જુલાઇ 25, 2024 7:38 પી એમ(PM) જુલાઇ 25, 2024 7:38 પી એમ(PM)

views 36

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28મી જુલાઇએ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28મી જુલાઇએ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી દ્વારા હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં મન કી બાત કાર્યક્રમનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં,શ્રી મોદીએ લોકોને વિવિધ વિષયો પર પોતાના વિચારોઅથવા સૂચનો 26મી તારીખ સુધીમાં MyGov ઓપન ફોરમ,નમો એપ પર સૂચનો લખવા અથવા ટોલ ફ્રી નંબર1800-11-7800 ઉપર સંદેશાઓ રેકોર્ડ કરવા માટે આહ્વાન કર્યું છે.મન કી બાત કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, AIR...

જુલાઇ 25, 2024 2:04 પી એમ(PM) જુલાઇ 25, 2024 2:04 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કારગિલ વિજય દિવસ નિમિત્તે કારગિલ યુદ્ધ સ્મારકની મુલાકાત લઈ શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કારગિલ વિજય દિવસ નિમિત્તે કારગિલ યુદ્ધ સ્મારકની મુલાકાત લઈ શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરશે. દરમિયાન તેઓ શિનકુલ લા ટનલના કામકાજનો પ્રારંભ કરાવશે. 4.1 કિલોમીટર લાંબી આ ટ્યૂબ ટનલ લેહમાં પ્રતિકૂળ હવામાન દરમિયાન વાહનવ્યહાર માટે નિમૂ-પદુમ-દારચારોડ પર અંદાજે 15 હજાર, 500 ફૂટની ઉંચાઈ પર બનાવવામાં આવશે.બાંધકામ પૂર્ણ થયા બાદતે વિશ્વની સૌથી ઉંચાઈએ આવેલી ટનલમાં સ્થાન પામશે.

જુલાઇ 21, 2024 11:56 એ એમ (AM) જુલાઇ 21, 2024 11:56 એ એમ (AM)

views 122

પ્રધાનમંત્રી મોદી આજે નવી દિલ્હી ખાતે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 7 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી સભાને પણ સંબોધિત કરશે. ભારત પ્રથમ વખત વિશ્વ ધરોહર સમિતિની બેઠકનું આયોજન કરી રહ્યું છે. આ બેઠક 31 જુલાઈ સુધી ચાલશે. વિશ્વ ધરોહર સમિતિ વર્ષમાં એક વાર મળે છે અને તે  તમામ વિશ્વ ધરોહર-સંબંધિત બાબતોનું સંચાલન કરવા અને વિશ્વ ધરોહર યાદીમાં સમાવિષ્ટ ...

જુલાઇ 19, 2024 3:17 પી એમ(PM) જુલાઇ 19, 2024 3:17 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્સુલા વોન ડેર લેયનને યુરોપિયન કમિશનના પ્રમુખ તરીકે ફરીથી ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્સુલા વોન ડેર લેયનને યુરોપિયન કમિશનના પ્રમુખ તરીકે ફરીથી ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું, તેઓ વૈશ્વિક સારા માટે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવા આતુર છે. કમિશનના પ્રમુખ તરીકે આ તેમનો બીજો કાર્યકાળ હશે.

જુલાઇ 15, 2024 3:31 પી એમ(PM) જુલાઇ 15, 2024 3:31 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી મોદીએ શ્રી કે.પી.શર્મા ઓલીને નેપાળના પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી કે.પી.શર્મા ઓલીને નેપાળના પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક સંદેશમાં, શ્રી મોદીએ કહ્યું કે ભારત અને નેપાળ મિત્રતાના ગાઢ સંબંધોને મજબૂત કરવા અને દ્વિપક્ષીય સહયોગ અને પરસ્પર હિતોને વધુ પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરશે.

જુલાઇ 11, 2024 4:27 પી એમ(PM) જુલાઇ 11, 2024 4:27 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઑસ્ટ્રિયા પ્રવાસને ઐતિહાસિક ગણાવ્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઑસ્ટ્રિયા પ્રવાસને ઐતિહાસિક ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, આ પ્રવાસથી બંને દેશો વચ્ચેની મિત્રતા ગાઢ બની છે. ઑસ્ટ્રિયા યાત્રાના સમાપન પ્રસંગે તેમણે ઑસ્ટ્રિયાના લોકોના આતિથ્ય અને સ્નેહ માટે ચાન્સેલર કાર્લ નેહમર અને ઑસ્ટ્રિયા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. વિયેનામાં ઑસ્ટ્રિયાના ચાન્સલર નેહમર સાથેની મુલાકાત બાદ શ્રીમોદીએ કહ્યું કે ભારત અને ઑસ્ટ્રિયા વચ્ચેના દ્વીપક્ષીય સંબંધો અને રાજદ્વારી નીતિ સંદર્ભેના નિર્ણયો લેવાયા છે. વધુમાં તેમણે જણાવ્યુ કે, બંને દેશમાં પરસ્પર સહકારને ...

