જૂન 14, 2025 7:27 પી એમ(PM) જૂન 14, 2025 7:27 પી એમ(PM)

views 7

આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે.

આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. હવામાન વિભાગની યાદી અનુસાર આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આવતીકાલે સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી; સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આજે ડાંગ અને છોટાઉદેપુર જિલ્લાનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

માર્ચ 28, 2025 6:28 પી એમ(PM) માર્ચ 28, 2025 6:28 પી એમ(PM)

views 2

રાજ્યમાં આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી

રાજ્યમાં આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. દરમિયાન મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાઈ શકે છે. જ્યારે આગામી 24 કલાક લઘુત્તમ તાપમાન યથાવત્ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના નિદેશક ડૉ. એ. કે. દાસે માહિતી આપી. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 37 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન અમદાવાદ અને કચ્છના કંડલા હવાઈમથક પર નોંધાયું હતું. જ્યારે અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, બનાસકાંઠાના ડીસા અને કચ્છના ભુજમાં મહત્તમ તાપમાન 3...

માર્ચ 21, 2025 6:40 પી એમ(PM) માર્ચ 21, 2025 6:40 પી એમ(PM)

views 6

આવતીકાલથી રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે

આગામી 24 કલાક બાદ રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ આ વધારો યથાવત રહેશે. જોકે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં 24 કલાક બાદ ગરમ ભેજયુક્ત પવનોને કારણે બફારો અનુભવવો પડશે.

માર્ચ 19, 2025 7:07 પી એમ(PM) માર્ચ 19, 2025 7:07 પી એમ(PM)

views 6

ત્રણ દિવસ બાદ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે

ત્રણ દિવસ બાદ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવનની દિશામાં બદલાતા ગરમીનું પ્રમાણ વધશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે આગામી ત્રણ દિવસ રાજ્યનાં તાપમાનમાં નોંધપાત્ર ફેરફારની શક્યતા નહિવત છે. ત્યારબાદ તાપમાનમાં વધારો થશે.

માર્ચ 17, 2025 6:26 પી એમ(PM) માર્ચ 17, 2025 6:26 પી એમ(PM)

views 7

ઉત્તર તથા ઉત્તર પૂર્વના પવનોને કારણે આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં ઘટાડા સ્થિતિ યથાવત રહેશે

ઉત્તર તથા ઉત્તર પૂર્વના પવનોને કારણે આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં ઘટાડા સ્થિતિ યથાવત રહેશે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત પવનોને કારણે બફારાનો અનુભવ થઈ શકે છે. આ અંગે હવામાન વિભાગના નિયામક એ કે દાસે વધુમાહિતી આપી.

માર્ચ 9, 2025 7:20 પી એમ(PM) માર્ચ 9, 2025 7:20 પી એમ(PM)

views 2

આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ, ઉત્તર ગુજરાતની નજીકના વિસ્તાર તેમજ દક્ષિણ ગુજરાતનાં કેટલાક વિસ્તારમાં મહત્તમ તાપમાન 40 થી 42 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની આગાહી

આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ, ઉત્તર ગુજરાતની નજીકના વિસ્તાર તેમજ દક્ષિણ ગુજરાતનાં કેટલાક વિસ્તારમાં મહત્તમ તાપમાન 40 થી 42 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેના કારણે રાજ્યમાં હિટવેવની શક્યતા પણ રહેલી છે.

ફેબ્રુવારી 16, 2025 8:06 એ એમ (AM) ફેબ્રુવારી 16, 2025 8:06 એ એમ (AM)

views 8

રાજ્યમાં બે દિવસથી તાપમાનમાં વધારો થતાં,બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.

રાજ્યમાં બે દિવસથી તાપમાનમાં વધારો થતાં,બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.ઠંડી ધીમે ધીમે ઘટતાં, દિવસ દરમિયાન ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે. આગામી 24 કલાકમાં અમદાવાદમાં લઘુતમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ જ્યારે ગાંધીનગરમાં 14 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાઇ શકે છે.છેલ્લા 24 કલાકમાં પોરબંદરમાં 13.2 ડિગ્રી જેટલું રાજ્યનું લઘુતમ તાપમાન નોંધાયું છે.પવનની દિશા પશ્ચિમથી ઊતર પશ્ચિમ તરફ છે.

ફેબ્રુવારી 12, 2025 7:29 પી એમ(PM) ફેબ્રુવારી 12, 2025 7:29 પી એમ(PM)

views 5

છેલ્લાં 24 કલાકમાં સૌરાષ્ટ્ર, ક્ચ્છ અને ઉતર ગુજરાતમાં રાત્રિના તાપમાનમાં વધારો

છેલ્લાં 24 કલાકમાં સૌરાષ્ટ્ર, ક્ચ્છ અને ઉતર ગુજરાતમાં રાત્રિ તાપમાનમાં વધારો થયો છે. રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 14.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસ ઘટીને 31.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.વડોદરામાં લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ,રાજકોટમાં લઘુત્તમ તાપમાન 17.7 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 31.7 ડીગ્રી સેલ્સિયસ તથા સુરતમાં લઘુત્તમ તાપમાન 16.8 ડીગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 31.2 ડીગ્...

જાન્યુઆરી 1, 2025 6:33 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 6:33 પી એમ(PM)

views 11

આગામી પાંચ દિવસ રાજ્યમાં તાપમાન યથાવત રહેવાની શક્યતાઓ

હવામાન વિભાગના ડાયરેક્ટરએ કે દાસ એ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ રાજ્યમાં તાપમાન યથાવત રહેવાની શક્યતાઓ છે. આ દરમિયાન એક થી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો પણ થવાની સંભાવના છે અત્યાર સુધીમાં ગુજરાત ઉપર ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે તથા તેની ગતિ પાંચથી દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે જે આગામી દિવસમાં તાપમાન યથાવત રાખશે આ ઉપરાંત તેમાં બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે છે અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 16 ડીગ્રી સેલ્સિયસ ની આસપાસ રહેવાની સંભાવના છે તથા મુખ્યત્વે રાજ્યના વિવિ...

ડિસેમ્બર 30, 2024 7:44 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 7:44 પી એમ(PM)

views 4

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં લઘુત્તમ તાપમાન ક્યાંક સામાન્ય કરતાં ઓછું તો ક્યાંક સામાન્ય કરતાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં લઘુત્તમ તાપમાન ક્યાંક સામાન્ય કરતાં ઓછું તો ક્યાંક સામાન્ય કરતાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું. રાજ્યમાં સૌથી ઓછું 6.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું હતું. આ ઉપરાંત બનાસકાંઠાના ડીસામાં પણ 9.6 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયો હતો. તથા રાજ્યના ચાર મહાનગરોમાં પણ લઘુત્તમ તાપમાન 24 કલાકમાં ઘટ્યું હતું. જેમાં અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 13.7 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 16.2, રાજકોટમાં 11 ડિગ્રી અને સુરતમાં 18.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તા...