ઓક્ટોબર 1, 2024 9:20 એ એમ (AM) ઓક્ટોબર 1, 2024 9:20 એ એમ (AM)

views 10

સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે નર્મદા નીરના વધામણાં કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા બંધ સંપૂર્ણ ભરાઈ જતાં નર્મદા નદીના નીરમાં વધામણાં કરવા આજે કેવડીયા જશે. આ કાર્યક્રમમાં તેમની સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ પણ જોડાશે. બાદમાં  નર્મદા બંધના  10થી વધુ દરવાજા ખોલવામાં આવશે અને નર્મદા નદી બે કાંઠે થશે. જેને લઈ ભરૂચ નર્મદા અને વડોદરાના 42 જેટલા ગામોને સાવચેત કરાયા છે. હાલ બંધની સપાટી 138.61 મીટરે પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં મોસમનો અત્યાર સુધીનો 137 ટકા વરસાદ નોંધાયાના અહેવાલ છે. રાજ્યના ફરી એકવાર મેઘમહેર થતાં અનેક નદીઓની જળસપાટીમ...

સપ્ટેમ્બર 28, 2024 10:07 એ એમ (AM) સપ્ટેમ્બર 28, 2024 10:07 એ એમ (AM)

views 15

રાજ્યના ૧૧૩ ડેમ સંપૂર્ણ ભરાયા, નર્મદા ડેમમાં ૯૮ ટકા પાણીનો સંગ્રહ

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને પગલે રાજ્યના 113 ડેમ સંપૂર્ણ અને 66 ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાઈ ગયા છે. જ્યારે 14 ડેમ 50 ટકાથી 70 ટકા, 08 ડેમ 25 થી 50 ટકા વચ્ચે તેમજ 05 ડેમમાં 25 ટકાથી ઓછો પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત 158 ડેમને હાઈ એલર્ટ, જયારે 12 ડેમ એલર્ટ અને 09 ડેમને ચેતવણી આપવામાં આવી છે. રાજ્યના જીવાદોરી ગણાતા સરદાર સરોવર યોજનામાં હાલ 3 લાખ, 30 હજાર, 327 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 98 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 5 લાખ 18 હજાર 109 એમ.સી.એફ.ટી. ...

ઓગસ્ટ 13, 2024 3:53 પી એમ(PM) ઓગસ્ટ 13, 2024 3:53 પી એમ(PM)

views 9

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 135.76 મીટર પર પહોંચી છે

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 135.76 મીટર પર પહોંચી છે.નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 2.92 મીટર દૂર છે.નર્મદા ડેમની મહત્તમસપાટી 138.68 મીટર છે. ઉપરવાસમાંથી 1 લાખ 41 હજાર 131 ક્યુસેક પાણીની આવક થતાં નર્મદા ડેમ 90 ટકા ભરાયો હતો. હાલ પણ નર્મદા ડેમના 9 દરવાજા 1.45 મીટર ખોલવામાં આવશે.નર્મદા ડેમ દરવાજામાંથી એક લાખ 30 હજાર ક્યુસેક કરતાં વધુ પાણી નર્મદા નદીમાં છોડવામાં આવશે.