જાન્યુઆરી 1, 2025 7:13 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 7:13 પી એમ(PM)

views 4

રાજ્યભરમાં નવા વર્ષના વધામણા ઉત્સાહ અને ઉમંગપૂર્વક કરાયા

રાજ્યભરમાં નવા વર્ષના વધામણા ઉત્સાહ અને ઉમંગપૂર્વક કરાયા હતા.નવા વર્ષના સુપ્રભાતને લોકોએ વધાવ્યું હતું. ખાસ કરીને રાજ્યના યાત્રાધામોમાં નવા વર્ષનાં પ્રથમ દર્શન માટે ભાવિક ભક્તોની ભીડ જોવા મળી હતી.યાત્રાધામ અંબાજી અને સોમનાથમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. ભાવિક ભક્તોએ આજના નવા વર્ષ આરંભે શ્રધ્ધાળુઓએ પોતાના પરિવાર અને દેશની અને રાજ્યની પ્રગતિ માટેની પ્રાર્થના કરી હતી.

જાન્યુઆરી 1, 2025 2:20 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 2:20 પી એમ(PM)

views 9

સમગ્ર વિશ્વમાં ધામધૂમ, ઉત્સાહ, આતશબાજી, સાંસ્કૃતિક કાર્યક્રમો અને આનંદની સાથે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું

સમગ્ર વિશ્વમાં ધામધૂમ, ઉત્સાહ, આતશબાજી, સાંસ્કૃતિક કાર્યક્રમો અને આનંદની સાથે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું. સૌથી પહેલા પ્રશાંત ક્ષેત્રના કિરીબતિમાં નવા વર્ષનું સ્વાગત કરાયું. નવા વર્ષનો સ્વાગત સમારોહ અમેરિકી સમોઆમાં સૌથી છેલ્લે યોજાયો હતો. જ્યારે સિડનીથી લંડન સુધી નવા વર્ષને આશા અને આકાંક્ષાઓની સાથે ઉજવવામાં આવ્યું. તો ન્યૂ ઝિલેન્ડના ઑકલૅન્ડ પહેલું મુખ્ય શહેર હતું, જ્યાં ભવ્ય આતશબાજી અને ધામધૂમ સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. ઑસ્ટ્રેલિયાના સિડનીમાં ઘડિયાળનો કાંટો રાત્રે 12 વાગ્યાના ટકોરે...

ડિસેમ્બર 30, 2024 7:38 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 7:38 પી એમ(PM)

views 4

રાજ્યમાં નાતાલ વેકેશન અને નવા વર્ષની ઉજવણીને લઇને વિવિધ જીલ્લાઓમાં કાર્યક્રમો યોજાઇ રહ્યા છે

રાજ્યમાં નાતાલ વેકેશન અને નવા વર્ષની ઉજવણીને લઇને વિવિધ જીલ્લાઓમાં કાર્યક્રમો યોજાઇ રહ્યા છે, તો વળી ઘણા બધા લોકો હરવા ફરવા માટે પ્રવાસ કરી રહ્યા છે. આ બધી રજાઓમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજ્ય પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે તપાસ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જીલ્લાઓની વાત કરીએ તો, અમદાવાદ શહેરના સીજી રોડ, એસજી હાઇવે, સિંધુભવન રોડ સહિતના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે સાંજે 6 વાગ્યાથી પોલીસ સ્ટેન્ડ ટુ રહેશે. શહેરમાં 2 હજારથી વધુ જેટલા બોડી વોર્ન કેમેરા અને ...