ડિસેમ્બર 2, 2024 10:32 એ એમ (AM) ડિસેમ્બર 2, 2024 10:32 એ એમ (AM)

views 3

હર્ષ સંઘવીએ સુરત ખાતે એન્ટી નાર્કોટીક્સ યુનિટ-1નું ઉદઘાટન કર્યું

ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે એન્ટી નાર્કોટીક્સ યુનિટ-1નું ઉદઘાટન કર્યું હતું. સુરત પોલીસ દ્વારા આ પહેલનું નામ 'નો ડ્રગ્સ ઇન સુરત સિટી' અભિયાન રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સૌપ્રથમ વખત આ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી પોલીસ ડ્રગ્સ અને એનડીપીએસમાં આરોપીઓને પકડતી હતી અને નશાનો કારોબાર રોકવાનો પ્રયત્ન કરતી હતી. પરંતુ હવે સુરત પોલીસ આ અભિયાન થકી સમાજસેવાનું કાર્ય પણ કરશે. સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, સમાજમાં ડ્રગ્સના બંધાણીઓને નશાની લતમાંથી છોડાવવ...

ઓક્ટોબર 14, 2024 9:37 એ એમ (AM) ઓક્ટોબર 14, 2024 9:37 એ એમ (AM)

views 4

અંકલેશ્વરમાંથી 5000 કરોડનું ડ્રગ્સ પકડાયું

ભરૂચના અંકલેશ્વરમાંથી ગુજરાત પોલીસ અને દિલ્હી પોલીસના સંયુક્ત ઓપરેશનને કારણે પાંચ હજાર કરોડના 519 કિલોગ્રામ માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સંયુક્ત કાર્યવાહી દરમિયાન ગઈકાલે મોડીરાત્રે ગુજરાતના અંકલેશ્વરમાં એક કંપનીમાંથી આ માદક પદાર્થ પકડાયો હતો. પોલીસે કંપનીના ત્રણ ડિરેક્ટર, એક સુપરવાઇઝર અને એક દલાલ સહીત પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આ તમામને અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાંથી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઇ જવાયા હતા. આ પહેલા આ મહિનાની પહેલી તારીખે દિલ્હી પોલીસના વિશેષ ...

ઓક્ટોબર 8, 2024 10:54 એ એમ (AM) ઓક્ટોબર 8, 2024 10:54 એ એમ (AM)

views 5

કચ્છના ગાંધીધામમાંથી 120 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

કચ્છના ગાંધીધામમાંથી 120 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. કચ્છના ખારી રોહરમાંથી મોટાપાયે માદક પદાર્થનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.. પૂર્વ કચ્છ પોલીસે નશાકારક પદાર્થનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો.. પોલીસે આ જથ્થો જપ્ત કરીને આગળની તપાસ હાથ ધરી છે