ઓગસ્ટ 16, 2024 8:03 એ એમ (AM)

views 11

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે વિસાવાડા ખાતે તિરંગા યાત્રા,

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે વિસાવાડા ખાતે તિરંગા યાત્રા, સ્વચ્છતા રેલી, સ્વચ્છતા અંગેના શપથ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પોરબંદર તાલુકાના વિસાવાડા ગામને શ્રેષ્ઠ ઓ.ડી.એફ. પ્લસ મોડેલ ગામ જાહેર કરવામાં આવ્યું છે. વિસાવાડા ગામને સ્વચ્છતા, ઘન અને પ્રવાહી કચરાનો સલામત રીતે નિકાલ, લોકોમાં જાગૃતિ સહિતની બાબતોને ધ્યાને લઈ રાજ્ય સરકારે મોડેલ ગામ તરીકે જાહેર કર્યું છે. ત્યારે ૭૮ મા સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે વિસાવાડા ખાતે તિરંગા યાત્રા, સ્વચ્છતા રેલી, સ્વચ્છતા અંગેના શ...

ઓગસ્ટ 13, 2024 2:28 પી એમ(PM)

views 16

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના વિરાટનગરમાં તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવાશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે અમદાવાદમાં તિરંગા યાત્રાને લીલી ઝંડી આપશે. આ યાત્રામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ભાગ લેશે.હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ અમદાવાદના વિરાટનગર વિસ્તારમાંથી આ યાત્રાનું આયોજન કરવામાં આવશે. આ યાત્રાનો ઉદ્દેશ્ય લોકોમાં એકતાઅને રાષ્ટ્રીય ગૌરવને પ્રોત્સાહન આપવાનો છે. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે તેવી શક્યતા છે.