ફેબ્રુવારી 9, 2025 8:58 એ એમ (AM) ફેબ્રુવારી 9, 2025 8:58 એ એમ (AM)

views 3

દરમિયાન દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પર, કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમનો પક્ષ નમ્રતાપૂર્વક દિલ્હીના જનાદેશનો સ્વીકાર કરે છે.

દરમિયાન દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પર, કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમનો પક્ષ નમ્રતાપૂર્વક દિલ્હીના જનાદેશનો સ્વીકાર કરે છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, તેમણે તમામ કોંગ્રેસ કાર્યકરો અને તમામ મતદારોનો સમર્થન બદલ આભાર માન્યો હતો

ફેબ્રુવારી 9, 2025 8:42 એ એમ (AM) ફેબ્રુવારી 9, 2025 8:42 એ એમ (AM)

views 5

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને હરાવીને ભારતીય જનતા પાર્ટી 27 વર્ષ પછી ફરીથી સત્તા રૂઢ – ભાજપે 70 માંથી 48 બેઠકો જીતી.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ નિર્ણાયક જીત મેળવી છે, આમ આદમી પાર્ટી ને હરાવીને 27 વર્ષ પછી સત્તામાં પાછી આવી છે. 70 સભ્યોની વિધાનસભામાં ભાજપે 48 બેઠકો જીતી છે, જ્યારે આમ આદમી પાર્ટી ને 22 બેઠકો મળી છે. કોંગ્રેસ એક પણ બેઠક મેળવી શકી નથી. ભાજપના અગ્રણી વિજેતાઓમાં પરવેશ સાહિબ સિંહ, વિજેન્દ્ર ગુપ્તા, કપિલ મિશ્રા, તરવિંદર સિંહ મારવાહ અને અરવિંદર સિંહ લવલીનો સમાવેશ થાય છે. AAP ના વિજેતાઓમાં આતિશી, સોમ દત્ત, ગોપાલ રાય, જરનૈલ સિંહ અને ઇમરાન હુસૈનનો સમાવેશ થાય છે. AAPના વરિષ્ઠ નેત...

ફેબ્રુવારી 9, 2025 8:11 એ એમ (AM) ફેબ્રુવારી 9, 2025 8:11 એ એમ (AM)

views 4

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીતની ભારતીય જનત્તા પાર્ટીએ રાજ્યભરમાં ઉજવણી કરી

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીતની ભારતીય જનત્તા પાર્ટીએ રાજ્યભરમાં ઉજવણી કરી હતી. છોટાઉદેપુર જિલ્લાના સાંસદ જશુ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિત જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો તથા મહિલા મોરચા દ્વારા ફટાકડા ફોડી વિજયનો જશ્ન મનાવવામાં આવ્યો. ભાવનગર શહેરના કુંભારવાડા સર્કલ અને ઘોઘા સર્કલ ખાતે ભાજપ કાર્યકર્તાએ આતશબાજી કરીને દિલ્હીમાં ભાજપની જીતની ઉજવણી કરી હતી. પાટણ શહેર અને જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરોએ પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે આતશબાજી સાથે એકબીજાનું મો મીઠું કરાવી હર્ષોલ્લાસ...

ફેબ્રુવારી 8, 2025 1:55 પી એમ(PM) ફેબ્રુવારી 8, 2025 1:55 પી એમ(PM)

views 14

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 47 અને આમ આદમી પાર્ટી 23 બેઠક પર આગળ

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં તમામ 70 બેઠકો માટેના વલણો સામે આવી રહ્યા છે.વલણોમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળતી દેખાઈ રહી છે.તેના ઉમેદવારો 47 બેઠકો પર આગળ છે. આમ આદમી પાર્ટી 23 બેઠકો પર આગળ.ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની નવી દિલ્હી બેઠક પરથી હાર થઈ છે.આ બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્મા જીત્યા છે.કાલકાજી બેઠક પરથી આમઆદમી પાર્ટીના ઉમેદવાર અને દિલ્હીના મુખ્યમંત્રી આતિશી 2 હજાર આઠસોથી વધુ મતોથી પાછળ છે. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના રમેશ બિધુરી આગળ ચાલી રહ્યા છે.જંગપુરા બેઠક પરથ...

જાન્યુઆરી 12, 2025 8:50 એ એમ (AM) જાન્યુઆરી 12, 2025 8:50 એ એમ (AM)

views 4

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 29 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 29 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભૂતપૂર્વ ધારાસભ્ય કપિલ મિશ્રાને કરાવલ નગરથી, હરીશ ખુરાનાને મોતી નગરથી અને તાજેતરમાં આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા પ્રિયંકા ગૌતમને કોંડલીથી ટિકિટ આપવામાં આવી છે. આ પહેલા પાર્ટીએ 29 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી. કુલ ૭૦ વિધાનસભા બેઠકોમાંથી, ભાજપે અત્યાર સુધીમાં ૫૮ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.

ડિસેમ્બર 25, 2024 8:55 એ એમ (AM) ડિસેમ્બર 25, 2024 8:55 એ એમ (AM)

views 5

કોંગ્રેસે આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે.

કોંગ્રેસે આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ શકુર બસ્તી વિધાનસભા ક્ષેત્રમાંથી સતીશ લુથરા, રાજૌરી ગાર્ડન બેઠક પરથી ધરમપાલ ચંદેલા, જંગપુરાથી ફરહાદ સૂરી, સીમાપુરીથી રાજેશ લિલોથિયા અને રાજીન્દર નગર વિધાનસભા ક્ષેત્રમાંથી વિનીત યાદવને મેદાનમાં ઉતાર્યા છે.