માર્ચ 4, 2025 6:29 પી એમ(PM)

views 16

બેલ્જિયમનાં રાજકુમારી એસ્ટ્રિડ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા

બેલ્જિયમનાં રાજકુમારી એસ્ટ્રિડ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ ભારતમાં ત્રણસો સભ્યોના આર્થિક મિશનનું નેતૃત્વ કરવા બદલ બેલ્જિયમની રાજકુમારીનો આભાર માન્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે તેઓ વેપાર, ટેકનોલોજી, સંરક્ષણ, કૃષિ, જીવનવિજ્ઞાન, નવીનતા, કૌશલ્ય અને શૈક્ષણિક આદાનપ્રદાનમાં નવી ભાગીદારી દ્વારા બંને દેશોના દેશવાસીઓ માટે અમર્યાદિત તકો ખોલવા માટે આતુર છે.

ફેબ્રુવારી 24, 2025 8:34 એ એમ (AM)

views 27

વિકસિત ગુજરાતના નિર્માણ માટે નાગરિકોને વરસાદી પાણીનો સંગ્રહ સાથે પર્યાવરણની જાળવણી કરવા મુખ્યમંત્રીની અપીલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાતના નિર્માણમાટે વરસાદી પાણીનો સંગ્રહ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણને સહજ સ્વભાવ બનાવવા નાગરિકોને અપીલ કરી છે. અમદાવાદમાં ગઈકાલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુજબ જણાવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, “સાબરમતી રિવરફ્રન્ટ, નર્મદાના પાણીનું વિતરણ નેટવર્ક, રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને 24 કલાક વીજળીથી ગુજરાત દેશના વિકાસનું આદર્શ રાજ્ય બન્યું છે.” આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલે ભારતમાં સેમિ-કન્ડક્ટરની પહેલી ચી...

ફેબ્રુવારી 24, 2025 8:27 એ એમ (AM)

views 14

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો ‘કિસાન સન્માન સમારોહ’

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 19મો હપ્તો જાહેર કરશે. આ યોજના અંતર્ગત જમીનધારક ખેડૂતોને ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે. આ દરમિયાન ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો ‘કિસાન સન્માન સમારોહ’ યોજાશે. તેમાં રાજ્યના 51 લાખ 41 હજારથી વધુ ખેડૂત પરિવારને એક હજાર 148 કરોડ રૂપિયાથી વધુની સહાય મળશે એમ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. આ તરફ નવસારીમાં યોજાનારા કિસાન સન્માન સમારોહમા...

ફેબ્રુવારી 19, 2025 8:44 એ એમ (AM)

views 91

ભારત અને કતાર વેપાર, રોકાણ, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય, સંસ્કૃતિ અને ઉર્જા ક્ષેત્રમાં વિશ્વસનીય ભાગીદાર. – રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે કતાર સાથે ભારતના સંબંધો સદીઓ જૂના છે અને બંને દેશો વેપાર, રોકાણ, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય, સંસ્કૃતિ અને ઉર્જા ક્ષેત્રોમાં વિશ્વસનીય ભાગીદાર છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-સાનીનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિએ એવું સૂચન કર્યું કે ભારત અને કતારે નવીનતા, ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ્સમાં સહયોગ વધારવા માટે તેમની શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે કહ્યું કે બંને દેશોએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં શાંતિ, પ્રગતિ અને...

ફેબ્રુવારી 15, 2025 11:00 એ એમ (AM)

views 18

ફ્રાંસ અને અમેરિકાના પ્રવાસથી પ્રધાન મંત્રી મોદી પરત ફર્યા

ફ્રાન્સ અને અમેરિકાની મહત્વપૂર્ણ અને ફળદાયી મુલાકાત પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે ભારત પરત ફર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર અમેરિકાની મુલાકાતે ગયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં પ્રધાનમંત્રીની અમેરિકાની આ પ્રથમ મુલાકાત હતી. આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રીએ વોશિંગ્ટનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય ચર્ચાઓ કરી હતી. ગુરુવારે મોડીરાત્રે વ્હાઇટ હાઉસમાં ચાર કલાક સુધી દ્વિપક્ષીય ચર્ચા થઈ હતી.

