માર્ચ 28, 2025 6:04 પી એમ(PM)

views 16

દ્વારકા જીલ્લામાં ઓખાના પાણીના ટાંકા પાછળના વિસ્તારમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ પર ડિમોલેશન હાથ ધરાયું

દ્વારકા જીલ્લામાં ઓખાના પાણીના ટાંકા પાછળના વિસ્તારમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ પર ડિમોલેશન હાથ ધરાયું હતું. ગેરકાયદેસર રહેણાક મકાન તોડી પાડવામાં આવ્યું છે. ત્યારે મોટા પોલીસ કાફલા સાથે ફરી ડિમોલિશન શરૂ કરાયું હતું. 

માર્ચ 17, 2025 6:18 પી એમ(PM)

views 18

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાધીશ જગતમંદિર ખાતે ફુલડોલ ઉત્સવ દરમિયાન 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાધીશ જગતમંદિર ખાતે ફુલડોલ ઉત્સવ દરમિયાન 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા. ઉલ્લેખનીય છે કે હોળાષ્ટકની શરૂઆતથી જ અનેક શ્રદ્ધાળુ પગપાળા દ્વારકા આવી ફૂલડોલ ઉત્સવમાં જોડાયા હતા. આ અંગે દ્વારકાધીશ મંદિરના વહીવટદાર હિમાંશુ ચૌહાણે વધુ માહિતી આપી.

ઓક્ટોબર 6, 2024 9:19 એ એમ (AM)

views 16

એસટી દ્વારા સિદ્ધપુરથી દ્વારકાની નવી સ્લીપર કોચ બસ શરૂ કરાઇ

સિધ્ધપુર પંથકની જનતા માટે સિધ્ધપુરથી સીધા યાત્રાધામ દ્વારકાધીશના દર્શનાર્થે જઇ શકે તેવી સિધ્ધપુર - દ્વારકા સ્લીપરકોચ બસનો પ્રારંભ થયો છે. સિધ્ધપુરથી દ્વારકા જતી નવીન સ્લીપર કોચ બસને રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ બસ દરરોજ નિયમિત સિધ્ધપુરથી દ્વારકા જશે અને દ્વારકાથી સિધ્ધપુર પરત આવશે. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સિધ્ધપુર મત વિસ્તારની ધર્મપ્રેમી જનતાને આ બસનો લાભ લેવા અનુરોધ કર્યો છે. આ બસ સાંજે 18:00 કલાકે સિદ્ધપુરથી ઉપડી વાયા પાટણ, બેચરાજી, સ...

સપ્ટેમ્બર 22, 2024 10:29 એ એમ (AM)

views 26

રાજ્યના અંબાજી, સોમનાથ, સહિતના 32 સ્થળોના પ્રસાદની તપાસ કરાઇ

તિરૂપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં પ્રાણીજન્ય ચરબી જોવા મળતા દેશભરમાં ભારે વિવાદ સર્જાયો હતો. જેના અંતર્ગત ગુજરાતનાં પ્રસિદ્ધ તીર્થસ્થાનો અંબાજી, દ્વારકા, સોમનાથ સહિતના 32 સ્થળો પર પ્રસાદની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી છે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગુજરાતમાં પ્રસાદ વહેંચણી કરતાં આવા વિવિધ 32 જેટલા સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હાથ ધરાયેલી તપાસમાં આ સ્થળોના પ્રસાદમાં પ્રાણીજન્ય ચરબીનું તત્વ જોવા મળ્યું ન હતું, તેમ રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન વિભાગના ...