ફેબ્રુવારી 8, 2025 3:33 પી એમ(PM) ફેબ્રુવારી 8, 2025 3:33 પી એમ(PM)
10
મહેસાણા જિલ્લાની વડનગર અને ખેરાલુ નગરપાલિકાની ચૂંટણી 16મી ફેબ્રુઆરી યોજાશે
મહેસાણા જિલ્લાની વડનગર અને ખેરાલુ નગરપાલિકાની ચૂંટણી 16 મી ફેબ્રુઆરી યોજાશે.આ માટે ઉમેદવારો મતદારોને ઘરે ઘરે જઈને પ્રચાર કરી રહ્યા છે.વડનગર વોર્ડ ક્રમાંક 2 ના એક અપક્ષ અને વોર્ડ નંબર એકમાં કોંગ્રેસના બે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચતા ભાજપના બે ઉમેદવારો બિન હરિફ વિજેતા બન્યા છે.હવે 50 ઉમેદવારો મેદાનમાં છે.ખેરાલુ નગરપાલિકામાં 59 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 18 હજાર 600 મતદારો છે.