ઓક્ટોબર 11, 2024 8:04 એ એમ (AM) ઓક્ટોબર 11, 2024 8:04 એ એમ (AM)
7
આજે નવરાત્રિના નવમા અને અંતિમ દિવસે મા દુર્ગાના સિદ્ધિ દાત્રી દેવીની આરાધનાનો મહિમા
આજે નવરાત્રિનો નવમો અને અંતિમ દિવસ છે. નવમાં નોરતે માં દુર્ગાના સિદ્ધ દાત્રી દેવીની આરાધનાનો મહિમા છે. માં સિદ્ધ દાત્રી અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશિત્વ અને વિશિત્વ આઠ પ્રકારની સિદ્ધિઓના દાતા છે. તેમનું વાહન સિંહ છે. ઝાલાવાડના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ગઇ કાલે હવાનાષ્ટમી નિમિત્તે ડુંગર ઉપર હવનનું આયોજન થયું હતું. મહંત પરિવાર દ્વારા આયોજિત હવનમાં ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિથી હવન કરાવ્યો હતો. બીડું હોમાયા બાદ મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું....