ફેબ્રુવારી 7, 2025 6:21 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 6:21 પી એમ(PM)

views 4

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નાની દમણ ખાતે પી એમ વિશ્વકર્મા યોજના માટે જાગરૂકતા અને નોંધણી કેમ્પનું આયોજન કરાયું

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નાની દમણ ખાતે પી એમ વિશ્વકર્મા યોજના માટે જાગરૂકતા અને નોંધણી કેમ્પનું આયોજન કરાયું. સૂક્ષ્મ લઘુ મધ્યમ એન્ટરપ્રાઇઝ મંત્રાલય દ્વારાઆ કેમ્પનું આયોજન કરાયું. આ કેમ્પમાં માછીમારોને જાળ અને હોડી બનાવવાની યોજનાની સમજણ અપાઈ. આ અંગે પીએમ વિશ્વકર્મા યોજનાના નોડલ અધિકારી માનવેંદુ દાસે વધુ માહિતી આપી.

જાન્યુઆરી 9, 2025 7:41 પી એમ(PM) જાન્યુઆરી 9, 2025 7:41 પી એમ(PM)

views 2

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં માર્ગ સલામત માસ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાઇ રહ્યાં છે

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં માર્ગ સલામત માસ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાઇ રહ્યાં છે. જેના ભાગરૂપે પરિવહન વિભાગ દ્વારા અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દમણ આરટીઓ ખાતે રક્તદાન શિબિર યોજાઇ હતી. દમણની રોટરી ક્લબ અને આરટીઓ વિભાગ દ્વારા રક્ત એકત્રિત કરવામાં આવ્યું. દાદરા નગર હવેલી અને દમણ દીવ પરિવહન વિભાગ દ્વારા રક્તદાતોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.

જાન્યુઆરી 1, 2025 6:34 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 6:34 પી એમ(PM)

views 3

દમણમાં નવા વર્ષની વેલકમ પાર્ટી ઉજવીને સવારે નીકળેલા અંકલેશ્વરના 5 યુવકોને વલસાડ હાઇ-વેના કુંડી બ્રિજ પાસે અકસ્માત સર્જ્યો

દમણમાં નવા વર્ષની વેલકમ પાર્ટી ઉજવીને સવારે નીકળેલા અંકલેશ્વરના 5 યુવકોને વલસાડ હાઇ-વેના કુંડી બ્રિજ પાસે અકસ્માત સર્જ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર કાર ચાલકે ડિવાઈડર કુદાવી મુંબઇ તરફ જતા ટેમ્પો સાથે ધડાકાભેર કાર અથડાવી હતી અને અકસ્માત સર્જ્યો હતો. કારમાં સવાર અંકલેશ્વરના 5 યુવકોને ઇજાઓ પહોંચતા 108ની મદદ લઈને ઇજાગ્રસ્ત યુવકોને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને લઈને મુંબઈ તરફ જતો વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. ડુંગરી પોલીસ ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

જુલાઇ 8, 2024 3:26 પી એમ(PM) જુલાઇ 8, 2024 3:26 પી એમ(PM)

views 4

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ મિશ્રાએ નીતિ આયોગના દ્વારા નિર્ધારિત સંપૂર્ણતા અભિયાનનો શુભારંભ કરાવ્યો

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ મિશ્રાએ નીતિ આયોગના દ્વારા નિર્ધારિત સંપૂર્ણતા અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં નીતિ આયોગના આકાંક્ષા બ્લૉક કાર્યક્રમમાં પાંચ મુદ્દા સામેલ કરાયા હતા. આ અભિયાન અંતર્ગત આગામી 30મી સપ્ટેમ્બર સુધી આરોગ્ય, પોષણ, કૃષિ પદ્ધતિઓમાં વિવિધ કાર્યક્રમ યોજાશે.