નવેમ્બર 5, 2024 10:03 એ એમ (AM) નવેમ્બર 5, 2024 10:03 એ એમ (AM)

views 7

રાજ્યમાં દિવાળીના તહેવારના ચાર દિવસમાં 108 ઈમરજન્સીમાં 20 હજાર 164 કેસ નોંધાયાના અહેવાલ

રાજ્યમાં દિવાળીના તહેવારના ચાર દિવસમાં 108 ઈમરજન્સીમાં 20 હજાર 164 કેસ નોંધાયાના અહેવાલ છે. 108 ઇમરજન્સી સેવાના મુખ્ય કાર્યકારી અધિકારી જસવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ભાઈબીજ સુધીના ચાર દિવસમાં 20 હજાર જેટલા ઈમરજન્સી કેસ નોંધાયા છે. સામાન્ય દિવસોમાં દરરોજના 4 હજાર 500 કેસ નોંધાતા હોય છે, જયારે દિવાળીમાં સરેરાશ 5 હજાર 500 જેટલા કેસ નોંધાયા છે.

ઓક્ટોબર 31, 2024 8:03 પી એમ(PM) ઓક્ટોબર 31, 2024 8:03 પી એમ(PM)

views 3

પ્રકાશ પર્વ દિવાળીની આજે રાજ્યભરમાં પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે

પ્રકાશ પર્વ દિવાળીની આજે રાજ્યભરમાં પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે. રાજ્યભરમાં લોકો દિવાળી અને નવા વર્ષની ઉમંગભેર ઉજવણી કરી રહ્યા છે. અધર્મ પર ધર્મના વિજયના પ્રતિક રૂપે ઉજવાતી દિવાળી આનંદ અને રોશનીનો તહેવાર છે. દિપાવલી પર્વની ઉજવણીના ભાગરૂપે ઘરે ઘરે દિવડા રંગોળીના સુશોભન જોવા મળી રહ્યા છે. આજે ચોપડા પૂજન અને લક્ષ્મીપૂજનનું અનેરૂં મહત્વ છે. વેપારીઓ ચોપડા પૂજન કર્યા બાદ વેપારી કામકાજ બંધ કરશે. રાજ્યના વિવિધ મંદિરોમાં દિવાળી નિમિત્તે વિશેષ શણગાર, રોશની કરાયા છે. રાજ્યભરના મંદિરો રોશન...

ઓક્ટોબર 31, 2024 8:01 પી એમ(PM) ઓક્ટોબર 31, 2024 8:01 પી એમ(PM)

views 3

આજે દિવાળી નિમિત્તે રાજ્યનાં મંદિરોમાં વિશેષ શણગાર અને દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે

આજે દિવાળી નિમિત્તે રાજ્યનાં મંદિરોમાં વિશેષ શણગાર અને દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જગત મંદિર દ્વારકાધીશ ખાતે દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તોનું આગમન થઈ રહ્યું છે. આજે સવારથી જ દ્વારકાધીશનાં દર્શન કરવા ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી. આજે સાંજે મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણ સંગ હાંટડી ના ખાસ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગરનાં શ્રી સ્વામિનારાયણ મંદિર એટલે કે અક્ષરવાડી ખાતે સમગ્ર મંદિર પરિસરને 3,000 દીવડાઓ પ્રગટાવીને દૈદીપ્યમાન કરવામાં આવ્યું.

ઓક્ટોબર 31, 2024 7:44 પી એમ(PM) ઓક્ટોબર 31, 2024 7:44 પી એમ(PM)

views 3

પ્રકાશ પર્વ દિવાળીની આજે દેશભરમાં પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે.

પ્રકાશ પર્વ દિવાળીની આજે દેશભરમાં પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે. અધર્મ પર ધર્મના વિજયના પ્રતિક રૂપે ઉજવાતી દિવાળી આનંદ અને રોશનીનો તહેવાર છે. વેપારીઓ આજે ચોપડા પૂજન અને લક્ષ્મીપૂજન કરીને ધંધા વ્યવસાય લાભપાંચમ સુધી બંધ રાખશે. દેશભરના મંદિરોમાં વિશેષ શણગાર, રોશનીથી ઝળહળી રહ્યા છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.

