ઓગસ્ટ 9, 2024 10:43 એ એમ (AM) ઓગસ્ટ 9, 2024 10:43 એ એમ (AM)

views 4

ન્યૂઝીલેન્ડના બે દિવસીય પ્રવાસે પહોંચેલા રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજે ઑકલેન્ડમાં આયોજીત સામુદાયિક કાર્યક્રમમાં પ્રવાસી ભારતીયો સાથે સંવાદ કરશે.

ન્યૂઝીલેન્ડના બે દિવસીય પ્રવાસે પહોંચેલા રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજે ઑકલેન્ડમાં આયોજીત સામુદાયિક કાર્યક્રમમાં પ્રવાસી ભારતીયો સાથે સંવાદ કરશે. ન્યૂઝીલેન્ડમાં અંદાજે ત્રણ લાખ ભારતીયો વસે છે. જેઓ ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચેના જોડાણને મજબૂત બનાવે છે. આ પૂર્વે રાષ્ટ્રપતિ મુર્મુ માટે રાજકીય ભોજનનું આયોજન કરાયું હતું, આ પ્રસંગે શ્રી મુર્મુએ બંને દેશોના રાજદ્વારી સંબંધોને મજબૂત બનાવવા ઑકલેન્ડમાં વાણિજ્યિક દૂતાવાસ ખોલવામાં આવશે તેવી જાહેરાત કરી હતી

ઓગસ્ટ 8, 2024 1:47 પી એમ(PM) ઓગસ્ટ 8, 2024 1:47 પી એમ(PM)

views 7

ભારતીય રિઝર્વ બેંકે દ્વિમાસિક નાણાંકીય નીતિની જાહેરાત કરી – સતત નવમી વખત વ્યાજદરને યથાવત રાખ્યા

ભારતીય રિઝર્વ બેંકે આજે સતત નવમી વખત વ્યાજ દર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે..ચાલુ નાણાકીય વર્ષ માટે ત્રીજી દ્વિ-માસિક નાણાકીય નીતિની જાહેરાત કરતાં, RBIના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે નાણાકીય નીતિ સમિતિ-MPC એ રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. મે 2022થી સતત છ વાર દર વધાર્યા બાદ ગયા વર્ષના એપ્રિલ મહિનાથી વ્યાજ દર વધારા પર વિરામ મૂકવામાં આવપ્યો હતો. ફુગાવો વૃદ્ધિને ટેકો આપવાના લક્ષ્યાંકને અનુરૂપ રહે તે સુનિશ્ચિત કરવા બેઠકમાં 6માંથી 4સભ્યોની બહુમતીથી નિર્ણય લેવામાં આવ્યો ...

જુલાઇ 26, 2024 1:58 પી એમ(PM) જુલાઇ 26, 2024 1:58 પી એમ(PM)

views 6

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ સહિતના નેતાઓએ કારગીલ વિજય દિવસ પર શહીદોના બલિદાનને યાદ કર્યા

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ કારગિલ વિજય દિવસ પર સશસ્ત્રદળોનો આભાર વ્યક્ત કર્યો અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રીમુર્મુ 1999માં કારગિલના પર્વતો પર દેશની રક્ષા કરતા સર્વોચ્ચ બલિદાન આપનારા શહીદોને યાદ કર્યા. રાષ્ટ્રપતિએ કહ્યું કે શહીદોનું આ બલિદાન અને વીરતા પ્રત્યેક નાગરિકને પ્રેરિત કરતા રહેશે. આજે લોકસભા અને રાજ્યસભાએ કાર્યવાહીના પ્રારંભમાં કારગીલ યુધ્ધના વીર જવાનોને શ્રધ્ધાંજલિ આપી હતી.