જાન્યુઆરી 17, 2025 9:13 એ એમ (AM)

views 18

કેન્દ્રીય મંત્રીમંડળે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે ગઈકાલે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે, જે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં અને નિવૃત્ત કર્મચારીઓનાં પેન્શનમાં વધારાનાં મુદ્દે નિર્ણય લેશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, વર્ષ 1947થી અત્યાર સુધી સાત પગાર પંચની રચના થઈ છે. વર્ષ 2016માં સાતમા પગાર પંચની રચના થઈ હતી, જેની મુદત વર્ષ 2026માં પૂર્ણ થઈ હતી. અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે આ નિર્ણયથી કેન્દ્ર સરકારનાં 50 લાખ કર્મચારીઓને લાભ થશે, જેમાં સંરક્ષણ કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 65 લાખથી વધુ પ...

જાન્યુઆરી 16, 2025 8:30 એ એમ (AM)

views 20

અમિત શાહ વડનગરમાં આજે કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

ગુજરાતની ચાર દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મહેસાણા જિલ્લાના વડનગર શહેરની મુલાકાત કરશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ આ મુલાકાતમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મ્યૂઝિકલ મ્યુઝિયમનાં કાર્યોની સમીક્ષા બેઠકમાં ભાગ લેશે, તેમજ તેમના હસ્તે નવનિર્મિત પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયનું લોકાર્પણ કરવામાં આવશે. તેમની આ વડનગરની મુલાકાત દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

જાન્યુઆરી 13, 2025 9:28 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી મોદી આજે જમ્મુકાશ્મીરમાં સોનમર્ગ ટનલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ ટનલ શ્રીનગરથી લેહ થઈને સોનમર્ગ માર્ગમાં તમામ ઋતુઓમાં કનેક્ટિવિટી પ્રદાન કરશે. પ્રધાનમંત્રી બાંધકામ ક્ષેત્રનાં શ્રમિકોને પણ મળશે અને આ એન્જિનિયરિંગ સિદ્ધિમાં તેમના યોગદાનને સ્વીકારશે. લગભગ 12 કિલોમીટર લાંબી સોનમર્ગ ટનલ પ્રોજેક્ટ 2 હજાર 700 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં સોનમર્ગ મુખ્ય ટનલ, બહાર નીકળવાની ટનલ અને એપ્રોચ રોડનો સમાવેશ થાય છે. આ ટનલને કારણે ભુસ્ખલન અને હિમશીલાથી અસરગ...

જાન્યુઆરી 11, 2025 10:30 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફેબ્રુઆરી માસમાં ફ્રાન્સની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફેબ્રુઆરી માસમાં ફ્રાન્સની મુલાકાત લેશે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સની રાજ્ય મુલાકાતે જવાના છે, ત્યારબાદ તેઓ આવતા મહિને યોજાનારી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સમિટમાં ભાગ લેશે. ફ્રાન્સના રાજદૂતોના પરિષદમાં બોલતા રાષ્ટ્રપતિ મેક્રોને આગામી AI સમિટને "કાર્યવાહી માટે સમિટ" તરીકે વર્ણવી, જેનો હેતુ કૃત્રિમ બુદ્ધિમત્તા પર અર્થપૂર્ણ ચર્ચાઓને પ્રોત્સાહન આપવાનો છે. રાષ્ટ્રપતિ મેક્રોને એ પણ પુષ્ટિ આપી કે પ્રધાનમંત્રી ...

જાન્યુઆરી 11, 2025 9:48 એ એમ (AM)

views 25

રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી મોદી 3000 ઊભરતા નેતાઓ સાથે સંવાદ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાષ્ટ્રીય યુવા દિવસ પર દિલ્હીના ભારત મંડપમ ખાતે વિકસિત ભારત યુવા નેતા સંવાદમાં ભાગ લેશે. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી મોદી દેશભરના ત્રણ હજાર ઊભરતા નેતાઓ સાથે વાતચીત કરશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી દસ વિષયો પર સહભાગીઓ દ્વારા લખાયેલા શ્રેષ્ઠ નિબંધોના સંગ્રહનું પણ વિમોચન કરશે. જેમાં ટેકનોલોજી, ટકાઉપણું, મહિલા સશક્તિકરણ, ઉત્પાદન અને કૃષિ જેવા વિષયો પરના નિબંધોનો સમાવેશ થાય છે. વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદનો ઉદ્દેશ...

