જુલાઇ 2, 2024 8:15 પી એમ(PM) જુલાઇ 2, 2024 8:15 પી એમ(PM)

views 10

રાજ્યની દૂધ મંડળીઓના સભાસદોની સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વર્ચ્યૂઅલ સમીક્ષા બેઠક ગાંધીનગર ખાતે યોજાઈ

રાજ્યની દૂધ મંડળીઓ-સભાસદોના ખાતા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં વધુ માત્રામાં ખોલાવા અંગે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વર્ચ્યૂઅલ સમીક્ષા બેઠક ગાંધીનગર ખાતે યોજાઈ ગઈ. આ બેઠકમાં આગામી છઠ્ઠી જુલાઈએ સહકાર દિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાનારા 'સહકાર થી સમૃદ્ધિ' કાર્યક્રમ અંતર્ગત પણ ચર્ચા કરાઈ હતી.