માર્ચ 11, 2025 7:05 પી એમ(PM)

views 13

રાજ્યનાં 14 મહિલા ધારાસભ્યોને તેમના મતવિસ્તારમાં આ વર્ષો રોડ-રસ્તાના વિકાસ કામ માટે બે કરોડ રૂપિયાનું વધારાનું અનુદાન અપાશે

રાજ્યનાં 14 મહિલા ધારાસભ્યોને તેમના મતવિસ્તારમાં આ વર્ષો રોડ-રસ્તાના વિકાસ કામ માટે બે કરોડ રૂપિયાનું વધારાનું અનુદાન અપાશે. આ અનુદાનમાંથી 50 લાખ રૂપિયા ‘કેચ ધ રેઈન’ એટલે કે, વરસાદી પાણીના સંગ્રહ અભિયાનના કામ માટે ઉપયોગમાં લેવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો. ગુજરાત વિધાનસભામાં હાલમાં 14 મહિલાઓ ધારાસભ્ય તરીકે લોકોનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય કરાયો છે.

સપ્ટેમ્બર 10, 2024 7:17 પી એમ(PM)

views 10

મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને રોડ-રસ્તાના કામ માટે વધારાનું 2 કરોડ રૂપિયાનું અનુદાન અપાશે

રાજ્યમાં મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને સભ્યદીઠ 2 કરોડ રૂપિયાનું વધારાનું અનુદાન આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. તે મુજબ માર્ગ-મકાન વિભાગ દ્વારા 43 ધારાસભ્યોને 86 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. ધારાસભ્યો આ અનુદાનમાંથી રોડ-રસ્તાનાકામ કરાવી શકશે. રાજ્ય સરકારે મહાનગરપાલિકાઓને  સંબંધિત ધારાસભ્યો સાથે પરામર્શકરીને આ અનુદાનમાંથી કામ હાથ ધરવાના દિશા નિર્દેશો આપ્યા છે. ઉલ્લેખનીય છેકે, મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને પોતાના મતવિસ્તારમાં આવેલા નવા માર્ગ,જૂના રસ્તાઓના સમારકામ જે વિસ્તારમાં ડામર ક...