જુલાઇ 9, 2024 8:05 પી એમ(PM) જુલાઇ 9, 2024 8:05 પી એમ(PM)

views 99

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રશિયાના સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માનથી સન્માનિત કરાયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રશિયાના સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માન ‘ઑર્ડર ઑફ સેન્ટ એન્ડ્રુ ધ અપોસલ્સ’થી સન્માનિત કરવામાં આવ્યા છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતીને શ્રી મોદીને આ પુરસ્કાર અર્પણકર્યો હતો. આ પુરસ્કાર રશિયા અને ભારત વચ્ચે વિશિષ્ટ વ્યૂહાત્મક ભાગીદારી અને મૈત્રીપૂર્ણ જોડાણ વિક્સાવવામાં શ્રી મોદીનાં વિશેષ પ્રદાનને માન્યતા આપે છે. રશિયાના પ્રથમ ધર્મ પ્રચારક અને સંત એન્ડ્રુની સ્મૃતિમાં વર્ષ 1968માં આ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી.

જુલાઇ 9, 2024 4:00 પી એમ(PM) જુલાઇ 9, 2024 4:00 પી એમ(PM)

views 2

વર્તમાન સરકાર દેશની અર્થવ્યવસ્થાને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના હેતુ સાથે કાર્યરત :પ્રધાનમંત્રી

રશિયાની મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વર્તમાન સરકાર દેશની અર્થવ્યવસ્થાને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના હેતુ સાથે કાર્યરત છે. મૉસ્કોમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરતા તેમણે આ વાત કહી. શ્રી મોદીએ જણાવ્યું કે ભારતે જે પણ લક્ષ્યાંક મૂક્યા, તેને હાંસલ કર્યા છે. શ્રી મોદી આજે 22માં ભારત-રશિયા શિખર સંમેલનની સહ અધ્યક્ષતા કરશે. આ સંમેલનમાં પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે રક્ષા, વેપાર, રોકાણ, ઊર્જા, સહકાર, શિક્ષણ સંસ્કૃતિ અને લોકસંપર્ક સહિતના મુ...

જુલાઇ 8, 2024 8:06 પી એમ(PM) જુલાઇ 8, 2024 8:06 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની મોસ્કો યાત્રાએ પહોંચ્યાઃ પ્રમુખ પુતિન સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે રશિયા અનેઓસ્ટ્રિયાની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે પહોંચ્યા હતા. મોસ્કો વિમાન મથકે તેમને ગાર્ડ ઓફ ઓનરઆપવામાં આવ્યું હતું. રશિયાના નાયબ પ્રધાનમંત્રી ડેનિસ માન્તુરોવે તેમનું સ્વાગત કર્યુહતું. આવતીકાલે ભારત અને રશિયા વચ્ચેની 22મી શિખર મંત્રણા દરમિયાનપ્રધાનમંત્રી મોદી અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુટિનસંરક્ષણ, વેપાર, ઊર્જા, શિક્ષણ, સંસ્કૃતિ સહિતનાં અનેકદ્વિપક્ષીય મુદ્દે ચર્ચા કરશે. તેઓદ્વિપક્ષીય હિતોનાં પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર એક બીજાનાં અભિપ્રાયો રજૂ કરશે...

જુલાઇ 2, 2024 8:08 પી એમ(PM) જુલાઇ 2, 2024 8:08 પી એમ(PM)

views 18

પ્રધાનમંત્રી મોદીએ લોકસભા ચૂંટણીમાં પરિપક્વ વિચાર અને સમજદારી દાખવવા બદલ દેશના લોકોની સરાહના કરી

સંસદમાં રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુના અભિભાષણ પર જવાબ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કૉંગ્રેસ અને તેના સાથી પક્ષો લોકોમાં ભ્રામક માન્યતાઓ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભ્રામકવાતો ફેલાવવા છતાં તેમણે લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રી મોદીએ લોકસભા ચૂંટણીમાં પરિપક્વ વિચાર અને સમજદારી દાખવવા બદલ દેશના લોકોની સરાહના કરી.તેમણે કહ્યું કે લોકોએ સરકારની નીતિઓ, ઇરાદા તેમજ સમર્પણ પ્રત્યે વિશ્વાસ દર્શાવ્યો છે. ચર્ચાના જવાબમાં શ્રી મોદીએ વિપક્ષના નેતાનું નામ ...