જાન્યુઆરી 1, 2025 3:20 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 3:20 પી એમ(PM)

views 2

સુરતના હજીરા વિસ્તારમાં આવેલી આર્સેલર મિત્તલ કંપનીમાં પ્લાન્ટમાં સર્જાયેલી દુર્ઘટનાના પગલે ચાર લોકોના મોત થયાં

સુરતના હજીરા વિસ્તારમાં આવેલી આર્સેલર મિત્તલ કંપનીમાં પ્લાન્ટમાં સર્જાયેલી દુર્ઘટનાના પગલે ચાર લોકોના મોત થયાં છે. કંપનીના ફોરેક્સ બે પ્લાન્ટમાં રો મટીરીયલ લઈ જતી પાઇપમાં ખામી સર્જાતા આ દુર્ઘટના ઘટી હતી.આ રો-મટીરીયલ ચાર લોકો પર પડ્યું હતું અને તેના જ કારણે ચાર કામદારો ઘટના સ્થળ પર મોત થયા હતા..આગમાં ચારેય કામદારોના મૃતદેહ બળીને ખાખ થઇ ગયાહતા જેના કારણે તેમની ઓળખ માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ડીએનએ ટેસ્ટ કરાયા હતાં..આ ઘટના અંગે સુરતના ડીસીપી વિજયસિંહ ગુર્જરે ઘટનાની વધુ વિગતો આપી હતી.

જુલાઇ 30, 2024 8:08 પી એમ(PM) જુલાઇ 30, 2024 8:08 પી એમ(PM)

views 6

ઝારખંડમાં હાવડા-મુંબઈ ટ્રેન દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી પૂર્ણ થઈ

ઝારખંડમાં હાવડા-મુંબઈ ટ્રેન દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ચક્રધરપુર રેલ્વે વિભાગ હેઠળના પોટોબેડા ગામ નજીક બારાબામ્બો અને ખરસાવા રેલ્વે સ્ટેશન વચ્ચે આજે સવારે હાવડા-મુંબઈ મેઈલની 18 બોગી પાટા પરથી ઉતરી જવાને પગલે બે મુસાફરોના મોત થયા છે અને 24 મુસાફરો ઘાયલ થયા છે. ટ્રેનના બી-4 કોચમાંથી બે મુસાફરોના મૃતદેહ મળી આવ્યા હતા. ઘાયલ મુસાફરોને સ્થાનિક હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટનાગ્રસ્ત ટ્રેન હાવડાથી મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ જઈ રહી હતી. ફસાયેલા મુસાફરોને સ્પેશિયલ ટ...