નવેમ્બર 12, 2024 9:53 એ એમ (AM)

views 12

આજે દેવઉઠી એકાદશી

આજે દેવઉઠી એકાદશી છે. વિક્રમ સંવતના નવા વર્ષની આજે પ્રથમ અગિયારસ દેવ પ્રબોધિની એકાદશી કહેવાય છે. ભગવાન વિષ્ણુ ચાર માસ શયન પછી આજે જાગૃત થાય છે. શુભ કાર્યો માટે આજે શ્રેષ્ઠ મુર્હૂત ગણાય છે. રાજ્યભરના દેવ મંદિરોમાં આજે તુલસી વિવાહ મહોત્સવની ઉજવણી થશે. અમદાવાદના રણછોડરાયજી મંદિર સહિતના મંદિરોમાં આજે તુલસી વિવાહના આયોજન કરાયા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે તુલસી વિવાહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.