જાન્યુઆરી 9, 2025 7:20 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “સમગ્ર વિશ્વ વિવિધ વૈશ્વિક સમસ્યાઓના સમાધાન માટે ભારત તરફ જોઈ રહ્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “સમગ્ર વિશ્વ વિવિધ વૈશ્વિક સમસ્યાઓના સમાધાન માટે ભારત તરફ જોઈ રહ્યું છે.” શ્રી મોદીએ આજે સાંજે નવી દિલ્હીમાં જિનોમિક્સ ડેટા કૉન્કલેવ માટે એક વીડિયો સંદેશમાં કહ્યું, “જિનૉમ ઇન્ડિયા પ્રૉજેક્ટ દેશની જૈવ પ્રૌદ્યોગિકી પ્રકૃતિ-ચિત્રને વ્યાખ્યાયિત કરે છે.” શ્રી મોદીએ કહ્યું, “જૈવ અર્થવ્યવસ્થા ટકાઉ વિકાસનો પાયો આપે છે અને ગત 10 વર્ષમાં દેશની જૈવ અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર વિકાસ થયો છે.” તેમણે ઉમેર્યું, “વર્ષ 2014માં દેશની જૈવ અર્થવ્યવસ્થાનું મૂલ્ય 10 અબજ ડૉલર હતું, જે ...

જાન્યુઆરી 8, 2025 9:54 એ એમ (AM)

views 17

પ્રધાનમંત્રી મોદી આજે વિશાખાપટ્ટનમમાં 2 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન-ખાતમુહુર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ખાતમુહુર્ત કરશે. પ્રધાનમંત્રી મોદી વિશાખાપટ્ટનમ નજીક પુડીમડાકા ખાતે NTPC ગ્રીન એનર્જી લિમિટેડના અત્યાધુનિક ગ્રીન હાઇડ્રોજન સેન્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ આ પહેલું ગ્રીન હાઇડ્રોજન સેન્ટર હશે. આ પ્રોજેક્ટ પર અંદાજે 1 લાખ 85 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થશે. જેનાથી વર્ષ 2030 સુધીમાં 500 GW બિન-અશ્મિભૂત ઉર્જા ક્ષમતાના લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદ મળશે. પ્ર...

જાન્યુઆરી 1, 2025 8:21 એ એમ (AM)

views 13

નવી આશા, ઉમંગ અને પડકારો સાથે વર્ષ 2025નો પ્રારંભ

નવી આશા, નવા ઉમંગ અને નવા પડકારો સાથે વર્ષ 2025નો પ્રારંભ થયો છે. દેશભરમાં લોકોએ નવા વર્ષને અનેરા ઉત્સાહ સાથે આવકાર્યું હતું. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવોએ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. નવા વર્ષની વહેલી સવારથી જ દેશભરના લોકો પોતાના સ્નેહીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આજે વહેલી સવારથી જ અનેક મંદિરો અને ધાર્મિક સ્થળો પર માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. વારાણસીના વિશ્વ પ્રસિદ્ધ દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતી દરમિયાન દીવાઓ સાથે 'નવું વર્ષ 2025 મંગલમય' લખી...

ડિસેમ્બર 29, 2024 8:04 એ એમ (AM)

views 39

પ્રધાનમંત્રી મોદી આજે મન કી બાતમાં પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાતની આ 117મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન AIR મોબાઇલ એપ પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુ-ટ્યૂબ ચેનલ પરથી પણ મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. ...

ડિસેમ્બર 28, 2024 8:22 એ એમ (AM)

views 31

કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ‘મન કી બાત’ રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 117મી કડી હશે. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનનાં સમગ્ર નેટવર્ક, AIR ન્યૂઝ વૅબસાઈટ અને newsonair મૉબાઇલ એપ પર કરાશે. ઉપરાંત AIR ન્યૂઝ, ડીડી ન્યૂઝ, PMO અને માહિતી પ્રસારણ મંત્રાલયની યુ-ટ્યૂબ ચૅનલો પર પણ ‘મન કી બાત’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આકાશવાણી પર હિન્દી ભાષામાં પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં...