નવેમ્બર 15, 2024 7:03 પી એમ(PM)

views 12

સમગ્ર રાજ્યમાં આજે દેવદિવાળીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે

સમગ્ર રાજ્યમાં આજે દેવદિવાળીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સવારથી જ લોકો વિવિધ મંદિરોમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. યાત્રાધામ અંબાજી, પાવાગઢ, શામળાજી, ડાકોર અને બહુચરાજી સહિતના મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. અંબાજીમાં શક્તિ દ્વારથી જ ભક્તોની લાંબી લાઇનો જોવા મળી હતી. શામળાજીમાં આજે મેળાનો છેલ્લો દિવસ હોવાથી વહેલી સવારથી હજારો ભક્તો દર્શન માટે આવી પહોંચ્યા છે. પાવાગઢ શક્તિપથ પર માઇભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. પાવાગઢ મંદિરે આજે અન્નકુટના દર્શન યોજા...