માર્ચ 17, 2025 7:10 પી એમ(PM) માર્ચ 17, 2025 7:10 પી એમ(PM)
3
અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગને છ માર્ગીય બનાવવા અંદાજિત 3 હજાર 350 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે
અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગને છ માર્ગીય કરવા માટે કુલ 3 હજાર 350 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. વિધાનસભામાં અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિશે મુખ્યમંત્રી વતી વિગતો આપતા સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગના છ માર્ગીયકરણથી મુસાફરી સમયમાં અંદાજે 30 થી 45 મિનિટ તેમજ વાહનોના ઇંધણમાં 10 થી 15 ટકા સુધી બચત થશે. તેમણે જણાવ્યું કે કુલ 201 કિલોમીટર લાંબા આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પૈકી પ્રથમ તબક્કામાં 193 કિલોમીટર એટલે કે 98 ટકા કામગીરી પૂર્ણ કરાઇ છે. અમદાવાદ-રાજકોટ ર...