જાન્યુઆરી 9, 2025 3:19 પી એમ(PM)

views 12

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીની દપાડા પંચાયતમાં GPDP એટલે કે, ગ્રામ પંચાયત વિકાસ યોજનાની મંજૂરી માટે ગ્રામસભા યોજાઈ ગઈ

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીની દપાડા પંચાયતમાં GPDP એટલે કે, ગ્રામ પંચાયત વિકાસ યોજનાની મંજૂરી માટે ગ્રામસભા યોજાઈ ગઈ. સરપંચ નીતા તુમડાની અધ્યક્ષતામાં યોજાયેલી આ સભામાં ડામર, સીસી રોડ, સ્ટ્રિટ લાઈટ, પાઈપલાઈન, સ્મશાન, બ્રિજ, શાળા, આંગણવાડી, સામાજિક કાર્યો, મનરેગા સહિત GPDPના વિવિધ કામની કાર્યયોજનાને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.

નવેમ્બર 28, 2024 7:12 પી એમ(PM)

views 6

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને આણંદ જીલ્લાના પેટલાદમાં થયેલા બે જુદા જુદા માર્ગ અકસ્માતમાં સાત વ્યક્તિઓના મોત અને 15થી વધુ વ્યક્તિઓને ઇજા થઇ છે

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને આણંદ જીલ્લાના પેટલાદમાં થયેલા બે જુદા જુદા માર્ગ અકસ્માતમાં સાત વ્યક્તિઓના મોત અને 15થી વધુ વ્યક્તિઓને ઇજા થઇ છે. દાદરાનગર હવેલીના ખાનવેલ દૂધની રોડ પાસે આવેલા ઉપલા મેઘા ગામે કાર ચાલક સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર મોટા પથ્થર સાથે ટકરાઇ હતી અને પલટી ગઇ હતી. જેના કારણે ચાર લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા. એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો. અમારા દમણના પ્રતિનિધી પ્રદિપ ભાવસાર જણાવે છે કે, સુરતના પાંચ મિત્રો કારમાં ખાનવેલ જતાં હતા ત્યારે આ અકસ્માત સર્જાયો ...