જુલાઇ 2, 2024 3:28 પી એમ(PM)

views 43

પ્રધાનમંત્રી મોદીએ આજે એનડીએ સંસદીય દળની બેઠકને સંબોધી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે NDAના સાંસદોને સંસદના નિયમોનું પાલન કરવા, સંસદીય લોકશાહીના સિદ્ધાંતોને જાળવી રાખવા અને સારા વ્યવહાર કરવા વિનંતી કરી હતી, શ્રી મોદીએ આજે સવારે નવી દિલ્હીમાં એનડીએ સંસદીય દળની બેઠકને સંબોધતા આ વિનંતી કરી હતી. નવી સરકારની રચના બાદ એનડીએની આ પ્રથમ બેઠક હતી. બેઠક બાદ મીડિયાને સંબોધતા સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ માહિતી આપી હતી કે પ્રધાનમંત્રીએ NDAના તમામ સાંસદોને યોગ્ય વર્તન અંગે માર્ગદર્શન આપ્યું હતું. શ્રી રિજિજુએ જણાવ્યું કે પ્રધાનમંત્રીએ એ વાત પર પણ ભાર મૂક્...

જુલાઇ 1, 2024 8:03 પી એમ(PM)

views 26

પ્રધાનમંત્રી મોદીએ ડિજીટલ ઇન્ડિયા ઝુંબેશના સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ થતા સરહાના કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિજીટલ ઇન્ડિયા ઝુંબેશના સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ થતા સરહાના કરી હતી. સેશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે, ડિજીટલ ઇન્ડિયા સશક્ત ભારતનું પ્રતિક બન્યુ છે,જે રોજિંદા  જીવનમાં સરળતા અને પારદર્શકતાને પ્રોત્સાહન આપે છે. ઉલ્લેખનીય છે કે ડિજીટલ ઇન્ડિયા ઝુંબેશ દ્વારા 11 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા ટ્રાન્સફર થાય છે. આ આંકડો કેનેડા અને ફ્રાન્સની વસતી કરતા વધારે છે. એકસો, 37 કરોડથી વધુ આધાર નંબર તૈયાર કરાયા છે,જે દરેક ભારતીયની વિશેષ ઓળખ અને લાખો લોકોની ડિજીટલ ઓળખને ...

જુલાઇ 1, 2024 3:56 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રી મોદીએ આજે ડોક્ટર્સ ડે નિમિત્તે તમામ ડોકટરોને શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ડોક્ટર્સ ડે નિમિત્તે તમામ ડોકટરોને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું કે સરકાર ભારતમાં આરોગ્ય સેવા માળખામાં સુધારો કરવા સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને તે પણ સુનિશ્ચિત કરશે કે ડોકટરોને તેમનું યોગ્ય સન્માન મળે.શ્રી મોદીએ સોશિયલ મીડીયા પોસ્ટ દ્વારા આ શુભેચ્છા પાઠવી હતી..

જૂન 25, 2024 3:04 પી એમ(PM)

views 49

પ્રધાનમંત્રી મોદીએ 1975ની કટોકટી વખતે સંઘર્ષ કરનારા તમામ મહાપુરુષો અને મહિલાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

25મી જૂન 1975 ના દિવસે કોંગ્રેસની સરકાર દ્વારા દેશભરમાં કટોકટી લગાવવાનો નિર્ણય કરાયો હતો.21 મહિના ચાલેલી આ કટોકટીનો વિરોધ કરનારા અનેક રાજકીય નેતાને જેલવાસ ભોગવવો પડ્યો હતો.આ એકવીસ મહિનાનો સમયગાળો યાતનામય રહ્યો હતો.કટોકટીના કાળને આજે 50 વર્ષ વીત્યા હોવાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સમયગાળાને કંલકિત ગણાવ્યો હતો.શ્રી મોદીએ 1975ની કટોકટી વખતે સંઘર્ષ કરનારા તમામ મહાપુરુષો અને મહિલાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી વધુમાં જણાવ્યું હતું કે, આજનો દિવસ એ યાદ અપાવે છે કે કઈ ર...

જૂન 18, 2024 4:04 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રી મોદી આજે કિસાન સન્માન નિધિના 17મા હપ્તાના 20 હજાર કરોડ રૂપિયા લાભાર્થી ખેડૂતોના ખાતામાં જમા કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં કિસાન સન્માન નિધિના 17મા હપ્તામાં લગભગ નવ કરોડ 26 લાખ લાભાર્થી ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા 20 હજાર કરોડ રૂપિયા જમા કરાવશે.અત્યાર સુધી 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોએ પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત ત્રણ લાખ ચાર હજાર કરોડ રુપિયાથી વધુનો લાભ પ્રાપ્ત કર્યો છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી કૃષિ સખી તરીકે સ્વ-સહાય જૂથોની ત્રીસ હજારથી વધુ મહિલાઓને પ્રમાણપત્ર પણ એનાયત કરશે. પ્રમાણપત્ર વિતરણનો આ કાર્યક્રમ “લખપતિ દીદી” કાર્યક્રમના ઉદ્દેશને અનુરૂપ છે. શ્રી મોદી...

જૂન 18, 2024 3:24 પી એમ(PM)

views 135

પ્રધાનમંત્રી મોદી આગામી 30 જૂનનાં રોજ ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાનાં વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 30 જૂનનાં રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાનાં વિચારો રજૂ કરશે. દર મહિનાના અંતિમ રવિવારે પ્રસારિત થતા મન કી બાત કાર્યક્રમની આ 111મી કડી હશે. સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા બાદ પ્રથમ વાર મન કી બાત કાર્યક્રમ પ્રસારિત થશે. આ કાર્યક્રમ માટે લોકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર પોતાનાં વિચારો અને સૂચનો મોકલી શકે છે. આ ઉપરાંત, નરેન્દ્ર મોદી એપ અથવા પર માય જીઓવી (MyGov) ઓપન ફોરમ દ્વારા પણ પોતાનાં વિચારો રજૂ કરી શકે છે....