ફેબ્રુવારી 11, 2025 11:30 એ એમ (AM)

views 44

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાતચીત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાતચીત કરશે. આ સંવાદનો ઉદ્દેશ્ય ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. તેઓ અનેક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાટાઘાટોમાં પણ ભાગ લેશે. આ દરમિયાન, ભારત અને ફ્રાન્સ વચ્ચે ઘણા મહત્વપૂર્ણ દ્વિપક્ષીય કરારો પર હસ્તાક્ષર થવાની શક્યતા છે. પ્રધાનમંત્રી મોદી આજે  કૃત્રિમ બુદ્ધિમતા  એક્શન સમિટની સહ-અધ્યક્ષતા  કરશે . આ પરિષદનો ઉદ્દેશ્ય કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રમાં વૈશ્વિક ધોરણો સ્થાપિત કરવાની સાથે જવાબદાર કૃત્ર...

ફેબ્રુવારી 10, 2025 8:25 એ એમ (AM)

views 15

પરીક્ષા પે ચર્ચા અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ક્રિસ્ટલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અન્વયે અમદાવાદના વસ્ત્રાલની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ ગોષ્ઠિ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોર્ડની પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓ પરીક્ષાનો ડર રાખ્યા વગર તનાવ મુક્ત  પરીક્ષા આપી શકે તેની પ્રેરણા આપવા દેશભરમાં પરીક્ષા પે ચર્ચાની પહેલ કરેલી છે. આ પરીક્ષા પે ચર્ચાની આઠમી શ્રેણી આજે યોજાશે. આ કાર્યક્રમમાં ગુજરાતની 40 હજારથી વધુ શાળાઓમાં પરીક્ષા પેર ચર્ચા કાર્યક્રમનું વિવિધ માધ્યમો દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે...

જાન્યુઆરી 31, 2025 7:42 પી એમ(PM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું આજે સંસદના બંને ગૃહોને સંબોધન વિકસિત ભારતના નિર્માણ તરફના ભારતના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું આજે સંસદના બંને ગૃહોને સંબોધન વિકસિત ભારતના નિર્માણ તરફના ભારતના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિ મુર્મુએ સર્વાંગી અને ભવિષ્યના વિકાસના મહત્વ પર ભાર મૂક્યો, તમામ ક્ષેત્રોમાં કરાયેલી પહેલ પર પ્રકાશ પાડ્યો. શ્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિનું ભાષણ એવા ભારતના વિઝનને સ્પષ્ટ કરે છે જ્યાં યુવાનોને વિકાસની શ્રેષ્ઠ તકો મળે. શ્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિના સંબોધનમાં એકતા અને દૃઢ નિશ...

જાન્યુઆરી 28, 2025 1:47 પી એમ(PM)

views 12

‘ઉત્કર્ષ ઓડિશા, મેક-ઈન-ઓડિશા કોન્ક્લેવ’નુ ભુવનેશ્વરથી ઉદઘાટન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંશોધન અને નવિનીકરણ ઉપર ભાર મૂક્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભુવનેશ્વરમાં ‘ઉત્કર્ષ ઓડિશા, મેક-ઇન-ઓડિશાકોન્ક્લેવ’નું ઉદ્ઘાટન કર્યું છે.મોદીએ સંશોધન અને નવીનીકરણ પર ભાર મૂક્યો.ઓડિશા રાજ્ય વિષે બોલતા તેઓએ આ મુજબ જણાવ્યું.(બાઇટ – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી - ODISHA) ‘ઉત્કર્ષ ઓડિશા’, ઓડિશા રાજ્યને પૂર્વોદય દૂરદેશીપણાના મુખ્ય કેન્દ્ર અને ભારતમાં અગ્રણી રોકાણ સ્થળ અને ઔદ્યોગિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા માટે ઓડિશા સરકાર દ્વારા આયોજિત એક મુખ્ય વૈશ્વિક રોકાણ પરિષદ છે. આ પરિષદ ઔદ્યોગિક માળખાને મજબૂત બનાવવા અને 2036 સુધીમાં દેશના ટોચન...

જાન્યુઆરી 22, 2025 9:59 એ એમ (AM)

views 14

સરકાર આજે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ યોજનાની 10મી વર્ષગાંઠ ઉજવી રહી છે.

સરકાર આજે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ યોજનાની 10મી વર્ષગાંઠ ઉજવી રહી છે. દીકરીઓનાં રક્ષણ, શિક્ષણ અને સશક્તિકરણ માટે એક દાયકાનાં સતત પ્રયાસોની સફળતા પ્રસંગે આજે નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં સશસ્ત્ર દળો, અર્ધ લશ્કરી દળો, દિલ્હી પોલિસ, વિદ્યાર્થિનીઓ અને આંગણવાડી કાર્યકરો ભાગ લેશે. 10મી વર્ષગાંઠની ઉજવણી 8 માર્ચનાં રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સુધી ચાલશે. રાજ્ય અને જિલ્લા સ્તરે પણ આ પ્રકારનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.