ડિસેમ્બર 14, 2024 8:49 એ એમ (AM) ડિસેમ્બર 14, 2024 8:49 એ એમ (AM)

views 7

દેશમાં સૈન્ય કાયદો લાદવાના પ્રયાસ બાદ દક્ષિણ કોરિયાના સાંસદો રાષ્ટ્રપ્રમુખ યુન સુક યેઓલ વિરુદ્ધ બીજા મહાભિયોગ પ્રસ્તાવ પર આજે સંસદમાં મતદાન કરશે.

દેશમાં સૈન્ય કાયદો લાદવાના પ્રયાસ બાદ દક્ષિણ કોરિયાના સાંસદો રાષ્ટ્રપ્રમુખ યુન સુક યેઓલ વિરુદ્ધ બીજા મહાભિયોગ પ્રસ્તાવ પર આજે સંસદમાં મતદાન કરશે. ભારતીય સમય અનુસાર લગભગ બપોરે સાડા બાર વાગ્યાથી મતદાન શરૂ થશે. ઠરાવ પસાર કરવા રાષ્ટ્રીય વિધાનસભાના ત્રણસો માંથી બસ્સો સભ્યોના સમર્થનની જરૂર પડશે. ત્યારબાદ મામલો બંધારણીય અદાલતમાં જશે.મહાભિયોગ પ્રસ્તાવ પસાર કરવા વિપક્ષી સાંસદોએ શ્રી યુનની રૂઢિચુસ્ત પીપલ્સ પાવર પાર્ટીના આઠ સાંસદોને તેમની તરફેણમાં કરવા પડશે. ગઈકાલે સત્તાધારી પક્ષના સાત સાંસદોએ મહાભિયોગ પ્ર...

ડિસેમ્બર 2, 2024 11:01 એ એમ (AM) ડિસેમ્બર 2, 2024 11:01 એ એમ (AM)

views 6

જૂનિયર એશિયા કપમાં ભારતે દક્ષિણ કોરિયાને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો

ઓમાનના મસ્કતમાં રમાઈ રહેલી જુનિયર એશિયા કપ હોકીમાં ગઈકાલે દક્ષિણ કોરિયાને 8-1થી હરાવી ભારત સેમી ફાઇનલમાં પહોંચ્યું છે. પૂલ Aમાં ગઈકાલે દક્ષિણ કોરિયા સામેની મેચમાં ભારત તરફથી અર્શદીપ સિંહે હેટ્રિક અને અરિજીત સિંહ હુંદલે 2 ગોલ કર્યા હતા. જ્યારે ગુરજોત સિંહ, રોશન કુજુર અને રોહિતે એક-એક ગોલ કર્યા હતા. દક્ષિણ કોરિયા તરફથી એકમાત્ર ગોલ તાહ્યોન કિમે કર્યો હતો. આ જીત સાથે ભારત સેમીફાઈનલમાં પહોંચી ગયું છે, આવતીકાલે તેનો મુકાબલો મલેશિયા સાથે થશે. મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8:30 વાગ્યે રમાશે.