પી એમ(PM) જુલાઇ 27, 2024 8:03 પી એમ(PM)

views 13

નવી દિલ્હી ખાતે યોજાયેલી નીતિ આયોગની બેઠકમાં વિકસિત ભારત @2047ના પ્રધાનમંત્રીના સંકલ્પને સાકાર કરવા મુખ્મમંત્રીએ ગુજરાતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં આયોજિત નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્‍સીલની નવમી બેઠક સંપન્ન થઇ હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકારે ગુજરાત @૨૦૪૭ રોડમેપ તૈયાર કર્યો છે તેમ પણ તેમણે બેઠકમાં જણાવ્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે આ લક્ષ્યો સિદ્ધ કરવા માટેની થિંક ટેંક તરીકે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્‍સ્ફોર્મેશન-GRIT(ગ્રિટ...