ઓક્ટોબર 12, 2024 9:28 એ એમ (AM) ઓક્ટોબર 12, 2024 9:28 એ એમ (AM)

views 6

નવરાત્રી દરમિયાન કાલે નવરાત્રિના નવમાં નોરતા સાથે નવલી નવરાત્રિનું સમાપન થયું છે.

નવરાત્રી દરમિયાન કાલે નવરાત્રિના નવમાં નોરતા સાથે નવલી નવરાત્રિનું સમાપન થયું છે. ખેલૈયાઓ સવાર સુધી રાસ-ગરબાના તાલે ઝુમતા જોવા મળ્યા હતા. ગાંધીનગરમાં રામકથા મેદાનમાં કેસરીયા ગરબામાં આઠમના નોરતે 51 હજાર દીવડાની મહાઆરતી કરાઈ હતી. જેમાં આદિયોગીની અલૌકીક કૃતિનું નિર્માણ થકી અદભૂત નજારો સર્જાયો હતો. રૂપાલ ખાતે વરદાયીની માતાની પલ્લીનું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં લાખો દર્શનાર્થીઓ ઉમટ્યા હતા

ઓક્ટોબર 5, 2024 10:29 એ એમ (AM) ઓક્ટોબર 5, 2024 10:29 એ એમ (AM)

views 6

નવરાત્રી દરમિયાન મહિલાઓની સલામતી માટે શહેર પોલીસની અભયમ્ ૧૮૧ મહિલા હેલ્પ લાઈનની ટીમ 24 કલાક કાર્યરત

નવરાત્રી પર્વ દરમિયાન મહિલાઓ સાથે અનિચ્છનીય ઘટના ન બને અને તેઓ સુરક્ષિત રીતે ગરબામાં ભાગ લઈ શકે તે માટે શહેર પોલીસની અભયમ્ ૧૮૧ મહિલા હેલ્પ લાઈનની ટીમ ફરજ બજાવી રહી છે. મહિલાઓ છેડતી કે કોઈપણ જાતનું જોખમ અનુભવે ત્યારે ૧૮૧ નંબર પર કોલ કરીને મદદ લઈ શકે છે. અભયમ્ ટીમની સેવા ચોવીસ કલાક ચાલુ હોય છે. નવરાત્રિ પર્વને ધ્યાનમાં રાખીને આ ટીમ ગરબા સ્થળે, આજુબાજુના વિસ્તારમાં ફરજની સાથે પેટ્રોલિંગ પણ કરી રહી છે, જેથી કોઈ અઘટિત બનાવ બને નહીં. મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા ગૃહ વિભાગે ખાસ કરી મહિલાઓને ગરબામાં પર...

ઓક્ટોબર 5, 2024 10:22 એ એમ (AM) ઓક્ટોબર 5, 2024 10:22 એ એમ (AM)

views 7

નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેટ્રો રેલ રાત્રે બે વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો

નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેટ્રો રેલ રાત્રે બે વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને એક યાદીમાં જણાવ્યું છે કે, 11 ઓક્ટોબર સુધી મેટ્રો સેવા રાત્રે 10 વાગ્યા પછી પણ પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ કોરિડોરમાં દરેક સ્ટેશનેથી 20 મિનિટના અંતરે ઉપલબ્ધ રહેશે. થલતેજ, વસ્ત્રાલ ગામ, મોટેરા સ્ટેડિયમ તથા એપીએમસીથી છેલ્લી ટ્રેન ઉપડવાનો સમય મધ્યરાત્રિનાં બે વાગ્યા સુધી રહેશે.

સપ્ટેમ્બર 29, 2024 8:52 એ એમ (AM) સપ્ટેમ્બર 29, 2024 8:52 એ એમ (AM)

views 8

રાજ્ય સરકારે મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ આપી

નવરાત્રિ શરૂ થવાને આડે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે મોડી રાત સુધી ગરબા રમવાની છૂટછાટ આપી છે. જો કે મોડાં સુધી ગરબા ચાલુ રાખવાથી નજીકની હોસ્પિટલ કે કોઈ નાગરિકને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવા તાકીક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સત્તાવાળાઓ દ્વારા નવરાત્રિ દરમિયાન સામાન્ય રીતે 12 વાગ્યા સુધી જ ગરબા રમવાની મંજૂરી આપવામાં આવતી હોય છે. અમદાવાદ પોલીસે ગઈકાલે નવરાત્રિ દરમિયાન લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે, તે અનુસાર શહેર પોલીસે 3 ઓક્ટોબરથી 11 ઑક્ટોબર સુધી એટલે ...