સપ્ટેમ્બર 6, 2024 3:24 પી એમ(PM)
14
સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળાનો શુભારંભ
સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળાનો શુભારંભ થયો છે. થાનગઢ તાલુકાના તરણેતર ગામમાં યોજાતા આ મેળામાં ચોટીલા ધારાસભ્ય, જિલ્લા કલેકટર સહિતના મહાનુભાવોએ પશુ પ્રદર્શનનો રીબીન કાપી પ્રારંભ કરાવ્યો હતો અને પશુ પ્રદર્શન નિહાળી પશુપાલકો સાથે વાત કરી હતી. પશુપાલન ખાતાના અધિકારીઓએ પશુ હરીફાઈના વિવિધ પાસાઓ, પશુઓની વિવિધ જાત સહિતની બાબતો વગેરે અંગે બધાને માહિતગાર કર્યા હતા. તરણેતર ગ્રામ પંચાયત આયોજિત આ લોકમેળામાં ત્રણ દિવસીય પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. અને પશુપાલકોને...