ઓક્ટોબર 31, 2024 3:43 પી એમ(PM) ઓક્ટોબર 31, 2024 3:43 પી એમ(PM)

views 3

આજે દિવાળી નિમિત્તે રાજ્યનાં મંદિરોમાં વિશેષ શણગાર અને દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે

આજે દિવાળી નિમિત્તે રાજ્યનાં મંદિરોમાં વિશેષ શણગાર અને દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જગત મંદિર દ્વારકાધીશ ખાતે દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તોનું આગમન થઈ રહ્યું છે. આજે સવારથી જ દ્વારકાધીશનાં દર્શન કરવા ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી. આજે સાંજે મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણ સંગ હાંટડી ના ખાસ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગરનાં શ્રી સ્વામિનારાયણ મંદિર એટલે કે અક્ષરવાડી ખાતે સમગ્ર મંદિર પરિસરને 3,000 દીવડાઓ પ્રગટાવીને દૈદીપ્યમાન કરવામાં આવશે. સાંજનાં 5 વાગ્યે ચોપડા પૂજન પછી મંદિરમાં ભવ્ય દ...

ઓક્ટોબર 31, 2024 2:17 પી એમ(PM) ઓક્ટોબર 31, 2024 2:17 પી એમ(PM)

views 5

દેશભરમાં આજે પ્રકાશપર્વ દિવાળીની પરંપરાગત ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે

દેશભરમાં આજે પ્રકાશપર્વ દિવાળીની પરંપરાગત ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આજનો તહેવાર અંધકારથી ઉજાસ તરફ અને અધર્મ ઉપર ધર્મના વિજય રૂપે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે લોકો ઘરો, મંદિરો અને અન્ય જાહેર સ્થળો ઉપર દીવા પ્રગટાવીને અને રંગોળી કરીને દેવી લક્ષ્મીની પૂજા કરે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દીવાળી નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિએ તેમના શુભેચ્છા સંદેશમાં આ શુભ અવસર પર આપણે આપણા અંતરાત્માને પ્રકાશિત કરવા જોઈ...

ઓક્ટોબર 23, 2024 7:16 પી એમ(PM) ઓક્ટોબર 23, 2024 7:16 પી એમ(PM)

views 3

રાજ્ય સરકારે દિવાળીની રજાઓ જાહેર કરી

રાજ્ય સરકારે દિવાળીની રજાઓ જાહેર કરી છે, ત્યારે દિવાળીના બીજે દિવસે પડતર દિવસે રજા જાહેર કરી છે. આ દિવસની રજાને બદલે એના પછીના બીજા શનિવારને 9 નવેમ્બરે તમામ સરકારી કચેરીઓ ચાલુ રહેશે. આ પડતર દિવસની રજાને લીધે દિવાળી, પડતર દિવસ, બેસતું વર્ષ તથા ભાઇબીજની એમ સળંગ ચાર રજા સરકાર દ્વારા જાહેર કરવામાં આવતાં સરકારી કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

ઓક્ટોબર 17, 2024 8:20 એ એમ (AM) ઓક્ટોબર 17, 2024 8:20 એ એમ (AM)

views 5

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 28 ઓક્ટોબરથી 17 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરાયું છે.

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 28 ઓક્ટોબરથી 17 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરાયું છે. આ અંગેનો પ્રાથમિક શિક્ષણ વિભાગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને મોકલેલા પરિપત્રમાં જણાવાયું છે કે, રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખ એક સરખી રહે તે માટે દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક કેલેન્ડર આપવામાં આવે છે. જે મુજબ રાજ્યની પ્રાથમિક શાળા માટે દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે.

ઓક્ટોબર 17, 2024 8:02 એ એમ (AM) ઓક્ટોબર 17, 2024 8:02 એ એમ (AM)

views 4

દિવાળીના તહેવારોને અનુલક્ષીને સરકારી કર્મચારીઓને ઑક્ટોબર માસનો પગાર અને પેન્શનની ચૂકવણી 23થી 25 તારીખ દરમિયાન કરાશે.

દિવાળીના તહેવારોને અનુલક્ષીને સરકારી કર્મચારીઓને ઑક્ટોબર માસનો પગાર અને પેન્શનની ચૂકવણી 23થી 25 તારીખ દરમિયાન કરાશે.વિવિધ કર્મચારી મંડળો, એસોસિએશન અને અગ્રણીઓ દ્વારા મળેલી રજૂઆતના પ્રતિસાદમાં રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.