ફેબ્રુવારી 7, 2025 6:26 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 6:26 પી એમ(PM)

views 3

નવસારી રોજગાર કચેરી અને ગુરુકુલ વિદ્યામંદિર, સુપાના સંયુક્ત ઉપક્રમે”અગ્નિવીર પ્રોજેક્ટ” અંતર્ગત એક વિશિષ્ટ ઓનલાઈન વેબિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું

નવસારી રોજગાર કચેરી અને ગુરુકુલ વિદ્યામંદિર, સુપાના સંયુક્ત ઉપક્રમે"અગ્નિવીર પ્રોજેક્ટ" અંતર્ગત એક વિશિષ્ટ ઓનલાઈન વેબિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. માધ્યમિક વિભાગના આચાર્ય પરેશ દેસાઈના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ભારતીય સશસ્ત્ર સેના અને "અગ્નિપથ યોજના" વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવી અને તેમને આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરિત કરવાનોહતો. આ વેબિનારમાં આર્મી મેડિકલ ઓફિસરે વિદ્યાર્થીઓને આર્મીમાં ભરતીપ્રક્રિયા,તજજ્ઞ તાલીમ, શારીરિક પરીક્ષા, મેડિ...

ફેબ્રુવારી 6, 2025 7:55 પી એમ(PM) ફેબ્રુવારી 6, 2025 7:55 પી એમ(PM)

views 2

નવસારીના ચીખલી તાલુકાનાં દેગામ ગામે પ્રાચીનકાળથી બિરાજમાન આઈ શ્રી ખોડિયાર માતાજી મંદિરે માઈ જયંતિ મહોત્સવ ધામધુમથી ઉજવાયો

નવસારીના ચીખલી તાલુકાનાં દેગામ ગામે પ્રાચીનકાળથી બિરાજમાન આઈ શ્રી ખોડિયાર માતાજી મંદિરે માઈ જયંતિ મહોત્સવ ધામધુમથી ઉજવાયો હતો. માતાના દર્શન, પૂજા, મહાપ્રસાદ અને યજ્ઞનો સેંકડો માઇભક્તોએ લાભ લીધો હતો. મહાઆરતી ઉપરાંત કેક કાપી જન્મ દિવસની ઉજવણી બાદ કલાકાર ભૌતિક પટેલ ટીમનો લોકડાયરો યોજાયો હતો.

જાન્યુઆરી 17, 2025 7:27 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 7:27 પી એમ(PM)

views 2

નવસારીના જલાલપોર તાલુકાના મરોલી ખાતે આવતીકાલે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાશે

નવસારીના જલાલપોર તાલુકાના મરોલી ખાતે આવતીકાલે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાશે. નવસારીથી અમારાં પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે કે, કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ આ એક દિવસીય પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં હાજરી આપશે. ઉપરાંત આસપાસના ગામોના ૪૦૦ થી વધારે ખેડૂતો પણ ઉપસ્થિત રહેશે.

જાન્યુઆરી 12, 2025 8:37 એ એમ (AM) જાન્યુઆરી 12, 2025 8:37 એ એમ (AM)

views 2

નવસારી જિલ્લાના સુગર ફેકટરી ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

નવસારી જિલ્લાના સુગર ફેકટરી ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ આયુષ મેળામાં રોગોથી બચવા માટે આયુર્વેદના ઉકાળો તથા આયુર્વેદિક, હોમિયોપેથિક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરમિયાન ઔષધીય વનસ્પતિનું પ્રદર્શન પણ યોજાયું હતું.

ડિસેમ્બર 19, 2024 8:02 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 8:02 પી એમ(PM)

views 6

નવસારીના ફરતા પશુ દવાખાનાની ટીમને સતત બીજા વર્ષે શ્રેષ્ઠ પ્રાણી જીવનરક્ષક સેવા માટે રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરાયા

નવસારીના ફરતા પશુ દવાખાનાની ટીમને સતત બીજા વર્ષે શ્રેષ્ઠ પ્રાણી જીવનરક્ષક સેવા માટે રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરાયા.. ગઇકાલે હૈદરાબાદ ખાતે યોજાયેલા એક સમારંભમાં દરેક રાજ્યોના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ એવોર્ડ એનાયત કરાયો. નવસારી સહિત રાજ્યની પશુ આરોગ્ય સેવાઓની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાતા પશુ ચિકિત્સા અધિકારી ડો. ભાવિકા પટેલે ગર્વ અને હર્ષની લાગણી સાથે સરકારનો આભાર માન્યો હતો.