ફેબ્રુવારી 6, 2025 7:45 પી એમ(PM) ફેબ્રુવારી 6, 2025 7:45 પી એમ(PM)

views 6

તાપી જિલ્લાના સોનગઢ પ્રાથમિક શાળાના બાળકો એ રત્નજ્યોત નામની વનસ્પતિ ના બી ખાતા 25 બાળકોની તબિયત લથડી છે

તાપી જિલ્લાના સોનગઢ પ્રાથમિક શાળાના બાળકો એ રત્નજ્યોત નામની વનસ્પતિ ના બી ખાતા 25 બાળકોની તબિયત લથડી છે. અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે આ તમામ બાળકોને વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં બાળકોએ રત્નજ્યોત નામના ફળ ખાઈ લેતા ફૂડ પોઈઝનિંગ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ડોકટરોએ તુરંત બાળકોને સારવાર આપતા બાળકોની પરિસ્થિતિ સુધારા પર હોવાનું જિલ્લા સરપંચ જણાવી રહ્યા છે.

જાન્યુઆરી 23, 2025 3:30 પી એમ(PM) જાન્યુઆરી 23, 2025 3:30 પી એમ(PM)

views 4

તાપી જીલ્લાના વ્યારા શહેરના સયાજી મેદાન ખાતે યોજાનાર રાજ્યપાલના કાર્યક્રમને લઈ કલેકટર દ્વારા નિરીક્ષણ કરાયું

તાપી જીલ્લાના વ્યારા શહેરના સયાજી મેદાન ખાતે યોજાનાર રાજ્યપાલના કાર્યક્રમને લઈ કલેકટર દ્વારા નિરીક્ષણ કરાયું હતું. વ્યારામાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે થનાર છે. ત્યારે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ વ્યારામાં એટ હોમ કાર્યક્રમ યોજાનારો છે. આ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓના ભાગ રૂપે કલેક્ટર, જિલ્લા પોલીસ વડા તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરાયુ હતું અને જરૂરી સૂચના આપવામાં આવી હતી.

ડિસેમ્બર 27, 2024 7:22 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 7:22 પી એમ(PM)

views 9

તાપી જિલ્લાના ખોડદા ગામેથી પોલીસની વિશેષ સંચાલન સમૂહ – SOGએ એક નકલી તબીબને ઝડપી પાડ્યો

તાપી જિલ્લાના ખોડદા ગામેથી પોલીસની વિશેષ સંચાલન સમૂહ - SOGએ એક નકલી તબીબને ઝડપી પાડ્યો છે. કોઇ પણ ડિગ્રી વગર નકલી તબીબ પોતાના મકાનમાં બીમાર લોકોને દવા આપી સારવાર કરતો હતો.. મળેલી માહિતી મુજબ SOG એ આ નકલી તબીબ પાસેથી 59 હજાર રૂપિયા જેટલી કિંમતનો દવાનો તથા અન્ય મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ડિસેમ્બર 5, 2024 8:00 એ એમ (AM) ડિસેમ્બર 5, 2024 8:00 એ એમ (AM)

views 5

તાપી જિલ્લામાં ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાય છે.

તાપી જિલ્લામાં ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાય છે, પરંતુ આવી સ્થિતિમાં સફળ ખેતી કઈ રીતે કરવી તેનો રસ્તો આ વિસ્તારના ખેડૂતોએ શોધી કાઢ્યો છે. વાવણી બાદ વરસાદ પડે તેમ આ કેચમેન્ટ વિસ્તારમાં ધીરે-ધીરે પાણીનું સ્તર વધે છે અને છતાં જુવાર, શેરડી અને ઘાસ જેવા પાકો ઓછા ખર્ચે તેમાં સફળ રીતે થઈ શકે છે. નવાઈની વાત તો એ છે કે ખેડુતો હોડીમાં બેસીને જુવારનાં કણસલા કાપવા જાય છે અને સારી આવક મેળવે છે. આ અંગે લક્ષ્મી ખેડા ગામના ખેડૂત નિતેશ નાઈકે માહિતી આપી હતી.

સપ્ટેમ્બર 26, 2024 3:44 પી એમ(PM) સપ્ટેમ્બર 26, 2024 3:44 પી એમ(PM)

views 5

તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે સુરત રેન્જ આઇ.જી. નો લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો

તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે સુરત રેન્જ આઇ.જી. નો લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો...આ લોકસંવાદ કાર્યક્રમમાં ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ટ્રાફિક સમસ્યા, પાર્કિંગ વ્યવસ્થા જેવી રજૂઆતો નાગરિકો દ્વારા કરવામાં આવી હતી.. લોક ફરિયાદોના ઉકેલ માટે જીલ્લાના પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.. સાથોસાથ આ તમામ રજૂઆતની રેન્જ આઇ.જી. દ્વારા સમસ્યા નિવારણની બાંહેધરી આપવામાં આવી હતી..તેમણે સોશિયલ મીડિયા દ્વારા ફેલવામાં આવતા ફેક ન્યુઝથી લોકોએ દૂર રહેવાની અપીલ કરી હતી..જ્યારે આવા ન્યુઝ ફેલાવનાર સામે જરૂર જણાય તો ક...